નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત કેસ (Sushant Singh Rajput Death Case) માં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે. મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. સુપ્રીમે આ સાથે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમના આ આદેશથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને જોરદાર ઝટકો લાગ્યો છે. જો કે એનસીપી નેતા પાર્થ પવારે પોતાના ટ્વિટર એકાઉન્ટરથી ટ્વિટ કરીને સત્યમેવ જયતે લખીને સીબીઆઈ તપાસને યોગ્ય ઠેરવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમનો મહત્વનો ચુકાદો, સુશાંત મોત કેસની તપાસ મુંબઈ પોલીસ નહીં પરંતુ CBI જ કરશે


સુશાંત કેસ: ઉદ્ધવ સરકાર-મુંબઈ પોલીસને SCએ માર્યા ભરપૂર ચાબખા, CBIને કેસ સોંપતી વખતે શું કહ્યું તે જાણો


આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ કહ્યું કે આશા છે કે નક્કી સમયમર્યાદાની અંદર ન્યાય મળશે. કરણી સેના અધ્યક્ષ સુરજ પાલે કહ્યું કે હવે હત્યારાઓને જેલમાં જતા કોઈ રોકી શકશે નહીં. સત્યનો વિજય થશે. ભાજપના નેતા નિતિશ રાણેએ પણ આ મામલે ટ્વિટ કરીને કહ્યું કે બેબી પેંગ્વિન તો ગયો...ઈટ્સ શો ટાઈમ....


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube