નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે નવા વર્ષમાં રાહત ભર્યા સમાચાર આવ્યા છે. દુનિયાના અનેક દેશોમાં કોરોના રસી લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. મહત્વના સમાચાર એ આવ્યા છે કે એકદમ અસલ કોરોના વાયરસ જેવા પાર્ટીકલની શોધ કરી લેવાઈ છે. ભારતમાં સ્વદેશી કોરોના રસીના ઉપયોગની મંજૂરી મળી જવાની તૈયારી છે સાથે સાથે એ પણ નક્કી છે કે આવનારા સમયમાં દુનિયાભરમાં વેચાનારી કુલ કોરોના રસીનું 60 ટકા ઉત્પાદન ભારતમાં જ થશે. ઈન્ડિયન ફાર્મા કંપનીઓ કોરોના સામે લડવા માટે અનેક સસ્તી રસી લાવવાની છે. જેમાં એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ ખુબ કારગર રસી માનવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાને જીવલેણ કોરોનાની ભેટ આપનાર ચીન પોતે નવા વર્ષે મોટી મુશ્કેલીમાં મુકાયું


2020નો જીવલેણ 'લાલ' કોરોના Vs 2021નો રક્ષક 'લીલો' કોરોના
નવું વર્ષ 2021 આવતા જ વૈજ્ઞાનિકોએ ખુબ જ રાહતના સમાચાર આપ્યા છે. દૈનિક ભાસ્કરમાં છપાયેલા એક અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ કોરોનાનો કાળ શોધી લીધો છે. જે દેખાવમાં બિલકુલ કોરોના જેવો છે, જેનો રંગ લીલો છે. તેને સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાયરસ-2 (Severe Acute Respiratory Syndrome Coronavirus-2) એટલે કે SARS-CoV-2 નામ અપાયું છે. કહેવાય છે કે વર્ષ 2020માં દુનિયાને ગોથે ચડાવી દેનારા આ લાલ વાયરસના ખાત્માનો સમય આવી ગયો છે. 


Donald Trump એ નવા વર્ષે  ભારતીયોને આપ્યો આંચકો, Work Visa પર લીધો મોટો નિર્ણય


SARS-CoV-2 થી બની રહી છે કોરોના રસી
વૈજ્ઞાનિકોએ આ વાયરસ લાઈક પાર્ટીકલ (VLP)ની તસવીરો 3ડી ટેક્નોલોજીથી તૈયાર કરી છે. જેને માનવ શરીરનુ નવું રક્ષા કવચ માનવામાં આવી રહ્યું છે. તેની ચારેબાજુ કોરોના વાયરસની જેમ સ્પાઈક્સ છે. પરંતુ તે માણસો માટે જીવલેણ સાબિત થવાની જગ્યાએ તેમનો જીવ બચાવે છે. એટલે કે આ કોરોનાનો હુબહુ  SARS-CoV-2 અસલવાળા કોવિડ-19 વાયરસને ખતમ કરે છે. આ પાર્ટિકલ્સથી દુનિયાભરમાં કોરોનાની અનેક રસી તૈયાર થઈ રહી છે. જેમાં અનેક રસીના ક્લિનિકલ ટ્રાયલ ચાલે છે. આ પાર્ટિકલ્સથી દુનિયાભરમાં કોરોનાની અનેક રસી તૈયાર થઈ રહી છે. જેમાંથી કેટલીક રસીના ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે. 


મહિલાએ જે પંચાયત ઓફિસમાં 10 વર્ષ ઝાડું પોતા કર્યા ત્યાં જ હવે અધ્યક્ષ પદ શોભાવશે


VLP તૈયાર કરવા પાછળની થીયરી
આ નવા પાર્ટિકલ એટલે કે VLP ને તૈયાર કરવાનું કારણ એ છે કે જ્યારે VLP માનવ શરીરમાં પહોંચશે તો આપણા શરીરને એમ લાગશે કે કોરોના વાયરસ આવી ગયો છે. ત્યારે તે વાયરસને મારવા માટે પોતાનું રોગપ્રતિકારક તંત્ર સંક્રિય કરી નાખશે. એટલે કે હ્યુમન બોડીમાં કોરોના વિરુદ્ધ પહેલેથી એન્ટીબોડી બનવાની શરૂ થઈ જશે. જેના સક્રિય રહેવાના એટલે કે શરીરમાં જળવાઈ રહેવાની સમયમર્યાદા અનેક મહીનાઓ સુધી કે કેટલાક વર્ષો સુધી યથાવત રહેશે. ફંડા એવો છે કે જ્યારે પણ શરીરનો સામનો અસલ કોરોના વાયરસ સામે થશે તો શરીરમાં પહેલેથી જ તૈયાર એન્ટીબોડી તેને મારી દેશે. 


બીજી ટેક્નોલોજીથી બનનારી અનેક રસીની જેમ આ પાર્ટિકલથી બનેલી રસીથી કોરોના થવાનું જોખમ કે ડર જરાય નથી. કારણ કે તેમા કોઈ વાયરસનો જીવ, એટલે કે જેનેટિક મટિરિયલ છે જ નહીં. એટલે કે આ પાર્ટિકલ્સ કોરોના વાયરસની જેમ પોતાની સંખ્યા વધારી શકે નહીં. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube