નવી દિલ્હીઃ તાજેતરમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના પાંચ રાજ્યોનાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. જે મુજબ રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠક માટે એક જ તબક્કામાં મતદાન યોજાશે. 7 ડિસેમ્બરે રાજસ્થાનમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને 11 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. રાજસ્થાનની તમામ બેઠક પર EVM અને VVPAT મશીન સાથે ચૂંટણી યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી જાહેર થવાની સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા રાજ્યમાં લાગુ થઈ ગઈ હતી. રાજસ્થાન વિધાનસભાની મુદ્દત 20 જાન્યુઆરીએ પુરી થવાની છે. અત્યારે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કુલ 163 બેઠક સાથે વસુંધરા રાજે મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. રાજસ્થાનમાં ચાર જાતિઓ- જાટ, રાજપૂત, ગુર્જર અને મીણા સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. આ ઉપરાંત, મુસ્લિમ મતદારો પણ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય લડાઈ છે.


પાંચ રાજ્યોમાં ચૂંટણીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખરાખરીનો જંગ


કુલ બેઠકઃ 200
બહુમત માટે જરૂરી બેઠકઃ 101
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 7 ડિસેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 


2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 200
પક્ષ    સીટ
ભાજપ    163
કોંગ્રેસ    21
બસપા    3
NPP    4
NUZP    2
અપક્ષ    7


મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ માટે એન્ટી ઈન્કમ્બન્સીનો ડર, કોંગ્રેસને પરિવર્તનની તક


રાજસ્થાનમાં પરિવર્તન પેટર્ન
રાજસ્થાનમાં દેશનાં રાજ્યો કરતાં એક અલગ ચૂંટણી પેટર્ન રહી છે. અહીં છેલ્લા કેટલાય સમયથી દર પાંચ વર્ષે સત્તામાં પાર્ટી બદલાતી રહી છે. એટલે કે એક વખત કોંગ્રેસ સત્તામાં હોય તો તેના પછીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા મળતી આવી છે. અગાઉ કોંગ્રેસના અશોક ગેહલોતની સરકારને હરાવીને 2013માં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. 


[[{"fid":"187575","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


કોંગ્રેસઃ લોકસભા ચૂંટણીની તૈયારી
રાજસ્થાનમાં સત્તા પરિવર્તનની પેટર્ન જોતાં આ વખતે કોંગ્રેસના જીતવાની સંભાવનાઓ પ્રબળ છે. કોંગ્રેસે પણ પોતાના તરફથી કોઈ કસર બાકી રાખી નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાનોને પ્રભુત્વ આપતાં સચિન પાઈલટને કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરેલા છે. 


VIDEO : રમણ સિંહે પોતાનાથી 20 વર્ષ નાના યોગીના 2 વખત ચરણસ્પર્શ કર્યા


માનવેન્દ્ર સિંઘનું આગમન, કોંગ્રેસને ફાયદો
ભાજપના વરિષ્ઠ નેતા યશવિંત સિંઘના પુત્ર માનવેન્દ્ર સિંઘે ભાજપનો 'સાથ' છોડીને કોંગ્રેસનો 'હાથ' પકડ્યો છે. કોંગ્રેસ માટે આ ઘણી જ ફાયદાની બાબત છે. મારવાડ વિસ્તારના રાજકારણમાં માનવેન્દ્ર સિંઘનું ઘણું જ પ્રભુત્વ છે. કેમ કે તેમના પિતા જસવંત સિંઘ છેલ્લા ચાર દાયકાથી રાજકારણમાં સક્રિય છે અને રાજકારણમાં એક સન્માનજનક વ્યક્તિત્વ ધરાવે છે. તેમના આગમનથી મારવાડ પ્રદેશમાં કોંગ્રેસનો 'હાથ' ઊંચો થઈ ગયો છે. આ સાથે જ રાજપુત સમુદાયમાં પણ કોંગ્રેસને સીધો પ્રવેશ મળી ગયો છે. 


છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018 : સત્તા ટકાવી રાખવા ભાજપનો 'કાતર' દાવ?


જાટ વિરુદ્ધ રાજપૂતની લડાઈમાં કોંગ્રેસને ફાયદો
રાજસ્થાનમાં જાટ સમુદાય અને રાજપૂત સમુદાય સૌથી વધુ મત પ્રભુત્વ ધરાવે છે. માનવેન્દ્રના પ્રવેશથી કોંગ્રેસ માટે રાજપૂતોના વોટ પાકા થઈ ગયા છે. સાથે જ રાજપુતો સાથે સંકળાયેલા અન્ય સમુદાયો જેમ કે રાજપુરોહિત, ચારણ, પ્રજાપતિ અને અન્ય પછાત વર્ગ પણ કોંગ્રેસની તરફેણમાં આવી ગયા છે. 


રાજકીય વિશ્લેષકોના મત મુજબ રાજસ્થાનમાં લોકસભા બેઠક પ્રમાણે 2.5 લાખ રાજપુત મતદારો, 3.5 લાખ જાટ મતદાર અને 2.5 લાખ મુસ્લિમ મતદાર છે. મુસ્લિમો કોંગ્રેસની પરંપરાગત મતબેન્ક છે અને હવે રાજપુતો પણ કોંગ્રેસની પડખે આવી જતાં રાજસ્થાનમાં કોંગ્રેસનું પાસું મજબૂત થઈ ગયું છે. વળી, રાજપૂતો છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. 


છત્તીસગઢ ચૂંટણી 2018 - વાજપેયીની ભત્રીજી કરૂણા શૂકલા મુખ્યમંત્રી રમણસિંહ સામે ચૂંટણી લડશે


ભાજપને કેન્દ્ર સરકારની નિષ્ફળતા નડશે?
રાજસ્થાનમાં હિન્દુત્વનો મુદ્દો ક્યારેય મહત્વનો રહ્યો નથી. અહીં, જાતિવાદ ઉપર જ રાજકારણ રમાય છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર પણ આપેલા વચનો પાળવામાં નિષ્ફળ રહી છે અને સાથે જ કેન્દ્રની ભાજપની સરકાર પણ છેલ્લા કેટલાક સમયથી એન્ટી-ઈન્કમબન્સીનો સામનો કરી રહી છે. આ બંને પરિબળ ભાજપને મોટું નુકસાન કરી શકે એમ છે.


દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને તેને કારણે વધતી મોંઘવારી, રાફેલ સોદાનો વિવાદ, તાજેતરમાં જ બહાર આવેલો સીબીઆઈનો વિવાદ સહિત અનેક મુદ્દા ભાજપ માટે નકારાત્મક માહોલ બનાવી રહ્યા છે. ભાજપે કરોડીલાલ મીણાને પાછા લાવીને મીણાના મત પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મીણાની અસર માત્ર પૂર્વ રાજસ્થાનમાં જ છે.


મિઝોરમ ચૂંટણી 2018: ઉત્તરપૂર્વના એકમાત્ર રાજ્યમાં પણ કોંગ્રેસના કાંગરા ખરવા લાગ્યા, ચોથા ધારાસભ્યએ પાર્ટી છોડી


અપક્ષો પણ અસર કરશે
રાજસ્થાનમાં બે મુખ્ય પક્ષ ઉપરાંત અન્ય સ્થાનિક પક્ષો પણ નસીબ અજમાવી રહ્યા છે. બસપા અને નેશનલ પીપલ્સ પાર્ટી તો ચૂંટણી લડી જ રહ્યા છે. તેમના ઉપરાંત ઘનશ્યામ તિવારીએ ભાજપમાંથી બળવો પોકારીને 'ભારત વાહિની પાર્ટી' બનાવી છે. 


અપક્ષ ધારાસભ્ય હનુમાન બેનીવાલ પણ આ વખતે ચૂંટણીમાં બહુ મોટું પાસું ઊભરીને આવ્યા છે. તે જાટ સમુદાયના યુવાન ફાયરબ્રાન્ડ નેતા તરીકે લોકપ્રિય થઈ ગયા છે. પશ્ચિમ રાજસ્થાનમાં તેના સમુદાયમાં સારું પ્રભુત્વ બનાવી લીધું છે. તેણે પોતાનાં સમર્થકોને ચૂંટણીમાં ઉતારવાનું આયોજન કર્યું છે. આ એક વ્યક્તિ છે જે કોંગ્રેસ અને ભાજપ બંનેને નુકસાન પહોંચાડી શકે છે. 


મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 40 ઉમેદવારોની યાદી જાહેર કરી


રાજસ્થાનમાં છેલ્લી પાંચ વિધાનસભા 
1993 : ભાજપ(95), કોંગ્રેસ(76) - ભૈરોંસિંહ શેખાવત(CM- ભાજપ)
1998 : કોંગ્રેસ (153), ભાજપ (33) - અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2003 : ભાજપ (120), કોંગ્રેસ (56) - વસુંધરા રાજે (CM- ભાજપ)
2008 : કોંગ્રેસ (96), ભાજપ (78) - અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2013 : ભાજપ (163), કોંગ્રેસ (21) - વસુંધરા રાજે (CM- ભાજપ)