નવી દિલ્હી: ગણતંત્ર દિવસે (Republic Day 2021) ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સતત આકરી કાર્યવાહી થઈ રહી છે. હિંસા બાદ પોલીસે દિલ્હીની સિંઘુ બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંઘુ બોર્ડર પર ગાડીઓ લઈ જવા પર પ્રતિબંધ
દિલ્હી પોલીસે સુરક્ષા ધ્યાનમાં લેતા સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન (Farmers Protest) સ્થળ પર ગાડીઓ લઈ જવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ પોલીસે લંગરની ગાડીઓ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. હવે ધરણા સ્થળ સુધી મીડિયા અને પોલીસની ગાડીઓ સિવાય અન્ય કોઈ ગાડી જઈ શકશે નહીં. 


ખેડૂત નેતાઓને લુકઆઉટ નોટિસ મોકલવામાં આવશે
આ સાથે જ દિલ્હી  (Delhi) પોલીસ વિભિન્ન ખેડૂત સંગઠનોના નેતાઓને લુકઆઉટ નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. દિલ્હીમાં થયેલી હિંસા અંગે નોંધાયેલી FIR માં જે નેતાઓના નામ છે તેમને લુકઆઉટ નોટિસ મોકલવામાં આવશે. 


Delhi Violence: ખેડૂતોના આંદોલન પર ખેડૂત નેતા Rakesh Tikait એ આપ્યું અત્યંત મહત્વનું નિવેદન


પોલીસે 19 આરોપીઓની કરી ધરપકડ
દિલ્હી પોલીસે ટ્રેક્ટર પરેડ (Tractor Parade)  દરમિયાન થયેલી હિંસા મામલે અત્યાર સુધીમાં 25થી વધુ કેસ દાખલ કર્યા છે. જ્યારે 19 લોકોની ધરપકડ થઈ છે. જેમાંથી 50 અટકાયતમાં છે. હિંસામાં 300થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમાંથી કેટલાક ICUમાં છે. પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવે સ્પષ્ટપણે કહ્યું છે કે હિંસામાં જે પણ દોષિત ઠરશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. કોઈ ખેડૂત નેતા પણ જો દેષિત ઠરશે તો કાર્યવાહી કરાશે. 


ગાઝીપુર બોર્ડર પર વીજ પુરવઠો બંધ કરાયો
આ અગાઉ પોલીસે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર વીજ પુરવઠો બંધ કરાવ્યો. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં પોલીસ ફોર્સ વધારી દીધી છે. ત્યારબાદ ભારતીય કિસાન યુનિયનના નેતા ગૌરવ ટિકૈતે કહ્યું કે લાકડી-બંદૂકના દમ પર આંદોલનને દબાવી શકાશે નહી. નિવેદન છે કે જે લોકોએ કાયદો વ્યવસ્થા બગાડવાની કોશિશ કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવે અને જે લોકોએ લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો તેમને પકડવામાં આવે. આંદોલન ખતમ નહી કરી શકો. અહીંની લાઈટ તરત શરૂ કરવામાં આવે. 


નબળું પડ્યું ખેડૂત આંદોલન
ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલન નબળું પડતું જણાઈ રહ્યું છે. બે ખેડૂત સંગઠને આંદોલન ખતમ કરવાનો નિર્ણય લીધો છે. હિંસાથી નારાજ રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠન અને ભારતીય કિસાન યુનિયન (ભાનુ) એ ગાઝીપુર અને નોઈડા બોર્ડર પર  ચાલી રહેલા પ્રદર્શનને પાછું ખેંચ્યું છે. 


Delhi: Ghazipur સરહદે ખેડૂતોનો જમાવડો, વીજ પુરવઠો બંધ કરાયો, 31 જાન્યુઆરી સુધી લાલ કિલ્લો બંધ


57 દિવસ બાદ ખુલી ચિલ્લા બોર્ડર
લગભગ 2 મહિનાથી ચિલ્લા બોર્ડર પર ધરણા ધરી રહેલા ભારતીય કિસાન યુનિયન (ભાનુ)(Bharatiya Kisan Union) એ બુધવારે પોતાના ધરણા પાછા ખેંચી લીધા છે. દિલ્હીમાં મંગળવારે ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ અને રાષ્ટ્ર ધ્વજના અપમાનથી વ્યથિત થઈને ભાનુ જૂથે ધરણા પાછા ખેંચ્યા છે. જો કે લોક શક્તિ દળે પોતાનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની વાત કરી છે. 


નોઈડા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે બીકેયુ (ભાનુ)ના વિરોધ પાછો ખેંચવાની સાથે જ ચિલ્લા બોર્ડરના માધ્યમથી દિલ્હી-નોઈડા માર્ગ 57 દિવસ બાદ ટ્રાફિક માટે ફરી ખુલ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતીય કિસાન યુનિયન (ભાનુ) નવા કૃષિ કાયદાના વિરોધમાં ચિલ્લા બોર્ડર પર ધરણા ધરી રહ્યું હતું. આ જ કારણે નોઈડાથી દિલ્હી જનારો રસ્તો લગભગ 57 દિવસથી બંધ હતો. 


લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાની ઘટનાથી દુ:ખી
ભારતીય કિસાન યુનિયન (ભાનુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઠાકુર ભાનુ પ્રતાપ સિંહે ચિલ્લા બોર્ડર પર એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ટ્રેક્ટર પરેડ દરમિાયન જે રીતે દિલ્હીમાં પોલીસના જવાનો પર હિંસક હુમલો થયો અને કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, તેનાથી ખુબ વ્યથિત છીએ. તેમણે કહ્યું કે જે પ્રકારે લાલ કિલ્લા પર એક ધર્મ વિશેષનો ઝંડો ફરકાવવામાં આવ્યો તેનાથી ખુબ દુ:ખી છીએ. ભારતનો ઝંડો તિરંગો છે અને તિરંગાનું અમે સન્માન કરીએ છીએ. આ ઘટનાક્રમથી ખુબ વ્યથિત છીએ અને 58 દિવસથી ચાલી રહેલા ચિલ્લા બોર્ડરના ધરણા ખતમ કરી રહ્યા છીએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube