પ.બંગાળ: BJP અધ્યક્ષ JP Nadda ના કાફલા પર પથ્થરમારો, કૈલાશ વિજયવર્ગીયની ગાડીનો કાચ તૂટ્યો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર  ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો અને રસ્તાને બ્લોક કરવાની કોશિશ કરી. અત્રે જણાવવાનું કે જેપી નડ્ડા પોતાના પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસના બીજા દિવસે ડાયમન્ડ હાર્બર જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની ગાડી પર ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો. 

Updated By: Dec 10, 2020, 02:23 PM IST
પ.બંગાળ: BJP અધ્યક્ષ JP Nadda ના કાફલા પર પથ્થરમારો, કૈલાશ વિજયવર્ગીયની ગાડીનો કાચ તૂટ્યો

કોલકાતા: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર  ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો અને રસ્તાને બ્લોક કરવાની કોશિશ કરી. અત્રે જણાવવાનું કે જેપી નડ્ડા પોતાના પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસના બીજા દિવસે ડાયમન્ડ હાર્બર જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની ગાડી પર ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો. 

PM મોદીએ કર્યો નવા સંસદ ભવનનો શિલાન્યાસ, 2 વર્ષમાં બનીને તૈયાર થશે, જાણો 10 મહત્વની વાતો

કૈલાશ વિજયવર્ગીયની ગાડીનો કાચ તૂટ્યો
પ્રદર્શનકારીઓએ 24 પરગણા જિલ્લામાં ડાયમન્ડ હાર્બર પાસે જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો કર્યો. આ દરમિયાન કાફલામાં સામેલ ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની ગાડીનો કાચ પણ તૂટ્યો. ભાજપની બંગાળ શાખાએ વીડિયો શેર કરતા આ કૃત્યને કાયરતાપૂર્ણ કૃથ્ય ગણાવ્યું. 

રાજનાથ સિંહે બધાની સામે જ ચીનને બરાબર લીધુ આડે હાથ, જોતા રહી ગયા 'દુશ્મન દેશ'ના રક્ષામંત્રી

ટીએમસીના કાર્યકરો પર મારપીટનો આરોપ
આ અગાઉ ભાજપે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર મારપીટનો આરોપ પણ લગાવ્યો. પાર્ટીએ કહ્યું કે ટીએમસી કાર્યકરોએ તેમના કાર્યકરો સાથે મારપીટ કરી. એટલું જ નહીં કાર્યક્રમ સ્થળ પર પાર્ટીના બેનરોને પણ ફાડવામાં આવ્યા. જો કે તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ આરોપોને ફગાવ્યા છે. તેમનું કહેવું છે કે આ આરોપ નિરાધાર અને રાજનીતિ પ્રેરિત છે. 

સુરક્ષામાં ચૂક પર ગૃહ મંત્રાલયે માંગ્યો જવાબ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેપી નડ્ડાની સુરક્ષામાં ચૂકને લઈને પશ્ચિમ બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવ પાસે આ અંગે જવાબ માંગ્યો છે. અત્રે જણાવવાનું કે બંગાળના ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને બંગાળમાં જેપી નડ્ડાના પ્રવાસ પર સુરક્ષાને લઈને કરાયેલી વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા હતા. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube