હડતાળી ડોક્ટર્સે હડતાળ સમેટવા માટેની 6 શરત, મમતાની બિનશરતી માફીની પણ માંગ

નારાજ થયેલા ડોક્ટર્સે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બિન શરતી માફીની માંગ કરી છે. હડતાળ પર રહેલા ડોક્ટર્સે કામ પર પરત ફરવા માટેની 6 શરતો મુકી છે, જેમાં મમતા બેનર્જીની માફીનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં 4 દિવસથી હડતાળ પર રહેલા ડોક્ટર્સે કહ્યું કે, અમે સીએમ મમતા બેનર્જી સાથે તેમના કાલે (ગુરૂવાર) ભાષણ માટે બિન શરતી માફીની માંગ કરીએ છીએ. બીજી તરફ ઇન્ડિયન મેડિકલ કોલેજે પણ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ડોક્ટર્સની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગ કરી છે. 
હડતાળી ડોક્ટર્સે હડતાળ સમેટવા માટેની 6 શરત, મમતાની બિનશરતી માફીની પણ માંગ

કોલકાતા : નારાજ થયેલા ડોક્ટર્સે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બિન શરતી માફીની માંગ કરી છે. હડતાળ પર રહેલા ડોક્ટર્સે કામ પર પરત ફરવા માટેની 6 શરતો મુકી છે, જેમાં મમતા બેનર્જીની માફીનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં 4 દિવસથી હડતાળ પર રહેલા ડોક્ટર્સે કહ્યું કે, અમે સીએમ મમતા બેનર્જી સાથે તેમના કાલે (ગુરૂવાર) ભાષણ માટે બિન શરતી માફીની માંગ કરીએ છીએ. બીજી તરફ ઇન્ડિયન મેડિકલ કોલેજે પણ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ડોક્ટર્સની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગ કરી છે. 

દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, પીસી ચાકોનાં રાજીનામાની ઉઠી માંગ
જુનિયર ડોક્ટર્સનાં એક ફોરમમાં પ્રવક્તા ડોક્ટર અરિંદમ દત્તાએ કહ્યું કે, જે પ્રકારે કાલે સીએમએ ડોક્ટર્સની વાત કરી, સામાન્ય રીતે કરવી જોઇતી ન હતી. મમતા બેનર્જીએ પોતાનાં ભાષણમાં બહારના લોકોનો ઉલ્લેખ કરીને ભાજપ અને સીપીઆઇ પર આ મુદ્દાને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. 

ડોક્ટર્સની શર્તોમાં એક માંગ એ પણ છે કે સીએમને હોસ્પિટલ આવીને ઘાયલ ડોક્ટર્સને મળવું પડશે અને તેમની ઓફીસ પર હુમલાની ઘટનાની નિંદા કરવી પડશે. ડોક્ટર અરિંદમ દત્તાએ કહ્યું કે, અમે મુખ્યમંત્રી પાસેથી આ મુદ્દે તપાસની માંગ કરીએ છીએ. ડોક્ટર્સ પર હુમલા કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનાં કાગળ પર પુરાવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં જુનિયર ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સ વિરુદ્ધ બનેલા ખોટા કેસ અને આરોપ પરત લઇ લેવાની શરત મુકવામાં આવી છે. 

હાથ ન મિલાવી અપમાન કર્યા બાદ આતંકવાદ મુદ્દે પણ PM મોદીએ પાક.ની ઝાટકણી કાઢી
ડોક્ટર્સને જણાવ્યું કે, એરઆરએસ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્જીનાં પરિવારજનોએ બે જુનિયર ડોક્ટર્સને સોમવારે પરેશાન કર્યા. ડોક્ટર્સે તમામ સ્વાસ્થય સુવિધા સાથે સાથે માળખાગત ફેરફારો કરવાની પણ માંગ કરી, જેમાં સશ્સ્ત્ર પોલીસ કર્મચારીઓનાં પોસ્ટિંગનો પણ સમાવેશ થાય છે. 

હું મોતથી નહી પરંતુ મોત મારાથી ગભરાય છે, મને રોકવાની હિંમત કોઇ પાસે નહી: મમતા
રાજીનામું આપનારા ડોક્ટર્સની સંખ્યા વધી
બીજી તરફ હડતાળી ડોક્ટર્સનાં સમર્થનમાં રાજીનામું આપનારા ડોક્ટર્સની સંખ્યા વધી ગઇ છે. દાર્જિલિંગના નોર્થ બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલનાં 119 ડોક્ટર્સે રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધી 43 ડોક્ટર્સનાં રાજીનામાની વાત કહેવામાં આવી રહી હતી. જાણકારોનું કહેવું છે કે જો પશ્ચિમ બંગાળ સરકારે આ તરફ ઝડપથી ધ્યાન ન આપ્યું તો ડોક્ટર્સનાં રાજીનામાની સંખ્યા વધી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news