શું યુદ્ધની તૈયારી કરી રહ્યું છે China? LAC પર ભારત-ચીન વિવાદ પર આવ્યા મોટા સમાચાર

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચીન (China)નું નવું ષડયંત્ર સામે આવ્યું છે. ચીને ભારતીય ચોકીઓની સામે ટેન્ક તૈનાત કર્યા છે.

શું યુદ્ધની તૈયારી કરી રહ્યું છે China? LAC પર ભારત-ચીન વિવાદ પર આવ્યા મોટા સમાચાર

લદાખ: ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચીન (China)નું નવું ષડયંત્ર સામે આવ્યું છે. ચીને ભારતીય ચોકીઓની સામે ટેન્ક તૈનાત કર્યા છે. અત્રે જણાવવાનું કે ભારત અને ચીન વચ્ચે એલએસી પર છેલ્લા 8 મહિનાથી વિવાદ ચાલુ છે. 

ચીને તૈનાત કરી 30-35 ટેન્ક
ચીને LAC પર રેજાંગ લા, રેચિન લા, અને મુખોસરી પર ટેન્ક તૈનાત કર્યા છે. Zee News પાસે ચીનની ટેન્કનો એક્સક્લુઝિવ વીડિયો પણ છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છ ેકે ચીને સરહદ પર ભારતીય ચોકીઓ સામે 30-35 હળવા અને આધુનિક ટેન્કોની તૈનાતી કરી છે. 

જુઓ એક્સક્લુઝિવ VIDEO

ભારતીય ટેન્કો 17000 ફૂટની ઊંચાઈ પર તૈનાત
ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પૂરેપૂરી તૈયારી કરી છે અને પહેલીવાર 17000 ફૂટની ઊંચાઈ પર ટેન્ક તૈનાત કર્યા છે. પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે ભારતે આટલી ઊંચી પહાડી પર ટેન્ક તૈનાત કર્યા છે. પૂર્વ લદાખના રેજાંગ લા, રેચિન લા અને મુખોપરીની પહાડીઓ પર આ ટેન્કોને તૈનાત કરી છે. 

PHOTOS: 'કાગળના એક ટુકડો' બન્યું મોતનું કારણ? મહિલા ડોક્ટરે પહેલા પુત્રનો જીવ લીધો, પછી કરી આત્મહત્યા

8 મહિનાથી સરહદે તણાવ
અત્રે જણવવાનું કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિવાદ ગત વર્ષ મે મહિનામાં શરૂ થયો હતો. જ્યારે ચીને લદાખના અક્સાઈ ચીનની ગલવાન ઘાટીમાં ભારત તરફથી સડક નિર્માણને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી. 5 મેના રોજ ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થયા બાદ સૈન્ય ગતિરોધ પેદા થયો હતો. ત્યારબાદ ચીની સૈનિક 9 મેના રોજ સિક્કિમના નાથૂ લામાં પણ ભારતીય સૈનિકો સાથે ભીડી ગયા હતા. જેમાં અનેક સૈનિકોને ઈજા થઈ હતી. 

15 જૂનના રોજ લદાખની ગલવાન ખીણમાં પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા અને ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ગતિરોધનો કોઈ ઉકેલ આવ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news