અભિનેતા Arun Govil ની રાજનીતિમાં એન્ટ્રી, ભારતીય જનતા પાર્ટીમાં થયા સામેલ

દેશભરમાં ખુબ જ જાણીતી બનેલી ટીવી સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ (Arun joins bjp) ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. 

અભિનેતા  Arun Govil ની રાજનીતિમાં એન્ટ્રી, ભારતીય જનતા પાર્ટીમાં થયા સામેલ

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આ પહેલા એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં સામેલ થનાર નેતા, અભિનેતા અને અન્ય લોકોની લાઇન લાગી છે. હવે ભારતીય જનતા પાર્ટીને 'રામ' મળી ગયા છે. દેશભરમાં ખુબ જ જાણીતી બનેલી ટીવી સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ (Arun joins bjp) ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. મહત્વનું છે કે આ પહેલા પણ એવી ચર્ચા ચાલી રહી હતી કે અરૂણ ગોવિલ રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે. પરંતુ આજે તેમણે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લઈ લેતા આ ચર્ચાનો અંત આવી ગયો છે. 

— ANI (@ANI) March 18, 2021

રામાયણ સીરિયલથી બન્યા હતા જાણીતા
'રામાયણ' સીરિયલથી જાણીતા બનેલા અભિનેતા અરૂણ ગોવિલ ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં તેમણે ભગવાન રામની ભૂમિકા નિભાવી હતી. અરૂણ ગોવિલ દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીમાં જોડાયા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ હાજર રહ્યા હતા. 

જલદી પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તેવામાં અરૂણ ગોવિલનું ભાજપમાં જોડાવુ ખાસ માનવામાં આવી રહ્યું છે. ભાજપમાં સામેલ થયા બાદ અરૂણ ગોવિલ હવે પશ્ચિમ બંગાળમાં પાર્ટી માટે પ્રચાર પણ કરશે. મહત્વનું છે કે અરૂણ ગોવિલને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડાવવા ઈચ્છતા હતા, પરંતુ ત્યારે અભિનેતાએ ઓફર ઠુકરાવી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news