'તમારે જોઇએ તે હું આપીશ, મજા પણ કરાવીશ' કહીને વેપારીને ઘરે બોલાવ્યો, રૂમમાં કપડાં કઢાવ્યાં અને પછી...
સાબુના વેપારી સાથે મિત્રતા કેળવી તેને એકાંતમાં બોલાવી કપડા ઉતરતા વીડિયો ઉતારી 1 લાખ 10 હજાર ની માંગ કરાઈ હતી. ઘટના સમયે જ ખિસ્સામાંથી 2500 રૂપિયા કાઢી બીજા રૂપિયા આપવા ધમકી આપી હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતના ઉતરાણ વિસ્તારમાં હનિટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. સાબુના વેપારી સાથે મિત્રતા કેળવી તેને એકાંતમાં બોલાવી કપડા ઉતરતા વીડિયો ઉતારી 1 લાખ 10 હજાર ની માંગ કરાઈ હતી. ઘટના સમયે જ ખિસ્સામાંથી 2500 રૂપિયા કાઢી બીજા રૂપિયા આપવા ધમકી આપી હતી. આ બાબતની ફરિયાદ ઉતરાણ પોલીસને મળતા હનિટ્રેપ કરનાર મહિલા સોનલબેન સાવલીયાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં મહિલાની હનિટ્રેપના આરોપ સર ધરપકડ કરાઈ છે. સોનલ સાવલીયાએ ફોન ઉપર મિત્રતા કરી શરીર સબંધ બાંધવા ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા. મોટા વરાછા ડીમાર્ટની પાછળ સુમન નિવાસ જી બિલ્ડીંગના ચોથા માળે રૂમ નં. 406 ખાતે બોલાવી ઘરે મોબાઇલમાં ફરિયાદીના ફોટા વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી હતી. ઉતરાણ પોલીસે ફરિયાદના આધારે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણાના વ્રજચોક વિસ્તારમાં સાબુનો વેપાર કરતા પ્રદીપ ( ઉ.વ.28, નામ બદલ્યું છે ) ની એક મહિલા મિત્ર હસ્તક પરિણીતા (નામ બદલ્યું છે) સાથે ઓળખાણ થઇ હતી. પરિણીતાએ કહ્યું કે, મારા ઘરે કોઇ નહીં હોય ત્યારે આવજો, આપણે મજા કરીશું એમ કહી ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ.1.10 લાખની માંગણી કરી હતી.
ફરિયાદીએ આરોપ કરતા જણાવ્યું હતું કે સોનલ ભીખુ સાવલીયાએ ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં પહેલાથી જ તેમના પતિ ભીખુ અને અન્ય વ્યક્તિ છુપાઈ બેઠા હતા. પહેલા ફરિયાદીને તેમના રૂમમાં એકલો બેસાડી રાખ્યો હતો. ત્યારબાદ સોનલે કપડા ઉતારવાનું કહેતા તેનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. આ દરમ્યાન ત્રીજો એક ઇસમ જયદીપ ભુવા આવી ફરિયાદીને ગમે તેમ ગાળો આપવા લાગયો હતો. આરોપીએ ફરિયાદીનો મોબાઇલ ફોન લઇને ફોનમાંથી સોનલબેનના મોબાઇલ નંબર તથા કોલ અને ચેટ હિસ્ટ્રી ડીલેટ કરી દિધી હતી.
સોનલે કહ્યું હતું, તારે આ મામલાની પતાવટ કરવી હોય તો અત્યારે પાંચ લાખ રૂપિયા આપવા પડશે. તેમ કહેતા આટલી મોટી રકમ ફરિયાદી પાસે ન હોવાનું કહેતા જયદિપ ભુવાએ કહ્યું કે, જો તારે છુટવુ હોય તો છેલ્લા ૩૧,૧૦,૦૦૦/- આપવા પડશે નહી તો પોલીસ ખાતામાં પણ ઘણા ઓળખીતા છે, જે ફરિયાદીને બરાબર ફિટ કરી દેશે અને તારા કુટુંબ અને સગા સંબંધીમા પણ તને બદનામ કરી દઇશુ. એમ કહી ફરિયાદીને ડરાવી ધમકાવ્યા હતા..
ત્યારબાદ ફરિયાદીના ખિસ્સામાં માંથી 2500 રૂપિયા કાઢી લીધા હતા. જોકે ઘરે મોબાઇલમાં ફરિયાદીના ફોટા વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપતા ઉતરાણ પોલીસે ફરિયાદના આધારે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે