15 ઓક્ટોબરથી ખુલી રહી છે શાળા-કોલેજ, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
સરકારે 15 ઓક્ટોબરથી શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે. આ છૂટ નોન-કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવનાર વિસ્તાર માટે છે. રાજ્યો માટે આ ખુલી છૂટ છે કે તે પોતાના પ્રમાણે નક્કી કરે કે શાળાઓ ક્યારે શરૂ કરવામાં આવે, તેને જોતા રાજ્ય સરકારોએ પોતાના રાજ્યની સ્થિતિ પ્રમાણે નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, આસામ સહિત તમામ રાજ્યોએ 15 ઓક્ટોબરથી શાળાઓ ખોલવાની તૈયારી કરી છે. તેને લઈને એસઓપી પહેલા જારી કરવામાં આવી છે. તેમાં કોવિડ સાથે જોડાયેલી સાવધાનીઓ વિશે જણાવવામાં આવ્યું છે. હવે શિક્ષા મંત્રાલયે તેને લઈને ગાઇડલાઇન જારી કરી છે.
સરકારે 15 ઓક્ટોબરથી શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે. આ છૂટ નોન-કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવનાર વિસ્તાર માટે છે. રાજ્યો માટે આ ખુલી છૂટ છે કે તે પોતાના પ્રમાણે નક્કી કરે કે શાળાઓ ક્યારે શરૂ કરવામાં આવે, તેને જોતા રાજ્ય સરકારોએ પોતાના રાજ્યની સ્થિતિ પ્રમાણે નિર્ણય કર્યો છે.
શિક્ષા મંત્રાલય અનુસાર શાળા ખોલવાનો નિર્ણય સ્કૂલ મેનેજમેન્ટ સાથએ વાતચીત બાદ લેવામાં આવશે. આ સિવાય ઓનલાઇન/ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશનને પ્રોત્સાહિત કરવામાં આવશે.
જો વિદ્યાર્થીઓ શાળાની જગ્યાએ ઓનલાઇન ક્લાસ પસંદ કરે છે તો તેમ કરવાની મંજૂરી આપવામાં આવે. એટલું જ નહીં બધા વિદ્યાર્થીઓ વાલીઓની લેખિત મંજૂરીથી શાળાએ જઈ શકે છે. આ સિવાય વિદ્યાર્થીની હાજરીને લઈને કોઈ દબાણ કરવામાં આવશે નહીં.
સરહદ પર તણાવ વચ્ચે 17 નવેમ્બરે બ્રિક્સ સંમેલનમાં આમને-સામને હશે PM મોદી અને શી જિનપિંગ
હાયર એજ્યુકેશનમાં માત્ર રિસર્ચ સ્કોલર્સ (Ph.D) અને પીજીના વિદ્યાર્થીઓ જેને લેબમાં કામ કરવું પડે છે, તેના માટે સંસ્થાઓ ખોલવામાં આવશે. તેમાં પણ કેન્દ્રથી એફિલેટેક સંસ્થાઓમાં, હેડની મંજૂરી જરૂરી હશે.
સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શિક્ષા વિભાગની SOPના આધાર પર રાજ્યોએ પોતાની SOP તૈયાર કરવી પડશે. રાજ્યોની વિશ્વવિદ્યાલય કે ખાનગી વિશ્વવિદ્યાલય, પોતાની સ્થાનીક ગાઇડલાઇન પ્રમાણે ખુલશે.
વિદ્યાર્થીઓ આનંદો ! કોર્સમાં 70 ટકા જેટલો કાપ મુકાયો, 21 મેથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે
બાળકોની સેફ્ટી માટે આ નિયમ
સૌથી પહેલા 10-12 ધોરણના ક્લાસ ચાલશે. એક ક્લાસમાં માત્ર 12 બાળકો બેસી શકે છે. મહત્વનું છે કે કોરોના સંકટને કારણે માર્ચથી શાળાઓ બંધ છે. હવે વાલીઓની મંજૂરીથી બાળકોને બોલાવવામાં આવશે. નવી ગાઇડલાઇન અનુસાર બાળકોને શાળાએ લઈ જવાની જવાબદારી વાલીઓની હશે.
સરકારના નવા નિયમ પ્રમાણે દરેક વર્ગના બાળકોને સપ્તાહમાં બેથી ત્રણ દિવસ બોલાવવામાં આવશે. ક્લાસરૂપમમાં બાળકો માટે માસ્ક અને સેનેટાઇઝર જરૂરી કરવામાં આવ્યું છે. બાળકોની હેલ્થને ધ્યાનમાં રાખતા તેના માટે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું જરૂરી કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube