નવી દિલ્હી: દેશમાં જલદી કોરોના (Corona Vaccine) રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે. તે પહેલા જ નેતાઓના નિવેદનો સતત ચાલુ છે. હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chohan) આજે કહ્યું કે તેમણે નક્કી કર્યું છે કે તેઓ હાલ કોરોનાની રસી મૂકાવશે નહીં. તેમણે કહ્યું કે પહેલા જે ગ્રુપને નક્કી કરાયા છે તેમને રસી મૂકવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું યુદ્ધની તૈયારી કરી રહ્યું છે China? LAC પર ભારત-ચીન વિવાદ પર આવ્યા મોટા સમાચાર


મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 'કોરોના રસી અંગે તૈયારીઓ ચાલુ છે. મેં નક્કી કર્યું છે કે રસી હું હાલ મૂકાવીશ નહીં. પહેલા બાકીના લોકોને રસી મૂકાય અને ત્યારબાદ મારો નંબર આવે. જેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમને રસી મૂકાઈ જાય પછી મારો નંબર આવે.'


અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ અંગે કેટલીક પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. જે મુજબ કોરોના રસીને શરૂઆતમાં હેલ્થ વર્કર, પછી ફ્રન્ટલાઈન વર્કર, 50થી વધુ ઉંમરવાળા લોકો અને ગંભીર બીમારીવાળા લોકોને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર પ્રાથમિકતા મુજબ શરૂઆતમાં 30 કરોડ લોકોને રસી લગાવવાની વાત કરી રહી છે. 


Corona Vaccine પર રાજકારણ: કોંગ્રેસ નેતાએ કહ્યું- 'પહેલા PM મોદી અને ભાજપના નેતા મૂકાવે રસી'


તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના મુખિયા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ જાહેરાત કરી હતી કે તેઓ રસી મૂકાવશે નહીં. જો કે તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપની રસી નહીં મૂકાવે, તેમને તેના પર ભરોસો નથી. જ્યારે તેમની સરકાર આવશે ત્યારે તેઓ તમામને રસી મફતમાં લગાવી આપશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube