VIDEO: પોલીસે દબોચ્યા બાદ વિકાસ દુબે જે રીતે બોલ્યો...પોલીસ વિફરી અને મારી માથા પાછળ થપાટ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબેની આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરથી દબોચવામાં આવ્યો. વારદાતના 6 દિવસ બાદ કેવી રીતે પકડાયો વિકાસ દુબે? વિકાસ દુબેની ઓળખ મહાકાલ મંદિરના સિક્યુરિટી ગાર્ડે કરી હતી. 

VIDEO: પોલીસે દબોચ્યા બાદ વિકાસ દુબે જે રીતે બોલ્યો...પોલીસ વિફરી અને મારી માથા પાછળ થપાટ

ઉજ્જૈન: ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબેની આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરથી દબોચવામાં આવ્યો. વારદાતના 6 દિવસ બાદ કેવી રીતે પકડાયો વિકાસ દુબે? વિકાસ દુબેની ઓળખ મહાકાલ મંદિરના સિક્યુરિટી ગાર્ડે કરી હતી. 

ગાર્ડે તેને ઓળખ્યા બાદ ઉજ્જૈન પોલીસને બોલાવી હતી. ખબર મળતા જ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મનોજ સિંહ વિકાસ દુબેની કસ્ટડી લેવા માટે મહાકાલ મંદિર પહોંચી ગયા હતાં. છેલ્લા 150 કલાકથી છૂપાતા ફરતા વિકાસ દુબેએ 3 જુલાઈની રાતે અત્યંત જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો જેમાં 8 પોલીસકર્મીઓની ઘાતકી હત્યા કરી હતી. 

— ANI (@ANI) July 9, 2020

ઉજ્જૈન પોલીસે વિકાસ દુબેની ધરપકડ કરી ત્યારબાદ વિકાસ દુબેએ જે શબ્દો ઉચ્ચાર્યા તે હતાં 'મૈ વિકાસ દુબે હું કાનપુરવાલા'...તેણે આ શબ્દો એટલા દમથી ઉચ્ચાર્યા હતાં કે ત્યાં હાજર પોલીસે તેને માથા પાછળ એક થપાટ મારી હતી અને તેને ચૂપ રહેવા કહ્યું હતું. 

યુપીના પૂર્વ ડીજીપી અરવિંદકુમાર જૈને કહ્યું કે એવું લાગે છે કે વિકાસ દુબે સમર્પણ કરવાના હેતુથી જ ઉજ્જૈનના મહાકાલ મંદિર આવ્યો હોવો જોઈએ. ગાર્ડ આગળ પોતાની ઓળખ છતી કરીને અને તેને પોલીસને બોલાવવાનું કહ્યું. જૈને વધુમાં કહ્યું કે દુબે મધ્ય પ્રદેશ પોલીસ પાસે સરન્ડર કરવાના પ્લાન સાથે જ ઉજ્જૈન આવ્યો હતો. કારણ કે તેને ડર હતો કે યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તેનું એન્કાઉન્ટર કરી નાખે તેવો તેને ડર હતો. 

— ANI (@ANI) July 9, 2020

વિકાસ દુબે હંમેશા પોલીસ કરતા બે ડગલા આગળ જોવા મળતો હતો. પોલીસ વિભાગમાં તેની અંદર સુધી ઘૂસણખોરી હતી. કેટલાક રાજકીય નેતાઓનો પણ તેને આશ્રય હોવાનું કહેવાય છે. 

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિકાસ દુબેને દબોચવા બદલ ઉજ્જૈન પોલીસને અભિનંદન પાઠવ્યાં અને કહ્યું કે જે લોકો એવું માને છે કે મહાકાલ તેમના પાપ ધોઈ નાખશે તેઓ મહાકાલને જાણતા નથી. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશ સરકાર અપરાધીઓને બક્ષતી નથી. 

કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરતા મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે 'વિકાસ દુબે હાલ મધ્ય પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. હાલ ધરપકડ કેવી રીતે થઈ તે અંગે કહેવું ઠીક નથી. મંદિરની અંદર કે બહાર..ક્યાંથી ધરપકડ થઈ, તે અંગે જણાવવું ઠીક નથી. વિકાસ ક્રુરતાની હદે શરૂઆતથી જ પાર કરતો આવ્યો છે. વારદાત થયા બાદથી જ અમે સમગ્ર મધ્ય પ્રદેશ પોલીસને અલર્ટ પર રાખી હતી.'

આ અગાઉ વિકાસ દુબેના બે સાથીઓ આજે એન્કાઉન્ટરમાં ઠાર થયા. પ્રભાત મિશ્રાની પોલીસે બુધવારે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. પ્રભાત પોલીસ કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો. આ ઉપરાંત વિકાસ દુબે ગેંગનો વધુ એક મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બઉવન ઉર્ફે રણવીર પણ યુપીના ઈટાવામાં ઠાર થયો.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પ્રભાત મિશ્રાને બુધવારે પોલીસે ફરીદાબાદમાંથી પકડ્યા બાદ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ કાનપુર પાસે હાઈવે પર ભૌંતી પાસે તેણે એસટીએફના પોલીસ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને ભાગવાની કોશિશ કરી. ત્યારબાદ પ્રભાતના ફાયરિંગનો પોલીસે જવાબ આપ્યો અને તે માર્યો ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news