નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, કિસાન વિરોધી નીતિઓ, મહિલાઓ વિરૂદ્ધ હિંસા, બેરોજગારી અને સંવિધાન પર હુમલાને લઇને મોદી સરકાર વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરી રહી છે. તેમાં કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કાર્યકર્તા સામેલ થઇ રહ્યા છે. આ રેલીમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લાખો કોંગ્રેસ કાર્યકર્તા રામલીલા મેદાન પહોંચી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણમાં મોદી સરકાર વિરૂદ્ધ આકરો હુમલો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભારત બચાવો' રેલીમાં કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે 'આજે દેશમાં ખરાબ હવામાન થઇ ગયું છે. અર્થવ્યવસ્થાને આ સરકારે નષ્ટ કરી દીધી છે. બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. ઉદ્યોગો ખતમ થઇ રહ્યા છે. નોટબંધીએ જનતાની કમર તોડી નાખી. આ સરકારમાં ગુનેગારોની બોલબાલા છે. સરકાર પોતાની ધૂનમાં છે. 


ઉન્નાવની ઘટનાની યાદ અપાવી. પીડિત પરિવારનો દુખ સંભળાવ્યું. તેમણે કહ્યું કે જ્યારે મેં એક નાનકડીની બાળકીને પૂછ્યું કે મોટી થઇને તુ શું બનીશ તો પહેલાં તો તેણે કંઇ ન કર્યું પરંતુ તેણે કહ્યું કે જે વકીલથી મોટું હોય છે. એટલે કે જજ બનવા માંગુ છું. તેના પિતાને જોઇને મને મારાની પિતાની યાદ આવી ગઇ છે. આ દેશમાં જે થઇ રહ્યું છે તેને અટકાવવું આપણું કર્તવ્ય છે. જે આજે અન્યાય વિરૂદ્ધ લડશે નહી, તે ઇતિહાસમાં કાયર કહેવાશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube