જેટલીએ ફરી સંભાળ્યો નાણામંત્રીનો કાર્યભાર, પુલવામા આતંકી હુમલા પર CCS બેઠકમાં થયા સામેલ

ઓપચારિક રીતે કાર્યબાર સંભાળતા પહેલા જ અરૂણ જેટલીએ ગુરૂવારે જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની એક બસ પર થયેલા આતંકી હુમલાતની નિંદા કરી હતી.

જેટલીએ ફરી સંભાળ્યો નાણામંત્રીનો કાર્યભાર, પુલવામા આતંકી હુમલા પર CCS બેઠકમાં થયા સામેલ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અમેરિકામાં ચાર અઠવાડીયા સારવાર કરાવ્યા બાદ ભારત પરત ફર્યા છે અને આજથી જ નાણામંત્રીનો કાર્યભાર સંભાળી લીધો છે. નાણામંત્રીનો કાર્યભાળ સંભાળ્યાની સાથે જ અરૂણ જેટલી આજે પૂલવામા હુમલા પર યોજનારા કેબિનેટ બેઠકમાં સામેલ થવા પહોંચ્યા છે. ઓપચારિક રીતે કાર્યબાર સંભાળતા પહેલા જ અરૂણ જેટલીએ ગુરૂવારે જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની એક બસ પર થયેલા આતંકી હુમલાતની નિંદા કરી હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં 44 જવાનો શહીદ થયાની પુષ્ટિ થઇ છે.

જેટલીએ ટ્વિટ કરી કહ્યું કે, જમ્મૂ કાશ્મીરના પુલવામા સીઆપીએફ જવાનો પર હુમલો આતંકવાદીઓનું એક કાયરતાપૂર્ણ અને નિંદનીય કૃત્ય છે. રાષ્ટ્ર શહીદ જવાનોને સલામ કરે છે અને અમે બધા શહીદોના પરિવારોની સાતે એકજૂટતાની સાથે ઉભા છે. અમે ઘાયલોનું સ્વાસ્થય સારૂ થવાની પ્રાર્થના કરીએ છે. આતંકવાદીઓએ તેમના આ જધન્ય કૃત્ય માટે અવિસ્મરણીય પાઠ ભણાવવામાં આવશે.

જણાવી દઇએ કે ગત વર્ષ જ એમ્સમાં જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી અને નિયમિત સમય પર તપાસ કરાવી રહ્યાં હતા. એમ્સમાં સારવાર કરાવ્યા બાદ જેટલી અમેરિકામાં તપાસ માટે ગયા હતા. જેટલીની ગેરહાજરીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ કામચલાઉ નાણામંત્રી તેમજ કોર્પોરેટ મામલેનું પદ સંભાળવું પડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news