New Parliament Building ના ઉદ્ધાટન પર રાજકીય બબાલ! કેજરીવાલ, ખડગે વિરુદ્ધ ફરિયાદ દાખલ
Complaint Against Kharge-Kejriwal: નવા સંસદ ભવનનો ઉદ્ધાટન કાર્યક્રમ 28મી મેના રોજ થવાનો છે. પરંતુ તે પહેલા રાજકીય ઘમાસાણ મચેલુ છે. વિપક્ષ અને સરકાર બંનેના નેતાઓ આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે.
Complaint Against Kharge-Kejriwal: નવા સંસદ ભવનનો ઉદ્ધાટન કાર્યક્રમ 28મી મેના રોજ થવાનો છે. પરંતુ તે પહેલા રાજકીય ઘમાસાણ મચેલુ છે. વિપક્ષ અને સરકાર બંનેના નેતાઓ આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જૂન ખડગે અને અન્યના વિરુદ્ધ સમુદાયો વચ્ચે ભેદભાવ વધારવાના ઈરાદે નવા સંસદ ભવનના ઉદ્ધાટનના કાર્યક્રમ સંલગ્ન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જાતિનો હવાલો આપીને ભડકાઉ નિવેદન આપવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે આઈપીસીની કલમ 121, 153એ, 505 અને 34 હેઠળ આવે છે. નવું સંસદ ભવન રેકોર્ડ સમયમાં બનીને તૈયાર થયું છે. નવા સંસદ ભવનનો વીડિયો પણ પીએમ મોદી પોતે શેર કરી ચૂક્યા છે. તેમણે #MyParliamentMyPride સાથે તેને રિટ્વીટ કરવાની અપીલ પણ કરી છે.
નીતિશકુમારે પણ આપ્યું નિવેદન
બીજી બાજુ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પણ હવે ઉદ્ઘાટન સમારોહના આગલા દિવસે જ નિવેદન આપ્યું કે નવું સંસદ ભવન બનાવવું જોઈતું નહતું. તેમણે કહ્યું કે સરકાર જૂનો ઈતિહાસ બદલવા માંગે છે. મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે શરૂઆતમાં પણ વાત થઈ રહી હતી કે આ (સંસદ ભવન) બની રહ્યું છે, તો પણ અમને સારું લાગતું નહતું. આ તો ઇતિહાસ છે, આઝાદી આવી તો જે ચીજની જ્યાંથી શરૂઆત થઈ તેને ત્યાં વિકસિત કરવા જેવું હતું. અલગથી બનાવવાનો કોઈ મતલબ નથી. શું જૂનો ઈતિહાસ જ બદલી નાખવામાં આવશે? અમને સારું લાગતું નથી કે આ નવું સંસદ ભવન બની ર હ્યું છે. જૂનો ઈતિહાસ બદલવા માંગે છે બસ. નવું સંસદ ભવન નહતું બનાવવું જોઈતું. જે જૂનું સંસદ ભવન હતું તેને જ ઠીક કરવા જેવું હતું. હું તો તેની વિરુદ્ધમાં છું. આ લોકો બધો ઇતિહાસ બદલવા માંગે છે. ત્યાં જવું બેકાર છે. કોઈ અર્થ નથી ત્યાં જવાનો. શું જરૂર છે ત્યાં જવાની અને તે ભવનને બનાવવાની.
નવા સંસદ ભવનમાં શું છે ખાસ?
અત્રે જણાવવાનું કે અઢી વર્ષથી દિવસ રાત જે સંસદને બનાવવામાં આવી રહી હતી તે હવે કલ્પના કરતા પણ વધુ ખુબસુરત જોવા મળી રહી છે. જૂની લોકસભામાં વધુમાં વધુ 550 સાંસદો બેસી શકતા હતા પરંતુ નવી લોકસભાના હોલમાં 888 સાંસદના બેસવાની વ્યવસ્થા કરી શકાય છે. લોકસભા સ્પીકરના આસનની બાજુમાં જ સેંગોલની સ્થાપનાની તૈયારી છે. સોનાની પરત ચઢાવેલું આ સેંગોલ નવી લોકસભાની સુંદરતાને ચાર ચાંદ લગાવશે. લોકસભા સ્પીકરના આસનની બંને બાજુ બે મોટી મોટી LED સ્ક્રીન લગાવવામાં આવી છે જેના પર સદનની કાર્યવાહીનું પ્રસારણ થશે.
વિરોધ પ્રદર્શન કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં આવ્યા રામદેવ, જાણો શું કહ્યું?
કોરીકટ છે તો તું કહીશ એમ હું કરીશ: પ્રોફેસરનો સૌથી બિભત્સ Video વાયરલ
PM મોદીની એક ટ્વીટથી વિપક્ષ અલગથલગ! જાણો કેમ અસમંજસમાં હશે બહિષ્કાર કરનારા પક્ષો?
રાજ્યસભાનો શાનદાર લૂક
લોકસભા હોલની સિલિંગ પર શાનદાર ડિઝાઈન બનાવવામાં આવી છે જેનાથી લોકસભા હોલને વધુ આકર્ષક રૂપ મળી રહ્યું છે. નવી લોકસભામાં ભવ્ય દર્શક ગેલેરી બનાવવામાં આવી છે. સંસદની પહેલાની ઈારતમાં પણ રાજ્યસભામાં લાલ રંગનો ઉપયોગ થયો હતો અને આ નવા બિલ્ડિંગમાં પણ તેને ફોલો કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સભાપતિનું આસન ભવ્યતા સાથે જોવા મળી રહ્યું છે. આસનની ઉપર મોટું અશોક ચક્ર લગાવવામાં આવશે. સભાપતિના આસનની બંને બાજુ મોટા LED સ્ક્રીન લગાવવામાં આવ્યા છે. રાજ્યસભા હોલની સિલિંગ ઉપર પણ શાનદાર કલાકૃતિ બનાવવામાં આવી છે.
હાઈટેક છે નવું સંસદ ભવન
હાલ રાજ્યસભામાં 245 સાંસદોના બેસવાની વ્યવસ્થા છે. પરંતુ નવા સંસદ ભવનની રાજ્યસભામાં 384 સાંસદો સરળતાથી બેસી શકશે. આ ઉપરાંત દર્શક ગેલેરીમાં પણ હાલની ક્ષમતાથી વધુ લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. નવા સંસદ ભવનને હાઈટેક બનાવવામાં આવ્યું છે. દરેક સાંસદ સામે એક ટેબ લગાવવામાં આવ્યું છે. જેમાં સાંસદો ડોક્યુમેન્ટ જોઈ શકશે. દાખલા તરીકે સાંસદોને તેમના ટેબ પર વિધેયકની જાણકારી મળી જશે. આ જ ટેબ પર બજેટની કોપી મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube