મુંબઈઃ પુણેની 20 વર્ષની વેદાંગી કુલકર્ણી સાઈકલ પર સૌથી વધુ ઝડપે વિશ્વનું ભ્રમણ કરનારી પ્રથમ એશિયન યુવતી બની ગઈ છે. વેદાંગીએ રિવારે કોલકાતામાં વહેલી સવારે સાઈકલ ચલાવીને જરૂરી 29,000 કિમીનું અંતર પુરું કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે તેની આ સફરની શરૂઆત ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી કરી હતી અને હવે પોતાનો આ રેકોર્ડ પુરો કરવા માટે પાછી ઓસ્ટ્રેલિયાના પર્થ શહેર જશે. 


અયોધ્યાઃ મોરારી બાપુએ ગણિકાઓની હાજરીમાં સંભળાવી 'રામકથા'


બ્રિટનના જેની ગ્રાહમ(38)ના નામે મહિલાઓ વચ્ચે સૌથી ઓછા દિવસમાં સાઈકલ પર પૃથ્વીનું ચક્કર કાપવાનો વિક્રમ છે. જેના માટે તેમણે 124 દિવસનો સમય લીધો હતો. આ રેકોર્ડ છેલ્લા રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઓછો હતો. 


ભારતે ફરી કર્યું શક્તિશાળી મિસાઈલ અગ્નિ-4નું પરીક્ષણ, પાકિસ્તાન અને ચીન સુધી પહોંચ


બ્રિટનના બાઉનેમાઉથ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વેદાંગીએ જણાવ્યું કે, તેણે આ માટે બે વર્ષ પહેલાથી તૈયારી શરૂ કરી હતી. તેણે સાઈકલ પર લગભગ 80 ટકા મુસાફરી એકલા જ પુરી કરી છે. આ મુસાફરી દરમિયાન તેને શૂન્યથી માંટીને માઈનસ 20થી 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સાઈકલ ચલાવવી પડી છે. આ દરમિયાન તે ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, કેનેડા, આઈસલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ અને રશિયામાંથી પસાર થઈ હતી. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...