મેટ્રો મેનનો PMને પત્ર: દિલ્હીમાં મહિલાઓની મફત મેટ્રો મુસાફરીનો નિર્ણય ખોટો
Trending Photos
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલમાં જ દિલ્હી મેટ્રોમાં મહિલાઓ માટે ફ્રી રાઇડની જાહેરાત કરી હતી. જો કે આ નિર્ણય અંગે મેટ્રોનાં પૂર્વ ચીફ ઇ. શ્રીધરે સવાલ ઉઠાવ્યા છે અને આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. દિલ્હી સરકારે મહિલાઓને મફત મેટ્રો સેવાનાં નિર્ણય અંગે મેટ્રોનાં પૂર્વ ચીફ ઇ.શ્રીધરે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. શ્રીધરે વડાપ્રધાનને દિલ્હી સરકારનાં નિર્ણયને નુકસાનકારક લેખાવ્યો છે અને તેને લાગુ થતો અટકાવવા માટે અપીલ કરી છે.
Zee Exclusive: ATM મા રોકડ નહી હોય તો બેંકોએ ભરવો પડશે દંડ, RBIનો આદેશ
શ્રીધરે કહ્યું કે, મેટ્રો તમામ શહેરોમાં ચાલે છે. એટલા માટે અન્ય શહેરોમાં પણ આ પ્રકારની માંગ ઉઠશે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં મેટ્રો લાઇન પણ વધારવામાં આવશે. જેના માટે વધારે પૈસાની જરૂર પડશે. દિલ્હી સરકાર દ્વારા મહિલાઓ માટે મેટ્રો, ડીટીસી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરવી દિલ્હી માટે સારી ગીફ્ટ હોઇ શકે છે પરંતુરાજકીય વિશ્વમાં પણ આ પ્રકારનાં અનેક અર્થો કાઢવામાં આવી રહ્યા છે.
રેપના આરોપી બસપા સાંસદ અતુલ રાયના ઘરે ધરપકડ માટે દરોડા
આમ આદમી પાર્ટીનાં વિરોધીઓનું કહેવું છે કે આ જાહેરાત દ્વારા તે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફાયદો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે મનીષ સિસોદિયાનું કહેવું છે કે ભાજપ નથી ઇચ્છતું કે આ યોજના અમલમાં લાવવામાં આવે. સિસોદિયાએ કહ્યું કે, અમે દિલ્હીની જનતા વચ્ચે જઇને બે સવાલ પુછવા માંગીએ છીએ કે લોકોની આ યોજના જોઇએ કે અને લોકો ભાજપની જેમ વિચારે છે કે નહી. તેના મુદ્દે આ અઠવાડીયે તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રીએ અહેવાલ સોંપવા માટે કહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે