બિશ્કેક : કિર્ગિસ્તાનની રાજધાનીમાં આયોજીત શંઘાઇ સહયોગ સંગઠન એટલે કે એસસીઓ (SCO) શીખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનની વચ્ચે માત્ર અભિવાદન થયું, વાતચીત નહી. સુત્રો અનુસાર ઇમરાન ખાને લોકસભા ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાન મોદીને શુભકામના પાઠવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: મમતા બેનર્જીએ જુનિયર ડોક્ટરોને વાતચીત માટે બોલાવ્યા
વડાપ્રધાન મોદીએ આતંકવાદને પ્રોત્સાહન, સમર્થન અને નાણા આપનારા દેશોની એસસીઓ શીખર સમ્મેલનમાં આકરી ઝાટકણી કાઢી હતી. સાથે જ તેમણે હાલનાં ટોપનાં નેતાઓને કહ્યું કે, એવા દેશોનૂ જવાબદાર ઠેરવવામાં આવે તે જરૂરી છે. મોદીએ પાકિસ્તાનનું પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા કહ્યું કે, જો કે ત્યારે વડાપ્રધાન ઇમરાન ખાન પણ હાજર હતા. 


મેટ્રો મેનનો PMને પત્ર: દિલ્હીમાં મહિલાઓની મફત મેટ્રો મુસાફરીનો નિર્ણય ખોટો
ઝારખંડ: સરાયકેલામાં પોલીસ ટીમ પર નક્સલવાદી હુમલો, 5 જવાન શહીદ
વડાપ્રધાન મોદીએ શીખર સમ્મેલનને સંબોધિત કરતા આતંકવાદને પહોંચી વળવા માટે એક વૈશ્વિક સમ્મેલનનું આહ્વાન કર્યું. વડાપ્રધાન આતંકવાદની વિરુદ્ધ લડાઇમાં સહોયને મજબુત કરવાની એસસીઓની ભાવના અને તેના વિચારોને રેખાંકિત કર્યા. તેમણે કહ્યું કે, ભારત એક આતંકવાદ મુક્ત સમાજની હિમાયત કરે છે. વડાપ્રધાને કહ્યુ કે, હું ગત્ત રવિવારે શ્રીલંકાની યાત્રા દરમિયાન સેંટ એન્થની ગિરજાઘર ગયો, જ્યાં મે આતંકવાદનો ક્રુર ચહેરો જોયો. આ આતંકવાદે દરેક સ્થળ નિર્દોષ લોકોનાં જીવ લીધા છે. 


હડતાળી ડોક્ટર્સે હડતાળ સમેટવા માટેની 6 શરત, મમતાની બિનશરતી માફીની પણ માંગ
તેમણે શ્રીલંકામાં ઇસ્ટરનાં દિવસે થયેલા આતંકવાદી હુમલાનાં નિશાન બનેલા સ્થાનિકોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ હુમલામાં 258 લોકોનાં મોત થયા હતા. મોદીએ કહ્યું કે, આતંકવાદની બુરાઇ સામે લડવા માટે રાષ્ટ્રોને તેની વિરુદ્ધ એક થવા માટે પોતાના સંકીર્ણ વર્તુળની બહાર આવવું પડશે. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન અને ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સહિત અન્ય નેતાઓની હાજરીમાં આ જણાવ્યું. વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદ પ્રોત્સાહન, સમર્થન અને નાણા પ્રાપ્ત કરાવનારા રાષ્ટ્રોને જવાબદાર ઠેરવવા જરૂરી છે. તેમણે કહ્યું કે, એસસીઓનાં સભ્ય દેશોને આતંકવાદનો ખાતમો કરવા માટે એસસીઓ- ક્ષેત્રીય આતંકવાદી વિરોધી ઢાંચો (આરએટીએસ) હેઠળ સહયોગ કરવો જોઇએ. મોદીએ કહ્યું કે, સાહિત્ય અને સંસ્કૃતી અમારા સમાજને એક સકારાત્મક ગતિવિધિ પ્રદાન કરે છે. ખાસ કરીને તેઓ આપણા સમાજનાં યુવાઓને ચરમપંથના પ્રસારને અટકાવે છે.