બિહારમાં તેજસ્વી યાદવ ગુમ હોવાનાં પોસ્ટર લાગ્યા, શોધી આપનારને 5100 નું ઇનામ
બિહાર વિધાનસભામાં વિપક્ષનાં નેતા તેજસ્વી પ્રસાદ યાદવનાં રાજ્યની રાજનીતિકમાંથી અચાનક ગુમ થવાનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે. જો કે આરજેડી નેતા અને મહાગઠબંધનનાં સહોયી દળનાં નેતા તેજસ્વી યાદવનો બચાવ કરી રહ્યા છે. જો કે બિહારની રાજનીતિમાં ઝડપથી આ સવાલ ઉઠી રહ્યો છે. બીજી તરફ તેજસ્વી ગુમ થઇ ગયા હોવાનાં પોસ્ટર પણ રાજધાની સહિતનાં વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યા છે.
મુજફ્ફરપુર : બિહાર વિધાનસભામાં વિપક્ષનાં નેતા તેજસ્વી પ્રસાદ યાદવનાં રાજ્યની રાજનીતિકમાંથી અચાનક ગુમ થવાનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે. જો કે આરજેડી નેતા અને મહાગઠબંધનનાં સહોયી દળનાં નેતા તેજસ્વી યાદવનો બચાવ કરી રહ્યા છે. જો કે બિહારની રાજનીતિમાં ઝડપથી આ સવાલ ઉઠી રહ્યો છે. બીજી તરફ તેજસ્વી ગુમ થઇ ગયા હોવાનાં પોસ્ટર પણ રાજધાની સહિતનાં વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યા છે.
કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસનો કકળાટ યથાવત્ત, દેવગોડાએ કહ્યું થશે વચગાળાની ચૂંટણી
તેજસ્વી યાદવ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સક્રિય રાજનીતિમાંથી ગુમ થઇ ચુક્યા છે. તેજસ્વી યાદવ ગુમ થયાની વાત ત્યારે સામે આવી જ્યારે મુજફ્ફરપુરમાં મગજનાં તાવના કારણે 100થી વધારે બાળકોનાં મોત થઇ ચુક્યા છે. તેજસ્વી યાદવ ઘણીવાર સામાજિક મુદ્દાઓ પર પોતાનાં ટ્વિટરથી ટ્વીટ કરે છે. સાથે જ સરકારની ટીકા કરવાની તક જવા નથી દેતા. એવામાં તેનું અચાનક જ સક્રિય રાજનીતિમાંથી ગુમ થઇ જવું તમામ લોકોનાં મનમાં સવાલ પેદા કરી રહ્યું છે.
ઓપરેશનથી આતંકવાદીઓમાં અફડા-તફડી, ઉશ્કેરાટમા કરી શકે છે IED વિસ્ફોટ
વડાપ્રધાન મોદીનો ડંકો, ટ્રમ્પ- પુતિનને પછાડી બન્યા વિશ્વના બાહુબલી નેતા
બિહારમાં મગજનો તાવના કારણે સેંકડો બાળકોનાં મોત થયા છે. હજી પણ આંકડો સતત વધી રહ્યો છે ત્યારે વિપક્ષનાં નેતા તરીકે પોતાની ફરજ નિભાવવાનાં બદલે તેજસ્વી ન માત્ર આ મુદ્દે ચુપ છે પરંતુ રાજનીતિમાંથી જ ગુમ છે. તેમના પક્ષનાં વરિષ્ઠ નેતાઓને પણ તે અંગે માહિતી નથી કે તેઓ ક્યાં છે.
લોકસભામાં રજુ થયું નવું ત્રિપલ તલાક બિલ, સમર્થનમાં 186 મત અને વિરોધમાં 74 મત પડ્યા
બીજી તરફ તેજસ્વી યાદવ ગુમ હોવાનાં કારણે તેના નામના ગુમ થયાનાં પોસ્ટર લાગી રહ્યા છે. મુજફ્ફરપુરમાં તેજસ્વી યાદવ ગુમ થયાના પોસ્ટર લગાવાયા છે. સાથે જ તેને શોધનાર વ્યક્તિને ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે. મુજફ્ફરપુરની એક સામાજિક કાર્યકર તમન્ના હાશ્મીએ તેજસ્વીને શોધવા માટેના પોસ્ટરો લગાવડાવ્યા છે. જેમાં લખ્યું છે કે, વિપક્ષનાં નેતા તેજસ્વી યાદવ ગુમ છે. તેમને શોધનાર વ્યક્તિને 5100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેઓ લોકસભા ચૂંટણીના પરિણામ બાદથી જ ગુમ છે.
યોગ દિવસ: જાંબાઝ જવાનો સાથે આ કોણ કરી રહ્યું છે યોગ?, VIDEO જોઈને ખુશ થઈ જશો
ટ્રેનના એક પછી એક 23 ડબ્બા મહિલા ઉપરથી પસાર થયા, જોનારાને તમ્મર આવી જાય એવો છે VIDEO
ઉલ્લેખનીય છે કે, આરજેડીનાં રાજ્યસભા સાંસદ મનોજ સિન્હાએ હાલમાં જ કહ્યું હતું કે, તેઓ દિલ્હીમાં છે. જો કે જ્યારે આ વાતની માહિતી મેળવવામાં આવી તો તે વાતની કોઇ જ પૃષ્ટી થઇ શકી નહોતી કે તેઓ દિલ્હીમાં છે. જ્યારે પક્ષનાં કેટલાક વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે તેઓ ક્રિકેટ વર્લ્ડ કપ જોવા માટે ગયા હોય તેવી શક્યતા છે.
PICS: હિમાચલમાં ડ્રાઈવરની એક ભૂલને લીધે બસ ખાઈમાં ખાબકી અને 44 લોકોએ જીવ ગુમાવ્યાં
બીજી તરફ જીતનરામ માંઝીએ તેજસ્વી યાદવના ગુમ થવા અંગે કહ્યું કે, તે અનુભવી નથી. તે લોકસભા ચૂંટણીમાં થયેલા પરાજયનાં કારણે અસહજ થઇ ચુક્યા છે જેના કારણે તેઓ થોડા સમય આત્મસંશોધન કરવા માટે કોઇ સ્થળે જઇ ચુક્યા છે. તેમણે 200થી વધારે સભાઓ પણ કરી હતી. જેના કારણે તેઓ પોતાનો થાક ઉતારવા માટે ગયા હોઇ શકે છે. તે વિધાનસભા સત્રમાં જરૂર હિસ્સો લેશે.