નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા તથા ગોરખપુર લોકસભા બેઠકથી ભાજપના સાંસદ રવિ કિશન (Ravi Kishan) ની સુરક્ષા વધારવામાં આવી છે. સરકારે તેમને વાય પ્લસ કેટેગરી (Y+ security) ની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. આ જાણકારી રવિ કિશને પોતે સવારે ટ્વીટ કરીને આપી. તેમની સુરક્ષા એવા સમયે વધારવામાં આવી છે કે જ્યારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન તેમણે આપેલા નિવેદનો બાદ કથિત રીતે તેમને મારી નાખવાની ધમકીઓ મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવતા શર્મસાર...UPના હાથરસ-બલરામપુર બાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ દુષ્કર્મની ઘટનાઓ


ટ્વીટ કરીને જતાવ્યો સીએમનો આભાર
સાંસદ રવિકિશને ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આભાર માન્યો છે. તેમણે લખ્યું કે 'પૂજનીય મહારાજજી, તમે જે Y+ શ્રેણીની સુરક્ષા મને ઉપલબ્ધ કરાવી છે તે બદલ હું, મારો પરિવાર અને લોકસભા ક્ષેત્રની જનતા તમારા ઋણી છીએ અને અમે બધા તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. મારો અવાજ હંમેશા સદનમાં ગૂંજતો રહેશે.'


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube