સરહદ પર તણાવ વચ્ચે 17 નવેમ્બરે બ્રિક્સ સંમેલનમાં આમને-સામને હશે PM મોદી અને શી જિનપિંગ

Brics summit 2020: કોરોના કાળ દરમિયાન 12મું બ્રિક્સ શિખર સંમેલન આ વખતે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યું છે. તેનું આયોજન આગામી 17 નવેમ્બરે કરવામાં આવશે.   

Updated By: Oct 5, 2020, 07:45 PM IST
સરહદ પર તણાવ વચ્ચે 17 નવેમ્બરે બ્રિક્સ સંમેલનમાં આમને-સામને હશે PM મોદી અને શી જિનપિંગ

નવી દિલ્હીઃ સરહદ પર જારી તણાવ વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે આગામી મહિને મુલાકાત થશે. કોવિડ કાળમાં આ મુલાકાત વર્ચ્યુઅલ હશે. સત્રો અનુસાર બંન્ને દેશના પ્રમુખ 17 નવેમ્બરે બ્રિક્સ સમિટમાં મળી શકે છે. સોમવારે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ 20-21 નવેમ્બરે જી-20 સમિટમાં બંન્ને દેશોના વડાઓ આમને-સામને હશે, જેનું આયોજન સાઉદી અરબ કરી રહ્યું છે. તે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. ત્યારબાદ વધુ એક મુલાકાત એસસીઓ સમિટમાં પણ બંન્ને દેશના પ્રમુખ આમને-સામને આવી શકે છે. તે પણ વર્ચ્યુઅલ યોજાઇ તેવી સંભાવના છે. 

વિદેશ મંત્રાલયના અધિકારીઓ અનુસાર આ અલગ-અલગ દેશોનું સંગઠન છે અને આવી સમિટમાં બે પક્ષીય વાતચીત થવાની આશા ઓછી છે. પરંતુ બંન્ને દેશના પ્રમુખ એક કાર્યક્રમમાં રહેવાથી એક મોટો સંદેશ જઈ શકે છે અને પીએમ મોદી ઇશારામાં મંચ પરથી ચીનને પણ સંદેશ આપી શકે છે. પીએમ મોદી અત્યાર સુધી કૂટનીતિક સ્તર પર ચીનને કડક સંદેશ આપતા રહ્યાં છે અને તમામ મંચથી તેની વિસ્તારવાદી નીતિઓ પર આક્રમક પ્રહાર કરતા રહ્યાં છે. આ પહેલા બંન્ને દેશોના તણાવ વચ્ચે રક્ષામંત્રી અને વિદેશ મંત્રીઓની મુલાકાત થઈ ચુકી છે. 

કૂટનીતિક સ્તર પર થઈ શકે છે વાતચીત
આ વચ્ચે સૂત્રો અનુસાર ભારત અને ચીન વચ્ચે ઉચ્ચસ્તરીય કૂટનીતિક સ્તર પર વધુ એક વાતચીત થઈ શકે છે. જુલાઈમાં તણાવ બાદ એનએસએ અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે વાતચીત થઈ હતી. તે વાતચીતમાં તણાવને ઓછો કરવા માટે સહમતિ બની હતી ત્યારબાદ બંન્ને દેશો વચ્ચે તણાવ ઘટ્યો પરંતુ વિવાદ યથાવત છે. 

ટ્રેક્ટર પર સોફા, કુર્તો મલમલનો.... કેન્દ્રીય મંત્રીનો રાહુલ ગાંધી પર કટાક્ષ- આ પ્રદર્શન છે કે ટૂરિઝમ

વાતચીતથી કાઢી શકાય છે રસ્તો
સૂત્રો અનુસાર બંન્ને દેશ શિયાળો શરૂ થતાં પહેલા આ સ્તરની વાતચીતનો એક રસ્તો શોધી રહ્યાં છે. અત્યાર સુધી કમાન્ડર સ્તરની વાતચીત કે બીજા કૂટનીતિક સ્તરની વાતચીતમાં કોઈ હલ નિકળી શક્યો નથી. સૂત્રો અનુસાર 12 ઓક્ટોબરે બંન્ને દેશોની નક્કી વાર્તા બાદ તેની સંભાવના શોધવામાં આવશે. જો હાલની સ્થિતિમાં ફેરફાર ન થયો તો શિયાળામાં એલએસી પર બંન્ને દેશોની સેનાઓએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube