Turkey Syria Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે ચારેબાજુ તબાહીના મંજર જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 9500 થી વધુ લોકોએ ભૂકંપમાં જીવ ગુમાવ્યા છે. 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. સેંકડો ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. ઈમારતોના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મોટા પાયા પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનાશકારી ભૂકંપમાંથી તુર્કી-સીરિયાને બેઠું કરવા ગુજરાત સજ્જ, હવે એક ઈશારે...


તુર્કી અને સીરિયાથી આવતી તસવીરો એટલી ભાવુક દ્રશ્યો રજૂ કરી રહી છે કે જોનારાઓની આંખમાં આંસુ આવી જાય તેમ છે, મન વ્યથિત થાય છે. આ બધાની વચ્ચે મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે જો ભારતમાં આટલો શક્તિશાળી અને વિનાશકારી ભૂકંપ આવે તો શું થશે? ભારતના કયા વિસ્તારોમાં આવા ભૂકંપની સંભાવના છે? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે તુર્કી અને સીરિયામાંથી આપણને શું પાઠ મળ્યો?


ભૂકંપના જોખમમાં છે ભારતના 59% વિસ્તાર
ભારતનો 59% વિસ્તાર ભૂકંપની સંભાવનાના કારણે ખતરામાં છે. આનો અર્થ એ થયો કે દેશનો 59 ટકા વિસ્તાર ભૂકંપની ઉચ્ચ સંભાવના ધરાવતા ચાર ઝોનમાં સામેલ છે. તેમાંથી 11 ટકા વિસ્તારો ભૂકંપ-પ્રોન ઝોન-5માં આવે છે એટલે કે સૌથી વધુ સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં આવે છે. તેમાંથી 18 ટકા વિસ્તારો ભૂકંપ ગ્રસ્ત ઝોન-4માં આવે છે, જ્યારે 30 ટકા ઝોન-2 અને ઝોન-3માં આવે છે. આવી સ્થિતિમાં તમે કલ્પના કરી શકો છો કે આપણા દેશમાં વિનાશક ભૂકંપનો ખતરો કેટલો છે.


ગુજરાતમાં હવે આત્મહત્યાઓનું પ્રમાણ ઘટશે! ચાર યુવાનોનું આ ઈનોવેશન જાણીને ખરેખર વણાખશો


કયું રાજ્ય કયા ભૂકંપ ઝોનમાં આવે છે?
ભારતમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ ખતરો હિમાલયના પ્રદેશોમાં છે. ભારતીય માનક બ્યુરોએ ભૂકંપના સંકટના સંદર્ભમાં દેશને 5 અલગ-અલગ ભૂકંપ ઝોનમાં વિભાજિત કર્યો છે. પાંચમો ઝોન દેશમાં સૌથી ખતરનાક અને સક્રિય માનવામાં આવે છે. આ ઝોનમાં આવતા રાજ્યો અને વિસ્તારોમાં વિનાશનો ખતરો સૌથી વધુ છે.


સરકારની આ યોજનામાં તમે ઘરબેઠા કરી શકો છો કમાણી, 3 વર્ષ સુધી ઉઠાવો આ લાભ


ભૂકંપ ઝોન-5: આ ઝોન ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે. આ ઝોનમાં કાશ્મીર ખીણ, પશ્ચિમ હિમાચલ, પૂર્વ ઉત્તરાખંડ, ગુજરાતનો કચ્છ પ્રદેશ, ઉત્તર બિહાર, ઉત્તરપૂર્વના તમામ રાજ્યો અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.


ભૂકંપ ઝોન-4: જમ્મુ અને કાશ્મીરના ભાગો, ઉત્તરાખંડના ભાગો, લદ્દાખ, હિમાચલ અને હરિયાણા, પંજાબ, દિલ્હી, સિક્કિમ, ઉત્તર ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ, ગુજરાત, પશ્ચિમ ઘાટ પર મહારાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારો આ ઝોનમાં સમાવેશ થાય છે.


ભૂકંપ ઝોન-3: ઉત્તર પ્રદેશ, લક્ષદ્વીપ, કેરળ, ગોવા, હરિયાણાના કેટલાક ભાગો, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના કેટલાક વિસ્તારો, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારો, પશ્ચિમ રાજસ્થાન અને ઝારખંડનો ઉત્તરીય ભાગ આ ઝોનમાં સામેલ છે. છે. મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોને પણ આ ઝોનમાં રાખવામાં આવ્યા છે.


ભૂકંપ ઝોન-2: મધ્યપ્રદેશ, હરિયાણા, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કેટલાક ભાગો આ ઝોનમાં આવે છે.


ભૂકંપ ઝોન-1: આ એવો ઝોન છે જેમાં ભૂકંપની શક્યતા ઘણી ઓછી હોય છે. દેશના બાકીના વિસ્તારો આમાં આવે છે.


લસણના આ ઉપાયથી તમે બની શકો છો કરોડપતિ, ઉપાય અપનાવીને જુઓ


દિલ્હીમાં આવી શકે છે 7ની તીવ્રતાનો ભૂકંપ 
દિલ્હીને જે ઝોનમાં રાખવામાં આવ્યું છે તેના કારણે અહીં 7 કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે જો આમ થશે તો રાજધાનીમાં ભારે વિનાશ થશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રિપોર્ટ અનુસાર, જો દિલ્હીમાં રિક્ટર સ્કેલ પર 6 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે. દિલ્હીમાં અડધાથી વધુ ઈમારતો ભૂકંપના જોરદાર આંચકાને સહન કરવામાં સક્ષમ નથી. જ્યારે, ઘણા વિસ્તારોમાં ગીચ વસ્તીને કારણે, મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે છે.


'તમારે જોઇએ તે હું આપીશ, મજા પણ કરાવીશ' કહીને વેપારીને રૂમમાં કપડાં કઢાવ્યાં, પછી...


દિલ્હીના કયા વિસ્તારોમાં ભૂકંપની સંભાવના વધુ છે?
દિલ્હીના સિસ્મિક હેઝાર્ડ માઇક્રોઝોનેશન પરના એક રિપોર્ટમાં દિલ્હીને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં યમુના નદીના કિનારાના મોટાભાગના વિસ્તારો અને ઉત્તર દિલ્હીના કેટલાક વિસ્તારો વધુ જોખમમાં છે. સૌથી વધુ સંવેદનશીલ ઝોનમાં દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસ, સરિતા વિહાર, ગીતા કોલોની, શકરપુર, પશ્ચિમ વિહાર, વજીરાબાદ, રીથાલા, રોહિણી, જહાંગીરપુરી, બવાના, કરોલ બાગ, જનકપુરીનો સમાવેશ થાય છે.


જ્યારે, બીજા સૌથી મોટા જોખમી ક્ષેત્રમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, બુરારી અને નજફગઢનો સમાવેશ થાય છે. દિલ્હીનો લ્યુટિયન ઝોન પણ ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર છે, જો કે અહીં જોખમ એટલું નથી. તેમાં સંસદ ભવન, અનેક મંત્રાલયો અને મંત્રીઓના નિવાસસ્થાન છે. જ્યારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, AIIMS, છતરપુર, નારાયણા, હૌજ ખાસ સૌથી સુરક્ષિત ઝોનમાં છે.


મોરબી પુલના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ દરમિયાન શું બહાર આવ્યું? લેવાયો મોટો નિર્ણય


ભૂકંપના દૃષ્ટિકોણથી દિલ્હીમાં 90% ઇમારતો અસુરક્ષિત
દિલ્હીના ઘણા વિસ્તારો ભૂકંપ ઝોન-4માં આવે છે. એટલે કે દિલ્હીમાં જોરદાર ભૂકંપ આવવાનો ખતરો છે. વર્ષ 2020માં પૃથ્વી અને MCD મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે દિલ્હીમાં 90 ટકા ઇમારતો સિસ્મિક ઝોન-4ના જોખમો સાથે વ્યવહાર કરવાના ધોરણોને પૂર્ણ કરતી નથી. બહુમાળી ઈમારતોના નિર્માણ અને ભારે ભીડને કારણે ઈમરજન્સીના સંજોગોમાં રાહત અને બચાવ કામગીરીને પણ ખરાબ અસર થઈ શકે છે, જે ચિંતાનો વિષય છે.


Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર આ 4 રાશિના લોકો થશે માલામાલ, સર્જાશે આ ખાસ યોગ


દિલ્હીમાં ધરતીકંપ પ્રતિકાર અને ઇમારતોની મજબૂતાઈ સુનિશ્ચિત કરવા માટે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર 2019માં એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત બે વર્ષમાં અને આગામી ત્રણ વર્ષમાં તમામ હાઈરાઈઝ ઈમારતોની માળખાકીય મજબૂતાઈ સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ કામ પૂર્ણ થયું નથી.