સુપ્રીમનો મહત્વનો ચુકાદો, સુશાંત મોત કેસની તપાસ મુંબઈ પોલીસ નહીં પરંતુ CBI જ કરશે

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસની તપાસને લઈને આજે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ જણાવ્યું કે આ કેસની તપાસ CBI કરશે.

સુપ્રીમનો મહત્વનો ચુકાદો, સુશાંત મોત કેસની તપાસ મુંબઈ પોલીસ નહીં પરંતુ CBI જ કરશે

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસની તપાસને લઈને આજે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ જણાવ્યું કે આ કેસની તપાસ CBI કરશે.

— ANI (@ANI) August 19, 2020

અત્રે જણાવવાનું કે બિહાર સરકાર પહેલેથી આ ઘટનામાં નોંધાયેલી FIRની તપાસ સીબીઆઈને સોંપી ચૂકી છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારની દલીલ છે કે મુંબઈ પોલીસ જ આ કેસની તપાસ કરે. જે આ કેસમાં 56 લોકોના નિવેદનો લઈ ચૂકી છે અને આ સમગ્ર મામલો મુંબઈ પોલીસના અધિકાર ક્ષેત્રનો છે કારણ કે ઘટના મુંબઈમાં ઘટી છે. પીડિત અને આરોપી તથા સાક્ષીઓ બધા મુંબઈના છે. 

સુશાંતના પિતાએ FIR પટણામાં નોંધાવી હતી પરંતુ ત્યારબાદ તેઓ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી રહ્યાં છે. આ બાજુ સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબમાં રિયા ચક્રવર્તીએ પણ કહ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ ઈચ્છે તો આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા પર તેને કોઈ આપત્તિ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news