Donald Trump એ નવા વર્ષે ભારતીયોને આપ્યો આંચકો, Work Visa પર લીધો મોટો નિર્ણય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષના અવસરે ભારતીયો સહિત તમામ અપ્રવાસી કામદારોને મોટો આંચકો આપ્યો છે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) નવા વર્ષના અવસરે ભારતીયો સહિત તમામ અપ્રવાસી કામદારોને મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પે વર્ક વિઝા પર પહેલેથી લાગેલા પ્રતિબંધોને ત્રણ મહિના માટે આગળ વધાર્યા છે. હવે આ પ્રતિબંધ 31 માર્ચ 2021 સુધી રહેશે. ટ્રમ્પે ગુરુારે જે એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા તેમાં કોરોના વાયરસ મહામારીના કારણે વર્ક વિઝા સંબંધિત પ્રતિબંધોને વધારવાનો ઉલ્લેખ છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંને વ્હાઈટ હાઉસમાંથી જતા જતા અમેરિકનોને આકર્ષવાની અંતિમ કોશિશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ કારણોનો આપ્યો હવાલો
ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે કહ્યું કે અમેરિકાના શ્રમ બજાર અને અમેરિકી સમુદાયોના સ્વાસ્થ્ય પર કોરોનાનો પ્રભાવ ચિંતાનો વિષય છે. તેમણે બેરોજગારીનો દર, રાજ્યો દ્વારા વ્યવસાયો પર લાગુ પ્રતિબંધ, અને કોરોના સંક્રમણના વધવાનો હવાલો આપતા કહ્યું કે બધી વાતો ધ્યાનમાં રાખીને અપ્રવાસીઓ એટલે કે ઈમીગ્રન્ટ્સને મળનારા વર્ક વિઝા પર હાલ રાહત આપી શકાય નહીં. વર્ક વિઝા પર લાગેલો પ્રતિબંધ 31 માર્ચ સુધી પ્રભાવી રહેશે.
છેલ્લી ઘડીએ લીધો નિર્ણય
ટ્રમ્પ પ્રશાસને પહેલીવાર વર્ક વિઝા પર પ્રતિબંધ એપ્રિલથી જૂન સુધી લગાવ્યો હતો. ત્યારબાદ જૂનમાં તેને વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવ્યો. હવે જ્યારે અપ્રવાસીઓને પ્રતિબંધો દૂર થવાની આશા હતી ત્યારે ટ્રમ્પે ફરીથી તેમને મોટો આંચકો આપી દીધો અને ત્રણ મહિના પ્રતિબંધ લંબાવ્યો. કહેવાય છે કે ટ્રમ્પે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે આમ કરવાથી અમેરિકી નાગરિકોને વધુમાં વધુ નોકરીઓ અને તકો મળે. રાષ્ટ્રપતિના આ પગલાંથી ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓને પણ મુશ્કેલી પડશે. તેમણે હવે માર્ચ મહિના સુધી રાહ જોવી પડશે.
જોબ માટે જોવી પડશે રાહ
ત્રણ મહિના પ્રતિબંધ લંબાવવાનો અર્થ એ થયો કે અસ્થાયી રીતે રોજગારીની શોધમાં અમેરિકા જતા લોકોએ હવે માર્ચ મહિના સુધી રાહ જોવી પડશે. અમેરિકી સરકારના આ નિર્ણયનો પ્રભાવ H-1B વિઝા ઉપર પણ પડશે. જે ટેક્નોલોજી ક્ષેત્રના લોકો વચ્ચે ખુબ લોકપ્રિય છે. આ ઉપરાંત J-1 વિઝા, જે સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે અપાય છે, H-1B અને H-2 બી ધારકોના જીવનસાથીના વિઝા, અને કંપનીઓ માટે એલ વિઝા જે અમેરિકામાં કર્મચારીઓને ટ્રાન્સફર કરવા માટે આપવામાં આવે છે તેને પણ હાલ પૂરતા સ્થગિત કરાયા છે. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં જ કહ્યું હતું કે મહામારીના કારણે અમેરિકામાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે. આથી અમે એ દરેક નિર્ણય લઈશું જે અમેરિકા અને અમેરિકનોના હિતમાં હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે