નવી દિલ્હી : રેલવેમંત્રી પીયૂષ ગોયલે (Rail Minister Piyush Goyal) નાગરિકોને ભાવુક કરતી એક અપીલ કરી છે. ગોયલે જણાવ્યું કે, શ્રમીક સ્પેશ્યલ ટ્રેનમાં ખુબ જરૂરી હોય તેવી સ્થિતીમાં જ યાત્રા કરો. આ સાથે જ તેમણે નાગરિકોને તેમની સુરક્ષા અંગે પણ આશ્વાસન આપ્યું. પીયુષ ગોયલે ટ્વિટમાં જણાવ્યું કે, મારી દેશનાં નાગરિકોને નમ્ર અપીલ છે કે, ગંભીર રોગથી પીડાતા, ગર્ભવતી મહિલાઓ અને 65થી વધારે ઉંમર તથા 10 વર્ષથી નાના બાળકો ખુબ જ જરૂરી હોય તો જ આ શ્રમીક સ્પેશ્યલ ટ્રેનમાં યાત્રા કરે. રેલ પરિવાર યાત્રીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છત્તીસગઢનાં પ્રથમ CM અને દિગ્ગજ નેતા અજીત જોગીનું નિધન

આ સાથે જ તેમણે એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડી છે જેમાં લખ્યું છે કે, ભારતીય રેલવે સમગ્ર દેશમાં પ્રતિદિન અનેક શ્રમીક સ્પેશ્યલ ટ્રેન ચલાવી રહ્યું છે, જેથી પ્રવાસીઓને પોતાનાં ઘરે પરત જવામાં સુનિશ્ચિતતા રહે. જો કે તેમાં કેટલાક એવા શ્રમીકો પણ યાત્રા કરી રહ્યા છે જે પહેલાથી જ કોઇ બિમારીથી પીડિત છે. તેના કારણે કોવિડ 19 મહામારી દરમિયાન તેમનાં સ્વાસ્થય પરનો ખતરો વધી જાય છે. યાત્રા દરમિયાન પહેલાથી જ ગ્રસીત  બિમાર લોકોનાં મૃત્યુ થવાનું દુર્ભાગ્યપુર્ણ કેસ પણ સામે આવી શકે છે.


ભારત-ચીન વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, મોટા આતંકી હુમલાનું રચી રહ્યું છે ષડયંત્ર

પ્રેસ રિલિઝ અનુસાર આવા લોકોની સુરક્ષા માટે ગૃહમંત્રાલયનાં આદેશ ક્રમાંક 40-3/2020-DM-l(A) તારીખ 17.05.2020  હેઠળ, અપીલ કરે છે કે, પહેલાથી જ કોઇ બિમારીથી પીડિત (હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ, કેન્સર, ઓછી રોગપ્રતિકારક શક્તિ) વાળા વ્યક્તિ તથા ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી મોટી ઉંમરના વડીલો પોતાનાં સ્વાસ્થય અને સુરક્ષા માટે જ્યાં સુધી ખુબ જ જરૂરી ન હોય રેલ યાત્રા કરવાનું ટાળે.


શું એકવાર ફરીથી લંબાશે Lockdown? કેવી મળશે છૂટછાટ, PM મોદી અને ગૃહમંત્રીની મહત્વની બેઠક

પ્રેસ રિલીઝમાં જણાવાયું કે, અમે સમજી શકીએ છીએ કે, દેશનાં અનેક નાગરિકો હાલ રેલ યાત્રા કરવા માંગે છે અને તેમનાં નિર્બાધ રીતે રેલ સેવા મળતી રહે તે હેતુથી ભારતીય રેલ પરિવાર 24 કલાક સાતેય દિવસ કાર્ય કરી રહ્યું છે. આ આપણા યાત્રીઓની સુરક્ષા આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. તેના માટે તમામ દેશવાસીઓનો સહયોગ અપેક્ષીત છે. કોઇ પણ આકરી સ્થિતી અથવા આકસ્મિકતાની સ્થિતીમાં કૃપા રેલ પરિવારનો સંપર્ક કરો. ભારતીય રેલ સદૈવ તમારી સેવામાં તત્પર છે. (હેલ્પલાઇન નંબર 138 અને 139)


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube