નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) ની ધરપકડ બાદ દેવાસથી પણ 2 લોકોની અટકાયત કરાઈ છે. આ બંને લોકો યુપી નંબરની કારથી જઈ રહ્યાં હતાં. ત્યારે જ પકડમાં આવી ગયાં. બંને લોકો પર વિકાસને મદદ કરવાનો આરોપ છે. હાલ તેમની પૂછપરછ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકાસ દુબેને પોલીસે દબોચ્યો, મહાકાલના દર્શન કરવા ગયો હતો ઉજ્જૈન


આ બાજુ સૂત્રો પાસેથી એવી જાણકારી મળી છે કે વિકાસ દુબે કોટા રસ્તેથી ઉજ્જૈન પહોંચ્યો હતો. એટલું જ નહીં સૂત્રોએ એમ પણ કહ્યું કે વિકાસ દુબેની મદદ ઉત્તર પ્રદેશના બે વકીલોએ કરી છે. વિકાસની મદદ માટે તેઓ ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા હતાં. 


VIDEO: પોલીસે દબોચ્યા બાદ વિકાસ દુબે જે રીતે બોલ્યો...પોલીસ વિફરી અને મારી માથા પાછળ થપાટ


સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિકાસ દુબેને ઈન્દોરથી ચાર્ટર્ડ પ્લેનથી યુપી લાવવામાં આવશે. હાલ યુપી એસટીએસની ટીમ ઈન્દોર આવી રહી છે. નોંધનીય છે કે કાનપુર એન્કાઉન્ટરનો મુખ્ય આરોપી વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો છે. તે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલના દર્શન માટે આવ્યો હતો. તેને સૌથી પહેલા મંદિરના ગાર્ડે ઓળખ્યો અને તેણે આ અંગે પોલીસને સૂચના આપી હતી. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube