પુલવામા હુમલો: શહીદોના પાર્થિવ દેહને લાવવામાં આવશે દિલ્હી, પીએમ મોદી આપશે શ્રદ્ધાંજલી
પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને પ્રદાનમંત્રી આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મહત્વની બેઠકમાં પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને પ્રદાનમંત્રી આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મહત્વની બેઠકમાં પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં આતંકવાદીઓની સામે જવાબી કાર્યવાહી ઉપરાંત પુલવામા આતંકવાદી હુમલા પર મોદી સરકાર ડોજિયર તૈયાર કરશે. જેમાં આ સબૂત હશે કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. જેના દ્વારા કુટનીતી સ્તર પર પાકિસ્તાનને અલગ કરવામાં આવશે.
ત્યારે આજે (શુક્રવારે) ભારતીય વાયુસેનાના સી-17 વિમાનથી શહીદોના પાર્થિવ દેહને દિલ્હા લાવવામાં આવશે. ત્યાં પાલમ એરપોર્ટ પર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. સૂત્રોના દ્વારા મળતા સમાચાર અનુસાર પીએમ મોદી દિલ્હીમાં શહીદોને શ્રદ્ધાંગલી આપવા પહોંચશે.
વધુમાં વાંચો: જેટલીએ ફરી સંભાળ્યો નાણામંત્રીનો કાર્યભાર, પુલવામા આતંકી હુમલા પર CCS બેઠકમાં થયા સામેલ
આજે સવારે સુરક્ષા મામલે કેબિનેટ બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં 7 લોક કલ્યાણ માર્ગ પર થઇ છે. આ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, એનએસએ અજીત ડોવાલ, ગુપ્ત વિભાગ (આઇબી)ના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ત્રણ સેનાઓના અધ્યક્ષ પણ સામેલ થયા છે. બેઠકમાં સીઆરપીએફના ડીજી પુલવામા આતંકવાદી હુમલા વિશે કમિટિ (CCS)ને જણાકારી આપશે.
બેઠક બાદ ડીજી સીઆરપીએફ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ કાશ્મીર જવા રવાના થશે. રાજનાથ સિંહ ઘાયલોને મળવા હોસ્પિટલ પણ જશે. આજે પ્રધાનમંત્રી મોદીએ તેમના બધા કાર્યક્રમ રદ કરી દીધા છે. ભાજપે પણ આજે તેમના બધા કાર્યક્રમ રદ કરી દીધા છે.
વધુમાં વાંચો: પુલવામા હુમલો: CCS બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, પાકિસ્તાન પાસેથી પાછો ખેંચાયો MFNનો દરજ્જો
સમાચાર એજન્સી રોયરર્સ અનુસાર પુલવામા આતંકીવાદી હુમલામાં અત્યાર સુધીમાં 44 સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે અન્ય કેટલાક જવાનો ઘાયલ પણ થયા છે. અને હાલ તેઓની સારવાર ચાલી રહી છે. આ હુમલો ગુરૂવારે જમ્મૂ-કાશ્મીર શ્રીનગર હાઇવે પર પુલવામા જિલ્લાના અવંતિપોરામાં સીઆરપીએફ (CRPF)ના વાહનોને નિશાન બનાવી આઇઇડી બ્લાસ્ટ (IED બ્લાસ્ટ) કરવામાં આવ્યો હતો. સીઆરપીએફના વાહનો પર આ હુમલો તે સમયે થયો, જ્યારે સેનાના જવાનોનો કાફલો જમ્મૂના શ્રીનગર તરફ જઇ રહ્યો હતો.
વધુમાં વાંચો: પુલવામા હુમલો: 'આ' આફિકી દેશનું કનેક્શન સામે આવ્યું, જૈશે 33 સેકન્ડનો VIDEO જોઈને કર્યો એટેક!
હાલાતની ગંભીરતાને જોઇને અધિકારીઓ કાશ્મીર ઘાટી અને જમ્મૂમાં ઇન્ટરનેટ સેવાઓ પર હાલમાં રોક લગાવી દીધી છે. આ કાફલામાં 78 વાહનો સામેલ હતા. જેમાં 2500 સુરક્ષા કર્મી સવાર હતા. આંતકવાદીઓના વિસ્તારમાં જવાનો પર પહેલા ગોળીબાર કર્યો અને ત્યારબાદ તેમની કાર દ્વારા આઇઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
વધુમાં વાંચો: પુલવામા આતંકી હુમલો: ગંભીર ચેતવણી હોવા છતાં 'આ' એક મોટી ભૂલના કારણે 44 જવાનો થયા શહીદ?
સેનાથી જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે 2001-02માં આતંકવાદીઓની આ રીતની ફિયાદિન હુમલાને અંજામ આપ્યો હતો. સેનાનું કહેવું છે કે સેનાએ જે રીતથી આતંકવાદીઓની સામે ઓપરેશન ચલાવ્યું છે, તેમાં તેમની ડેસ્પરેટ વધી ગઇ છે. આ કારણ તેમણે આઈએસઆઈએસની લાઇન પર હુમલો કર્યો છે.
વધુમાં વાંચો: પુલવામા આતંકી હુમલો: CRPFના 44 જવાનો શહીદ, જડબાતોડ જવાબ માટે PMની અધ્યક્ષતામાં મહત્વની બેઠક
જેશે કાફલા પર આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી આદિલ ઉર્ફ વકાસના વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં દક્ષિણ કાશ્મીરના કાકપોરાના રહેવાસી વકાસ જેસનો ઝંડાની આગળ બેસેલો દેખાઇ રહ્યો છે. તેમની સામે ગ્રેનેડ અને અત્યાધુનીક રાઇફલ રાખી હતી.
વીડિયાની શુરૂઆત કરતા વકાસ કહી રહ્યો છે કે, જ્યાં સુધી આ વીડિયો તમારી પાસે પહોંચશે તે સમયે હું જન્નતમાં મઝા લઇ રહ્યો હોઇશ. મેં જેશ-એ-મોહમ્મદમાં આતંકવાદી રીતે એક વર્ષ પસાર કર્યો છે અને આ મારો કાશ્મીરના લોકો માટે છેલ્લો મેસેજ છે.
(ઇનપુટ ભાષા)