ઘોર કળિયુગ! સગા ભાઈએ નાની બેન સાથે વારંવાર શરીરસુખ માણ્યું, યુવતીએ કંટાળી માતાને કહ્યું તો...
પોલીસે 10 ઓગસ્ટના રોજ આરોપી ભાઈની ધરપકડ કરી હતી અને શુક્રવારે પોસ્કો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ઝી બ્યુરો/જયપુર: રાજસ્થાનના પાલીમાં પોક્સો કોર્ટે શુક્રવારે એક વ્યક્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે, આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે આરોપીએ પોતાની નાની બહેન પર ત્રણ વર્ષથી વધુ સમય સુધી બળાત્કાર ગુજાર્યો હતો.
VIDEO: અમદાવાદમાં ટાયર કિલર બમ્પનો ફીયાસ્કો! માત્ર 10 દિવસમાં જ બમ્પની સ્પ્રિંગ તૂટી
આ ઘટના પાલી જિલ્લાના બાલી થાના વિસ્તારની ગણાવવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સગીર યુવતીએ આ ઘટના વિશે સૌથી પહેલા પોતાની માતાને જણાવી હતી, પરંતુ માતાએ ઘરની વાત ઘરમાં દબાવવા માટે યુવતીને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. જોકે, જ્યારે છોકરી પુખ્ત બની ગઈ, ત્યારે તેણે પાલીમાં પોલીસ અધિક્ષક (SP)નો સંપર્ક કર્યો હતો અને ઘટનાની સંપૂર્ણ વિગતો આપી હતી. ત્યારબાદ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કાર) અને POCSO એક્ટની 5/6 હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
ગુજરાતમાં મેઘરાજા આ તારીખ પછી તોફાની બેટિંગ કરશે, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
પોલીસે 10 ઓગસ્ટના રોજ આરોપી ભાઈની ધરપકડ કરી હતી અને શુક્રવારે પોસ્કો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
મહાઠગ કિરણ પટેલોની કોઈ કમી નથી! વધુ એક ઠગ ઝડપાયો, હું CM કાર્યાલયમાંથી બોલું છું..
બાલીના સ્ટેશન હાઉસ ઓફિસર વિક્રમ સિંહે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, 18 વર્ષીય યુવતીએ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એસપીનો સંપર્ક કર્યો. તેણે આરોપ લગાવ્યો કે 2020માં એક દિવસ, જ્યારે તે ઘરે એકલી હતી, ત્યારે તેના ભાઈએ તેની સાથે બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો અને બાદમાં તેને ધમકી આપી કે જો આ ઘટના વિશે કોઈને કહેશે તો જાનથી મારી નાંખશે. તેમ છતાં સગીર યુવતીએ આ ઘટના વિશે પોતાની માતાને જણાવી હતી, પરંતુ સમાજમાં ઈજ્જત જવાના ડરે કોઈ કાર્યવાહી કરવાના બદલે, માતાએ પોતાની પુત્રીને સમજાવીને કોઈ કાર્યવાહી ના કરવા જણાવ્યું હતું અને મામલો ઠારે પાડી દીધો હતો.
ગુજરાત યુનિ.ના કૌભાંડો અંગે ગુજરાત સરકાર ગંભીર, ગમે ત્યારે છૂટી શકે છે તપાસના આદેશ
યુવતીનો આરોપ છે કે, ત્યારબાદ ભાઈએ તેનો ફાયદો ઉઠાવીને તેની સાથે અનેકવાર રેપ કર્યો. પોલીસના મતે, યુવતીની બે બહેનો અને એક ભાઈ છે. તેની બે મોટી બહેનોના લગ્ન 2019માં થઈ ચૂક્યા છે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે, બળાત્કારની ઘટના બની ત્યારે યુવતી સગીર હતી, જેના કારણે POCSO હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
હવે મોંઘવારી ની ચિંતા નહિ રહે, આ રીતે ઘરે જ બનાવો સૂકા ટામેટાં; હેલ્થમાં પણ ફાયદો
ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટે પાલી જિલ્લામાંથી વધુ એક આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં એક 13 વર્ષીય યુવતીની સાથે તેના પિતાએ કથિત રીતે બળાત્કાર કર્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પેટમાં દુખાવાની ફરિયાદ કરનાર યુવતીને શનિવારે પાલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને તેની સોનોગ્રાફી રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે તે ગર્ભવતી છે.
Share Market: નવા સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? જાણો કયા શેર પર રહેશે સૌની નજર