કરીમગંજ (અસમ): પશ્ચિમ બંગાળના પુરૂલિયામાં રેલી કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અસમના કરીમગંજમાં  (Assam Assembly Elections) જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારો અને તેની નીતિઓએ અસમને સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક અને રાજકીય દરેક પ્રકારે નુકસાન પહોંચાડ્યુ છે. કોંગ્રેસની સરકારો બરાક વેલી માટે ડિવિઝનલ કમિશનર ગુવાહાટીથી ચલાવતી રહી, આ કેટલો મોટો અન્યાય હતો. એનડીએ સરકારે આ અન્યાયને દૂર કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આજે એક રીતે ભાજપની નીતિ છે, ભાજપનું નેતૃત્વ છે અને ભાજપની નીયત સાફ છે. તો બીજી તરફ કોંગ્રેસ છે- જેની પાસે ન તો નેતા છે, ન તો નીતિ છે અને ન કોઈ વિચાર ધારા છે. મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ આજે એટલી નબળી થઈ ગઈ છે કે ગમે તેની સાથે હાથ મિલાવી શકે છે. આ વિચિત્ર સ્થિતિ આજે દેશ જોઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં જે વામપંથીઓની સાથે  તે લાલ-સલામ કરી રહ્યા છે, તેની સાથે કેરલમાં નૂરા-કુશ્તી ચાલી રહી છે. એક રાજ્યમાં ગાળો આપે છે, બીજા રાજ્યોમાં ગળે લગાવે છે. જે પાર્ટીનો વિચાર સ્થિત ન હોય, તો શું અસમમાં સ્થિર સરકાર આપી શકશે?


આ પણ વાંચોઃ West Bengal election: ભાજપે 148 ઉમેદવારોની યાદી જાહેર કરી, મુકુલ રોય અને તેમના પુત્રને પણ મળી ટિકિટ


જેની સામે લડી રહી, તેની સાથે હાથ મિલાવી રહી છે કોંગ્રેસ
પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, અહીં અસમમાં જુઓ કોંગ્રેસ કેના વિશ્વાસે મેદાનમાં છે? જે લોકોની રાજનીતિ સામે અહીંના કોંગ્રેસ કાર્યકર્તા દાયકાથી લડી રહ્યા છે, સામનો કરી રહ્યાં છે આજે કોંગ્રેસના હાથ તે તાળા-ચાવીને લઈને ફરી રહ્યાં છે. અહીં અસમમાં પણ છેતરપિંડી અને ભ્રમનો એક વીડિયો મે જોયો છે. આ વીડિયોમાં અહીંના કોંગ્રેસ નેતા આપસમાં મંચ પર, જૂઠનું ઘોષણાપત્ર બનાવી રહ્યાં છે. ઘોષણાપત્ર બનાવવામાં ખુબ મહેનત લાગે છે. આ વીડિયોમાં તે પોતાનું જૂઠ સામે લાવે છે. તે કહે છે કે માત્ર જાહેરાત કરી દો, જાહેરાત પૂરી કરવા માટે હોતી નથી. આ કોંગ્રેસના નેતા ખુદ કબૂલ કરી રહ્યાં છે. આ કામ તેમણે દેશભરમાં કર્યું છે. 


આ પણ વાંચોઃ 'રામ'ની રાજનીતિમાં એન્ટ્રી, ભારતીય જનતા પાર્ટીમાં થયા સામેલ


ભાજપે અસમને આપ્યો દેશનો સૌથી લાંબો રોપવે
રેલીમાં ઉપસ્થિત ભીડને સંબોધિત કરતા પીએમે કહ્યુ કે, અસમને મેઘાલય સાથે જોડનાર તેનાથી પણ મોટા ધુબરી-ફૂલબારી બ્રિજનું નિર્માણ કોણ કરાવી રહ્યું છે? ભાજપની સરકાર પૂરુ કરી રહી છે. દેશનૌ સૌથી લાંબો રિવર રોપવે અસમને કોણે આપ્યો? ભાજપ સરકારે આપ્યો. મોદીએ કહ્યુ- આ સુખદ સંયોગ છે કે આજે અસમમાં મારી ચૂંટણી સભાનો આરંભ બરાક વેલીથી કરી રહ્યો છું. ત્રણ દાયકા પહેલા જ્યારે દેશમાં ભાજપનો એટલો વિસ્તાર નતો થયો, ત્યારે પણ બરાક વેલીએ 15માંથી 9 સીટ ભાજપને આપી હતી. આ વર્ષોથી ભાજપ તમારી વચ્ચે રહીને તમારો અવાજ બનતો રહ્યું છે. 


ચાના બગિચામાં કામ કરનાર શ્રમિકોને ન ભૂલ્યા મોદી
પીએમ મોદીએ ચાના બગિચામાં કામ કરનાર શ્રમિકો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, અહીનાં ચાના બગિચામાં કામ કરનાર સાથી છે, તેના વિકાસ માટે અસમની સરકાર વિશેષ પ્રયાસ કરી રહી છે. અસમની ભાજપ સરકારે લાખો ભૂમિહીન સાથીઓને પટ્ટા આપ્યા છે, બાળકોના શિક્ષણ માટે નવી શાળાઓ ખોલી છે અને આ કામ સતત ચાલી રહ્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube