મિદનાપુરઃ પશ્ચિમ બંગાળમાં તૃમમૂલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર શુભેંદુ અધિકારી આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. શુભેંદુ અધિકારીએ હાલમાં તૃમમૂલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ. અધિકારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. તેમની સાથે ઘણા ટીએમસી ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં સામેલ થયા બાદ શુભેંદુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, ટીએમસીમાં લોકતંત્ર રહ્યું નથી. કૈલાશ વિજયવર્ગીય અને અમિત શાહને બહારના ગણાવવામાં આવી રહ્યાં છે. પરંતુ તે જાણી લો કે અમે પહેલા ભારતીય છીએ ત્યારબાદ બંગાળી. 


શુભેંદુ અધિકારીએ કહ્યુ કે, બંગાળને ટીએમસી અને ભ્રષ્ટાચારથી બચાવવુ છે. હું ટીએમસીને ચેતવણી આપવા ઈચ્છુ છું કે જે નથી ઈચ્છતા તે થશે. બંગાળમાં હવે ભાજપની સરકાર બનાવવી પડશે. 


આ પણ વાંચોઃ બંગાળ ચૂંટણીઃ જરૂર પડી તો તમામ મતદાન બૂથોને સંવેદનશીલ જાહેર કરીશુંઃ  EC


65 વિધાનસભા સીટો પર પ્રભાવ
છેલ્લા ઘણા સમયથી શુભેંદુ અધિકારી મુખ્યમંત્રી મમતાન બેનર્જીથી નારાજ ચાલી રહ્યા હતા. ઘણીવાર તેમને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ તેમણે ટીએમસી છોડવાનો નિર્ણય કરી લીધો છે. ટીએમસીમાં શુભેંદુ અધિકારી દિગ્ગજ નેતા હતા. હકીકતમાં બંગાળની 65 વિધાનસભા સીટો પર અધિકારી પરિવારની મજબૂત પક્કડ છે. આ સીટો રાજ્યના છ જિલ્લામાં ફેલાયેલી છે. 


શુભેંદુ અધિકારીના પ્રભાવ વાળી સીટોની સંખ્યા રાજ્યની કુલ 294 સીટોના પાંચમાં ભાગથી વધુ છે. શુભેંદુ અધિકારી પૂર્વી મિદનાપુર જિલ્લાના એક પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા શિશિર અધિકારી 1982મા કાંથી દક્ષિણથી કોંગ્રેસના ધારાસભ્ય હતા, પરંતુ બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના સંસ્થાપક સભ્યોમાંથી એક બની ગયા હતા. 


આ પણ વાંચોઃ બંગાળમાં પરિવર્તનની લહેર, ચૂંટણી આવતાં જ મમતા બેનર્જી રહી જશે એકલા: અમિત શાહ


શુભેંદુ અધિકારી 2009થી કાંથી સીટથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા છે. 2007માં શુભેંદુ અધિકારીએ પૂર્વિ મિદનાપુર જિલ્લાના નંદીગ્રામમાં એક ઈન્ડોનેશિયાઈ રાસાયણીક કંપની વિરુદ્ધ ભૂમિ-અધિગ્રહણ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલને 34 વર્ષથી સત્તામાં રહેલા વામ મોર્ચાને બહાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube