પુલવામા આતંકી હુમલો: ગંભીર ચેતવણી હોવા છતાં 'આ' એક મોટી ભૂલના કારણે 44 જવાનો થયા શહીદ? 

જમ્મુ અને કાશ્મીરમાં 1989માં આતંકવાદે માથું ઊંચુ કર્યું ત્યારબાદથી થયેલા સૌથી ભીષણ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. આ ભીષણ હુમલા બાદ સુરક્ષામાં ક્યાં ચૂક થઈ તે અંગે અનેક સવાલો થઈ રહ્યાં છે. રક્ષા વિશેષજ્ઞ અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે આટલા મોટા કાફલાએ આ રીતે જવાનું જ નહતું. સીઆરપીએફના આ કાફલામાં 2500થી વધુ જવાનો સામેલ હતાં.

પુલવામા આતંકી હુમલો: ગંભીર ચેતવણી હોવા છતાં 'આ' એક મોટી ભૂલના કારણે 44 જવાનો થયા શહીદ? 

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં 1989માં આતંકવાદે માથું ઊંચુ કર્યું ત્યારબાદથી થયેલા સૌથી ભીષણ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. આ ભીષણ હુમલા બાદ સુરક્ષામાં ક્યાં ચૂક થઈ તે અંગે અનેક સવાલો થઈ રહ્યાં છે. રક્ષા વિશેષજ્ઞ અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે આટલા મોટા કાફલાએ આ રીતે જવાનું જ નહતું. સીઆરપીએફના આ કાફલામાં 2500થી વધુ જવાનો સામેલ હતાં. એટલું જ નહીં ગુપ્તચર એજન્સીઓની એલર્ટ પણ અવગણવામાં આવી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ પણ વાહન ચેકિંગ વગર ન જવા દેવાની ચેતવણી હતાં છતાં આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ અને વિસ્ફોટકોવાળી ગાડી પસાર થઈ ગઈ. 

ગુપ્તચર એજન્સીઓએ 8 ફેબ્રુઆરીના રોજ IED એટેકની એલર્ટ જારી કરી હતી. જેમાં સ્પષ્ટપણે કહેવાયું હતું કે વિસ્તારોને સેનિટાઈઝ (sanitize) કર્યા વગર સુરક્ષા કાફલા આગળ ન વધે. પરંતુ આ ચેતવણીને નજર અંદાજ કરાઈ. આ એલર્ટમાં 9 ફેબ્રુઆરીનો સમય સૌથી ખતરનાક ગણાવાયો હતો. ખાસ કરીને વહેલી સવારનો સમય. પરંતુ બરફવર્ષના કારણે રસ્તા પર કોઈ મૂવમેન્ટ થઈ નહીં. 14 ફેબ્રુઆરીના રોજ ગુરુવારે સવારે સીઆરપીએફના જવાનો 70થી વધુ વાહનોમાં સવાર થઈને જમ્મુથી શ્રીનગર જવા માટે નીકળ્યા અને આ આતંકી હુમલો થયો. 

જો ગુપ્તચર એલર્ટ પર ધ્યાન અપાયું હોત તો કદાચ આ આત્મઘાતી હુમલાથી થનારું નુકસાન ટાળી શકાયું હોત. આ હુમલાને અંજામ આપનાર કાશ્મીર ઘાટીના જ અહેમદ ડારે શ્રીનગર- જમ્મુ રાજમાર્ગ પર પોતાની વિસ્ફોટકો ભરેલી એસયુવી સીઆરપીએફ બસ સાથે ટક્કર મારી દીધી. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા અને અનેક ઘાયલ થયા છે. પાકિસ્તાન સ્થિત આતંકી સમૂહ જૈશ એ મોહમ્મદે આ ભયાનક આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ આત્મઘાતી હુમલાખોરનો એક વીડિયો પણ જારી કર્યો છે જે હુમલા પહેલા શૂટ કરાયો હતો. આ હુમલો શ્રીનગરથી લગભગ 30 કિમી દૂર લેથપોરા વિસ્તારમાં થયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news