મુંબઇ: મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ શનિવારે રાજ્યના ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. મહાત્મા જ્યોતિબા ફૂલે શેતકારી લોનમુક્તિ સ્કીમ હેઠળ લોન માફ કરવામાં આવશે. ખેડૂતોના લોનના પૈસા સીધા બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે. આ સ્કીમ માર્ચ 2020થી લાગૂ થશે. ઉદ્ધવ ઠાકરે જેવી જ વિધાનસભામાં લોન માફીની જાહેરાત કરી, વિપક્ષી પાર્ટી ભાજપે સદનનો બહિષ્કાર કરી દીધો છે. ભાજપનું કહેવું છે કે ખેડૂતો દેવું માફ કરવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ''ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવું જોઇએ. આ સ્કીમ 2020થી લાગૂ થશે. 30 સપ્ટેમ્બર 2019 સુધી જે ખેડૂતોની લોન બાકી છે. તેમને આ સ્કીમમાં સામેલ કરવામાં આવશે, ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે શિવ ભોજન યોજના હેઠળ 10 રૂપિયામાં ગરીબ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. 


ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના લીધે પાકને થયેલા નુકસાના લીધે ખેડૂતોની દેવામાફીનો ઉદ્દો ઉઠાવતા રહ્યા છે. તાજેતરમાં જ તેમણે કેન્દ્ર સરકારે રાજ્યના ખેડૂતોને તાત્કાલિક રાહત પુરી પાડવા માટે મદદની માંગ કરી હતી. જોકે ભાજપના ધારાસભ્યો અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઠાકરે પર પોતાનો વાયદો પુરો ન કરવાનો આરોપ લગાવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે કમોસમી વરસાદથી પ્રભવિત ખેડૂતોને સરકારે પર્યાપ્ત મદદ કરી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube