નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરૂવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આધારશિલા રાખ્યા બાદ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં લોકતંત્ર સાથે જોડાયેલી ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો હતો. આ વચ્ચે પીએમ મોદીએ શીખોના પ્રથમ ગુરૂ નાનક દેવની કેટલાક વાતો જણાવી અને કહ્યું કે, તેમણે હંમેશા કહ્યુ છે કે સંવાદ ચાલુ રહેવો જોઈએ. પીએમ મોદી દ્વારા આ શબ્દોનો ઉપયોગ એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે આંદોલન કરી રહેલા કિસાનો અને સરકારમાં સંવાદ તૂટતો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમા કહ્યુ, 'શીખ ગુરૂ નાનક દેવે કહ્યુ છે, જ્યાં સુધી દુનિયા રહે, ત્યાં સુધી સંવાદ ચાલતો રહેવો જોઈએ. પીએમ મોદીએ કહ્યુ કે, લોકતંત્રમાં આશાવાદ જગાવી રાખવો, આપણુ દાયિત્વ છે.'


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દેશમાં પોલિસીમાં અંતર હોય શકે છે, પરંતુ અમારૂ અંતિમ લક્ષ્ય પબ્લિક સર્વિસ છે. તેવામાં વાદ-સંવાદ સંસદની અંદર કે સંસદની બહાર, રાષ્ટ્રસેવાનો સંકલ્પ, રાષ્ટ્રહિત પ્રત્યે સમર્પણ સતત ઝલકવુ જોઈએ.


આ પણ વાંચોઃ નવા સંસદ ભવનના શિલાન્યાસ પર PM મોદીએ કહ્યું- 130 કરોડ દેશવાસીઓ માટે ગર્વનો દિવસ


કિસાન આંદોલન વચ્ચે સંદેશ..?
તમને જણાવી દઈએ કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પંજાબના કિસાનોએ પાછલા બે સપ્તાહથી દિલ્હીની સરહદોને જામ કરી દીધી છે. કિસાન કૃષિ કાયદો પરત લેવાનું કહી રહ્યાં છે, પરંતુ સરકાર તરફથી સંશોધનનો વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે. ઘણા રાઉન્ડની વાતચીત બાદ જ્યારે સરકારે કિસાનોને લેખિતમાં સંશોધનનો પ્રસ્તાવ આપ્યો. 


તો ગઈકાલે કિસાન સંગઠનોએ એક રીતે આ સૂચનોને નકારી દીધા હતા. કિસાનોએ કહ્યું કે, અમારી માંગ માત્ર ત્રણેય કાયદાને પરત લેવાની છે. જ્યારે સરકાર તરફથી એમએસપી, એપીએમસી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સહિત અન્ય વિષયો પર કિસાનોની સમસ્યાઓને અનુરૂપ કેટલાક સંશોધન કરવામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ પ.બંગાળ: BJP અધ્યક્ષ JP Nadda ના કાફલા પર પથ્થરમારો, કૈલાશ વિજયવર્ગીયની ગાડીનો કાચ તૂટ્યો


કિસાન માનશે સરકારની વાત..?
કિસાનો તરફથી સરકારી પ્રસ્તાવને ઠુકરાવ્યા બાદ ગુરૂવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પત્રકાર પરિષદ કરશે. આ દરમિયાન કૃષિ મંત્રી કિસાનોને આંદોલન પરત લેવાની અપીલ કરી શકે છે. સંશોધનોને સ્વીકારવા અને વાતચીતનો રસ્તો ચાલુ રાખવાની અપીલ કરી શકે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube