યશ કંસારા, અમદાવાદઃ ફૂલન દેવીના હત્યારાને શોધવામાં પોલીસને પરસેવો છૂટી ગયો. ત્યારે સામે ચાલીને પત્રકાર પરિષદ કરીને તેના હત્યારા શેરસિંહ રાણાએ કબુલાત કરીકે, તેણે જ ફૂલન દેવીની હત્યા કરી છે. આ એજ શેરસિંહ રાણા છે, જે ખુફિયા રીતે ખોટા પાસપોર્ટ ના આધારે નેપાળ થઈને ત્યાંથી દુબઈ પહોંચ્યો હતો. ત્યાર બાદ શેરસિંહ રાણાએ દુબઈમાં જઈને ત્યાંથી પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓ ભારત લઈને આવ્યો હતો. આ ઘટના બાદ તે રાતોરાત ચર્ચામાં આવી ગયો હતો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bandit Queen: 48 ગુનામાં સંડોવાયેલી Phoolan Devi કેવી રીતે બની લોકસભાની સાંસદ? જાણી રોચક કહાની

25 જુલાઈ 2001ના રોજ એક તરફ લોકસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું. અને બપોરના 1:30 વાગ્યા આસપાસ ફૂલન દેવી પોતાના દિલ્લીના ઘરે લંચ બ્રેકમાં જમવા માટે આવી હતી. તે સમયે તેની ઘરની બહાર એક કાર ઉભી હતી. જેમાંથી 3 બુકાનધારીઓ ઉતર્યા અને ફૂલન દેવી પર ફાયરિંગ કર્યું. જેમાં, ફૂલન દેવીને માથામાં, છાતીના ભાગે અને ખભાના ગોળી વાગી હતી. સાથે જ ફૂલન દેવીના સુરક્ષા કર્મીને પણ ગોળી વાગી હતી. ઘટના બાદ ફૂલન દેવીને નજીકની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં, ફૂલનને મૃત ઘોષિત કરવામાં આવી હતી. ફૂલનની હત્યા કરનાર શેર સિંહ રાણાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ભલે શેર સિંહ રાણાને ફૂલન દેવીનો હત્યારો હતો. પણ તે પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થયો. તો ચાલો જાણીએ કોણ હતો શેર સિંહ રાણા અને શું છે તેનું કારણ ફૂલન દેવીની હત્યા કરવા પાછળનું.

ફૂલન દેવીનો હત્યારો ખુદ આવ્યો પોલીસ સામેઃ
ફૂલન દેવીની હત્યા બાદ પોલીસે તેના હત્યારાઓને શોધાવામાં લાગી પડી હતી. પરંતુ, પોલીસ સામે ફૂલન દેવીના હત્યારાને પકડવાનું ચેલેન્જ ખૂબ જ મોટું હતું. કેમ કે ફૂલન દેવીના દુશમનો ઘણા હતા. પોલીસ ચંબલના જંગલમાં ફૂલન દેવીના હત્યારાઓને શોધે કે પછી બેહમાઈમાં શોધે. હત્યાના 2 દિવસ બાદ પણ પોલીસને કોઈ સફળતા નહીં મળી. પોલીસે ચંબલના જંગલના એંગલની તપાસ કરી, બેહમાઈ કાંડના એંગલથી તપાસ કરી, તેને ધમકીઓ મળી હતી, તે એંગલ પરથી પણ તપાસ કરી પણ પોલીસને કોઈ સફળતા હાથ ન લાગી. ત્યારબાદ, 27 જુલાઈ 2001ના રોજ એટલે કે ફૂલન દેવીની હત્યાના 2 દિવસ બાદ રુરકીના એક યુવકે દેહરાદુનમાં મીડિયા બોલાવી અને મીડિયા સમક્ષ કિધું કે, મારૂ નામ શેર સિંહ રાણા છે અને મેં ફૂલન દેવીની હત્યા કરી છે. ત્યારબાદ, હંગામો મચે છે અને શેર સિંહ રાણા દેહરાદુન પોલીસ સામે સમર્પણ કરે છે. ત્યાંથી, તેને દિલ્લી પોલીસના હવાલે કરવામાં આવે છે.

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

આ હતું ફૂલન દેવીની હત્યાનું કારણઃ
દિલ્લી પોલીસ શેર સિંહ રાણાને દિલ્લી લાવી અને તપાસ અર્થે તેની પુછપરછ કરવા લાગી. પોલીસ પુછપરછમાં શેર સિંહ રાણાએ કબૂલાત કરી કે તેણે જ ફૂલન દેવીની હત્યા કરી હતી. અને હત્યા પાછળનું કારણ શેરસિંહ રાણાએ બહેમાઈ કાંડને ગણાવ્યું. બહેમાઈમાં ફૂલન દેવીએ કરેલી 22 ઠાકુરોની હત્યાનો બદલો લેવા શેર સિંહ રાણાએ ફૂલનનો જીવ લીધો હતો. શેર સિંહ રાણાએ ફૂલન દેવીને પહેલાં પણ મારવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો હતો. જ્યારે, ફૂલનની હત્યા કરવા માટે તેણે બેંકમાં લૂંટ કરી હતી. જેથી તે બંદુક ખરીદી શકે અને ફૂલનની હત્યા કરી શકે. શેર સિંહ રાણાએ જે દિવસે ફૂલનની હત્યા કરી હતી. તે સવારે શેર સિંહ રાણાએ ફૂલન દેવીની મુલાકાત લીધી હતી. ફૂલન દેવી એકલવ્ય ગૃપ ચલાવતી હતી. જે ગૃપ જરૂરિયાતમંદોની સેવા કરતી હતી. 25 જુલાઈની સવારે શેરસિંહ રાણા પણ ફૂલન દેવીને એકલવ્ય ગૃપમાં જોડાવવા માંગતો હોય તેવા હેતુથી જ મળવા ગયો હતો. જ્યાં, ફૂલન દેવીએ શેરસિંહ રાણાને ખીર પણ ખવડાવી હતી. જોકે, તે જ દિવસે બપોરે શેરસિંહ રાણાએ ફૂલન દેવીને મોતના ઘાટ ઉતારી હતી.

Kavita Bhabhi ના ફોટા જોવામાં પતી જાય છે ડેટા પેક! 'ભાભી'ની જવાની જોવા ડોસાઓ પણ કરે છે ઉજાગરો

શેરસિંહ રાણાએ આપ્યો પોલીસને ચેલેન્જઃ
શેર સિંહ રાણા સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે, તે તિહાડ જેલમાં જ્યુડ્શિયલ કસ્ટડીમાં હતો. દરમિયાન તેનું કોર્ટ આવવાનું થતું રહેતું. ત્યારે, એક દિવસે શેરસિંહ રાણાએ એલાન કર્યું કે હું લાંબા સમય સુધી તિહાડ જેલમાં બંધ નહિ રહું. અને હકિકતમાં થાય પણ એવું જ. 17 ફેબ્રુઆરી 2004ની સવારે શેર સિંહ રાણા જબરદસ્ત પ્લાનિંગ સાથે જેલમાંથી ભાગે છે. તે દિવસે સવારે 6:45 વાગ્યે એક પોલીસ જવાન તિહાડ જેલ પહોંચે છે. જ્યાં, તે જેલના ગાર્ડને એક સરકારી લેટર આપે છે. જેમાં, લખેલું હોય છે કે, શેરસિંહ રાણાની હરિદ્વાર કોર્ટમાં હાજરી છે. એટલે તેને લેવા માટે પોલીસ જવાન આવ્યો છે. તિહાડ જેલના ગાર્ડસે પણ આ લેટર પર વિશ્વાસ રાખ્યો અને શેર સિંહ રાણાને આવેલા પોલીસ જવાન સાથે જવા માટે મંજુરી આપી હતી. 6:45 જેલમાં આવેલો પોલીસ જવાન 7:05 વાગ્યે શેરસિંહ રાણા સાથે રવાના થાય છે. આ ઘટનાના એક કલાક બાદ જેલના ઉચ્ચ અધિકારીઓને આ વાતની જાણ થાય છે અને તેઓ સમગ્ર વાતની તપાસ કરે છે. તેમાં જેલના અધિકારીઓને જાણવા મળે છે કે, શેર સિંહ સામે આવો કોઈ કેસ છે જ નહીં. જેથી પોલીસને ખ્યાલ આવે છે શેર સિંહ રાણા જેલમાંથી ફરાર થયો છે.

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

શેરસિંહ રાણા પહોંચ્યો અફઘાનિસ્તાનઃ  
આ ઘટના બાદ તિહાડ જેલના કેટલાક કર્મીઓને સસ્પેંડ કરવામાં આવ્યા. સાથે જ શેરસિંહ રાણાને શોધવા માટે દિલ્લી પોલીસ તલ પાપડ થઈ રહી હતી. પોલીસે અનેક જગ્યા પર તપાસ કરી પણ શેર સિંહ રાણા હાથ ના લાગ્યો. દિલ્લી પોલીસે શેર સિંહ રાણાના નામે 50 હજાર રૂપિયાનું ઈનામ પણ મુક્યું હતું. ઘણા સમય બાદ 2005માં મીડિયાના લોકોને શેર સિંહ રાણાએ  સંપર્ક કર્યો હતો અને તેમને કોઈ સીડી પણ મોકલી હતી. ખરેખરમાં વાત એવી હતી કે, દિલ્લી પોલીસ શેર સિંહ રાણાને ભારતમાં શોધી રહી હતી પણ રાણા ડુપ્લીકેટ પાસપોર્ટથી નેપાળથી દુબઈ ગયો હતો અને ત્યાંથી અફઘાનિસ્તાનના ગઝની શહેરમાં પહોંચ્યો હતો.

શેરસિંહ રાણા પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિ લાવ્યો હોવાની ચર્ચાઃ  
અફઘાનિસ્તાનના ગઝની શહેરમાં પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ આવેલી હોવાની વાત છે. અને શેર સિંહ રાણા ત્યાં જ ગયો હતો. શેર સિંહ રાણાએ મીડિયાને મોકલેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, પૃથ્વીરાજ ચૌહાણની જે સમાધિ છે, તે મોહમદ ઘોરીની સમાધિના પગ પાસે છે. ત્યાંના લોકો પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ પર ચપ્પલ મારે છે. જે વાતનું તેને દુખ લાગતા તે અફઘાનિસ્તાન અસ્થિ લેવા માટે પહોંચ્યો હતો. એટલા જ માટે તે તિહાડ જેલમાંથી પણ ભાગ્યો હતો. આ વીડિયો હાલ તમને યુટ્યુબ પર પણ જોવા મળશે.

સિંહ પાસેથી લઈ વાઘને કેમ અપી દેવાયો રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો? જાણો Tiger ને કેવી રીતે મળ્યો વિશેષ દરજ્જો

પૃથ્વીરાજ ચૌહાણનું બનાવ્યું મંદિરઃ
ભારત પરત આવ્યા બાદ શેર સિંહ રાણાએ પોતાની માતાની મદદથી ગાઝિયાબાદના પિલખુઆમાં પૃથ્વીરાજ ચૌહાણનું મંદિર બનાવડાવ્યું. અને પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓને ત્યાં સુરક્ષિત રાખી. જોકે, આ વાત કેટલી હકિકત છે તે વાતની પુષ્ટી અમે નથી કરતા કેમ કે સરકાર આ વાતની પુષ્ટી નથી કરતું.


2006માં શેર સિંહ રાણાની પોલીસે કલકતાથી બાતમીના આધારે ધરપકડ કરી. જે બાદ તેની સામે કોર્ટમાં કેસ ચાલ્યો. 2012માં કોર્ટે શેર સિંહ રાણાને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માટે પરવાનગી આપી. જ્યારે, 2016માં દિલ્લી કોર્ટે શેર સિંહ રાણાને જામીન પર મુક્ત કર્યો હતો. ત્યારબાદ, 2018માં મધ્ય પ્રદેશના છત્તરપુરવા પુર્વ ધારાસભ્ય રાણા પ્રતાપ સિંહની પુત્રી પ્રતિમા સિંહ સાથે લગ્ન કર્યા હતા. 2019માં શેર સિંહ રાણાએ પોતાની રાજકીય પાર્ટી રાષ્ટ્રવાદી જનલોક પાર્ટી બનાવી હતી (RJP) અને હાલમાં આ પાર્ટી 2022ના ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયાર પણ કરી રહી છે. 

ભારતમાં અહીં છુપાયેલો છે ખુફિયા ખજાનો! અહીં પહોંચતા જ રાતોરાત બની જશો અબજોપતિ!

દાઉદના ભાઈને જેણે જાહેરમાં માર્યો, મુંબઈમાં હતો જેનો દબદબો...જાણો ભારતના પહેલાં એન્કાઉન્ટરની કહાની..!

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube