પુલવામા એટેકમાં વપરાયેલી કાર અંગે થયો મોટો ખુલાસો, NIAને મળ્યા મહત્વના પુરાવા
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાની તપાસ કરી રહેલા તપાસ એજન્સી NIAને ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા મળી આવ્યાં છે. એનઆઈએના સૂત્રોના હવાલે કહેવાયું છે કે તપાસ એજન્સીને એવો શક છે કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ઈકો કાર 2010-11 મોડલની હોઈ શકે છે. એજન્સીના જણાવ્યાં મુજબ આ કારને હુમલામાં ઉપયોગમાં લેવા માટે ફરીથી પેઈન્ટ પણ કરવામાં આવી હતી.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાની તપાસ કરી રહેલા તપાસ એજન્સી NIAને ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા મળી આવ્યાં છે. એનઆઈએના સૂત્રોના હવાલે કહેવાયું છે કે તપાસ એજન્સીને એવો શક છે કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ઈકો કાર 2010-11 મોડલની હોઈ શકે છે. એજન્સીના જણાવ્યાં મુજબ આ કારને હુમલામાં ઉપયોગમાં લેવા માટે ફરીથી પેઈન્ટ પણ કરવામાં આવી હતી.
શહીદ જવાનની પત્નીએ શેર કર્યો પુલવામા એટેકની ગણતરીની મિનિટો પહેલાનો પતિનો છેલ્લો VIDEO
પુલવામામાં ઘટનાસ્થળે પહોંચેલી એનઆઈએની ટીમે ત્યાંથી મહત્વના પુરાવા ભેગા કર્યા છે. પુલવામા હુમલાની જગ્યાએથી એનઆઈએની ટીમને એક કેન પણ મળી આવ્યું છે. દાવો કરાઈ રહ્યો છે કે તેમાં લગભગ 300 કિગ્રા આરડીએક્સ રાખવામાં આવ્યું હતું. એનઆઈએ ટીમને ઘટનાસ્થળેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ઈકો કારના શોક ઓબ્ઝર્વર પણ મળ્યાં છે. તેની તપાસમાં માલુમ પડી શકે છે કે આ કારનું નિર્માણ કયા વર્ષમાં થયું અને તેનો માલિક કોણ હતો.
આ ઉપરાંત એનઆઈએની ટીમ આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદના આતંકી આદિલ અહેમદ ડારના પરિવારના સબ્યોના ડીએનએ સેમ્પલ પણ લેશે. આ સેમ્પલોને ઘટનાસ્થળેથી મળી આવેલા લોહીના નમૂનાઓ સાથે મેચ કરાશે. એનઆઈએને એ વાતની જાણ થશે કે હુમલામાં સામેલ આતંકી આદિલની કારમાં તે એકલો હતો કે પછી કોઈ અન્ય વ્યક્તિ પણ તેની સાથે સામેલ હતો.
CRPFનો આક્રોશ, કહ્યું- 'શહીદોનું અપમાન ન કરો, અમે ભારતીય, જાતિ ધર્મનું વિભાજન અમારા લોહીમાં નથી'
અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર હુમલો કર્યો હતો. આતંકી ડારે વિસ્ફોટકો ભરેલી કારને કાફલાની એક બસ સાથે અથડાવી હતી. ત્યારબાદ થયેલા ભીષણ વિસ્ફોટમાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલાની તપાસ કરવા માટે એનઆઈએ જમ્મુ અને કાશ્મીર પહોંચી છે. એનઆઈએ અનેક સંદિગ્ધોની પૂછપરછ પણ કરી રહી છે.