Saturn Transit in Aquarius 2023 effect: દંડ અને ન્યાયના સ્વામી શનિ દેવ વર્ષ 2023 ની શરૂઆતથી જ કેટલીક રાશિવાળાના જીવનમાં ખૂબ જ ઉથલ પાથલ મચાવવા જઇ રહ્યા છે. જોકે 17 જાન્યુઆરી 2023 ના રોજ શનિ ગ્રહ મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિનું ગોચર થતાં જ કેટલીક રાશિઓ પર શનિની સાડા સાડી પનોતી શરૂ થઇ જશે અને કેટલી રાશિઓ પરથી શનિની સાડા સાતી દૂર થશે. તેનાથી આ તમામ રાશિવાળા જાતકોના જીવનમાં ખાસ ફેરફાર આવશે. આવો જાણીએ શનિ ગોચરની કઇ રાશિઓ પર શું અસર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ ગોચરની આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર

રાશિફળ 12 નવેમ્બર: આ રાશિઓની તરફેણમાં રહેશે આજનો દિવસ, તમામ સમસ્યાઓનો આવશે અંત


મિથુન: 
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર 17 જાન્યુઆરી 2023 ના રોજ શનિ ગોચર થતાં જ મિથુન રાશિવાળા જાતકોને શનિની પનોતીમાંથી મુક્તિ મળી જશે. તેનાથી જાતકોના બગડેલા કામ બનવા લાગશે શનિના કારણે મળી રહેલા કષ્ટ દૂર થશે. 


તુલા:
17 જાન્યુઆરી 2023 થી તુલા રાશિવાળાને પણ પનોતીમાંથી મુક્તિ મળશે. આ જાતકોને જૂની બિમારીઓમાં રાહત મળશે. પ્રગતિ થશે, આવક વધશે. 


ધન
17 જાન્યુઆરી 2023 થી શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતાં જ ધન રાશિવાળાને સાડાસાતીમાંથી મુક્તિ મળી જશે. ધન રાશિ પર સાડા સાતીના અંતિમ તબક્કામાં ચાલી રહી છે. જતાં જતાં શનિ મોટી રાહત આપીને જશે. 


કુંભ:
શનિ વર્ષ 2023 ની શરૂઆતમાં કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનાથી આ રાશિ પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે. જોકે એકદમ કષ્ટકારી રહેશે. શારીરિક, માનસિક સમસ્યા થઇ શકે છે. ધનને હાનિ થઇ શકે છે. 

સવારે કરવામાં આવેલો ગાયનો આ ઉપાય ચમકાવી દેશે કિસ્મત, જીંદગીમાં સતાવશે નહી કોઇ દુખ


મીન:
મીન રાશિ પર પણ સાડા સાતીનો સાયો રહેશે. આ રાશિ પર 17 એપ્રિલ 2030 સુધી સાડા સાતી રહેશે. જોકે સાડાનો પ્રથમ તબક્કો વધુ કષ્ટ દાખક રહેશે નહી. 


મકર:
જ્યોતિષ ગણતરી અનુસાર 2023 થી મકર રાશિ પર પણ સાડા સાતી રહેશે. આ રાશિ પર 29 માર્ચ 2025 સુધી સાડા સાતી રહેશે.


સાડા સાતી અને પનોતીના ઉપાય
સાડા સાતી અને પનોતીની અશુભ અસરથી બચવા માટે શનિ દેવને પ્રસન્ન કરવાના ઉપાય કરો. તેના માટે શનિનું દાન, શનિના મંત્રોનો જાપ, શનિ ચાલીસાના પાઠ કરવા ખૂબ લાભ આપશે.  


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી)


(અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube