દેવેન્દ્ર ફડણવીસ

રાજનીતિમાં જેનો સૂર્ય અસ્ત થઈ ગયો છે તે રાજ ઠાકરેને મળ્યા ફડણવીસ, બંધ બારણે શું ખીચડી રંધાઈ?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે આજે ખાસ મુલાકાત થઈ. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં બંને વચ્ચે લાંબી બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની રાજનીતિક પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. સૂત્રોનું કહેવુ છે કે, ભાજપા રાજ ઠાકરેને સાથે રાખીને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને સબક શીખવાડવાનો પ્રયાસ કરી રહી છે.

Jan 8, 2020, 07:00 PM IST

JNU હિંસા: મુંબઈમાં 'ફ્રી કાશ્મીર'ના પોસ્ટરથી રાજકીય ભૂકંપ, ફડણવીસે CM ઉદ્ધવ ઠાકરેને લીધા આડે હાથ

જેએનયુ (JNU) માં થયેલી હિંસાના વિરોધમાં ફ્રી કાશ્મિર (Free Kashmir) ના પોસ્ટર પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વર્તમાન સરકારને સવાલોના ઘેરામાં મૂકીને પૂછ્યું કે શું તેમને ફ્રી કાશ્મીર ભારત વિરોધી અભિયાન સહન થાય છે?

Jan 7, 2020, 08:36 AM IST
Ajit Pawar Take A Oath As Deputy CM Of Maharashtra PT6M1S

મહારાષ્ટ્રના Dy.CM તરીકે NCPના અજિત પવારે લીધા શપથ

મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. અજિત પવારે આ અગાઉ ભાજપની સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમના શપથ લીધા હતાં.

Dec 30, 2019, 04:45 PM IST

મહારાષ્ટ્રમાં પરિવારવાળી સરકાર, અજિત બન્યા ડે.CM, આદિત્યને મળ્યું કેબિનેટ મંત્રીનું પદ

મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. અજિત પવારે આ અગાઉ ભાજપની સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમના શપથ લીધા હતાં.

Dec 30, 2019, 01:13 PM IST

શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું-, ' અમારી ઈર્ષા કરે છે BJP, 'બર્નોલ'ની પણ સલાહ નહીં આપું'

એક સમયે ભાજપ (BJP) ની સહયોગી પાર્ટી રહી ચૂકેલી શિવસેના (Shivsena) એ હવે ભાજપ સામે જ મોરચો માંડ્યો છે. આદિત્ય ઠાકરે (Aditya Thackeray) એ શુક્રવારે કહ્યું કે વિપક્ષ શિવસેનાની ઈર્ષા કરે છે. કારણ કે જે પહેલા સત્તામાં હતાં તે હવે સત્તામાંથી બહાર થઈ ગયા છે. એટલું જ નહીં આદિત્યએ એમ પણ કહ્યું કે હવે તેઓ સત્તામાંથી બહાર થઈ ગયા છે. જેના કારણે તેઓ દુ:ખી છે અને હું તેમને ક્યારેય બર્નોલ લગાવવાની સલાહ પણ નહીં આપું. 

Dec 28, 2019, 07:59 AM IST

CAAના સમર્થનમાં ફડણવીસની રેલી, કહ્યું- સત્તાની લાલચે શિવસેનાને મુંગી બનાવી દીધી

ફડણવીસે આગળ શિવસેના પર હુમલો કરતા કહ્યું કે, કાલ સુધી શિવસેના પણ કહી રહી હતી કે બાંગ્લાદેશિઓને કાઢવામાં આવે. પરંતુ સત્તાની લાલચે તેને મુંગા બનાવી દીધા છે. 

Dec 27, 2019, 08:54 PM IST

સાવરકર પર સંગ્રામ: હવે ફડણવીસે શિવસેનાને લીધી આડે હાથ, કર્યો વેધક સવાલ 

મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું છે કે શિવસેનાને સત્તામાં રહેવા માટે જે પ્રકારે લોકો સાથે સમાધાન કરવું પડી રહ્યું છે તે બહુ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે વીર સાવરકરજી (Veer Savarkar) નું અપમાન મહારાષ્ટ્ર અને દેશ ક્યારેય સહન કરશે નહીં. આ અંગે ફડણવીસે કહ્યું કે પહેલા શિવસેનાના નેતા ખુબ જ આકરી પ્રતિક્રિયા આપતા હતાં પરંતુ હવે કેમ તેઓ નરમ પડી ગયા?

Dec 14, 2019, 10:55 PM IST

મહારાષ્ટ્ર સરકારમાં ખાતાઓની ફાળવણી, એકનાથ શિંદેને ગૃહ અને જયંત પાટિલને નાણા મંત્રાલય

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકારમાં આખરે મંત્રાલયોની ફાળવણી થઈ ગઈ. આ ફાળવણીમાં શિવસેના પાસે મહત્વના ખાતા ગયા છે.

Dec 12, 2019, 06:06 PM IST

ZEE NEWS પર ફડણવીસનો મોટો ઘટસ્ફોટ, શરદ પવારની મંજૂરીથી અજિતે અમારી સાથે બનાવી હતી સરકાર  

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)  ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના રાજકીય ઘટનાક્રમ અંગે મોટો ખુલાસો કર્યો છે. ફડણવીસે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવાર (Sharad Pawar) ની મંજૂરીથી અજિત પવારે અમારી સાથે મળીને સરકાર બનાવી હતી. અજિતે જ ભાજપ સાથે સરકાર બનાવવા અંગે સંપર્ક કર્યો હતો. 

Dec 7, 2019, 08:40 PM IST

Maharashtra: શિવસેનામાં ઉકળતો ચરુ, 400 શિવસેનિકો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા

મહારાષ્ટ્ર (Maharashtra) માં અનેક રાજકીય ઉથલપાથલ વચ્ચે હિન્દુત્વનો ઝંડો લઈને ફરતી શિવસેનાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી. જેની અસર હવે જોવા મળી રહી હોય તેવું લાગે છે.

Dec 5, 2019, 05:06 PM IST

Maharashtra : મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક ડખો, એક મોટા નેતાનો દેવેન્દ્ર ફડણવીસ સામે મોરચો

મહારાષ્ટ્ર બીજેપીના નેતા એકનાથ ખડસે અને પંકજા મુંડે વચ્ચે બુધવારે બેઠક યોજાઈ હતી અને પછી મોટું નિવેદન સામે આવ્યું છે

Dec 5, 2019, 07:58 AM IST

Maharashtra : નારાજ પંકજા મુંડે કંઈક મોટી નવાજુની કરવાના પ્લાનિંગમાં! 12 ડિસેમ્બર પર બધાની નજર કારણ કે...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કાકાના દીકરાથી પરલી વિધાનસભાની સીટ હાર્યા પછી પંકજા અને ભાજપ વચ્ચે અંતર વધી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે

Dec 2, 2019, 02:21 PM IST
Anant Hegde Says Fadnavis Was Made CM To Save Rs 40 Thousand Crore Fund PT2M7S

ફડણવીસને 40,000 કરોડનું ફંડ બચાવવા બનાવ્યા હતા CM: અનંત હેગડે

ભારતીય જનતા પાર્ટી ( BJP)ના નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અનંત કુમાર હેગડે (Anant Kumar Hegde)ના એક નિવેદનથી મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં ધમાલ મચી ગઈ છે. અનંતકુમારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના માત્ર 80 કલાક માટે સીએમ બનવાના ઘટનાક્રમ વિશે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારના 40 હજાર કરોડ રૂપિયા બચાવવા માટે ફડણવીસે સીએમ પદની શપથ લીધી હતી.

Dec 2, 2019, 01:00 PM IST

દેવેન્દ્ર ફડણવીસ 40000 કરોડ રૂપિયા કેન્દ્રને આપવા માટે બન્યા હતા 80 કલાકના CM?

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અનંતકુમાર હેગડે (Anant Kumar Hegde)નું આ નિવેદન ચર્ચાનો મુદ્દો બન્યું છે

Dec 2, 2019, 12:49 PM IST

Maharashtra: ફડણવીસે સત્તામાં વાપસીનો આપ્યો સંકેત, કહ્યું- 'દરિયો છું પાછો જરૂર આવીશ'

મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)  એકવાર ફરીથી સત્તા વાપસી કરવાની વાત કરી છે. ફડણવીસે આજે કહ્યું કે ક્યારે પાછો આવીશ તે ખબર નથી, પરંતુ પાછો જરૂર આવીશ. ઉદ્ધવ સરકારને ચેતવણી આપતા ફડણવીસે કહ્યું કે મારું પાણી ઉતરતું જોઈને મારા કિનારે ઘર ન વસાવી લેતા, હું દરિયો છું પાછો જરૂર આવીશ. 

Dec 1, 2019, 06:18 PM IST

Maharashtra: ભાજપમાં બળવાના સંકેત, પંકજા મુંડેએ કહ્યું, '8-10 દિવસમાં મોટો નિર્ણય લઈશ'

મહારાષ્ટ્ર (Maharashtra)  ભાજપના નેતા પંકજા મુંડે (Pankaja Munde) એ ફેસબુક દ્વારા બળવો પોકારવાના સંકેત આપ્યા છે. પંકજાના પિતા ગોપીનાથ મુંડેની જયંતી પર 12 ડિસેમ્બરના રોજ તેમણે પોતાના સમર્થકોની એક બેઠક પણ બોલાવી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી BJP)ના આ દિગ્ગજ મહિલા નેતા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. 

Dec 1, 2019, 05:35 PM IST

Maharashtra: બહુમત સાબિત થતા ઉદ્ધવ ઠાકરે BJP પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- 'હું આમને સામને લડુ છું' 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi)  સરકારે આજે 288 સભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કર્યો. 145 મતોની સરખામણીમાં ગઠબંધને 169 મતો મેળવ્યાં. આ દરમિયાન ભાજપે સદનમાંથી વોકઆઉટ કર્યું. જેને લઈને શિવસેના (Shivsena) નેતા ઉદ્ધવ ઠાકરેએ કટાક્ષ કરતા વિપક્ષી દળ પર આકરા પ્રહારો કર્યાં.

Nov 30, 2019, 08:27 PM IST

Maharashtra: આ 4 MLAએ ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ ન કર્યો, એક નામ જાણીને તો સ્તબ્ધ થઈ થશો

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly)માં મહાવિકાસ આઘાડી એટલે કે શિવસેના (Shivsena), એનસીપી અને કોંગ્રેસ(Congress) ની સરકારે શનિવારે બહુમત સાબિત કર્યો. ઉદ્ધવ સરકારને વિશ્વાસમતમાં કુલ 169 ધારાસભ્યોએ સમર્થન આપ્યું. 

Nov 30, 2019, 04:59 PM IST

ઉદ્ધવ ઠાકરેની તાજપોશીમાં પહોંચ્યા ફડણવીસ, PM મોદીએ પણ પાઠવી શુભેચ્છા

મહારાષ્ટ્ર(Maharashtra) માં સતત એક મહિનાથી જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી  તેના પર આજે પૂર્ણવિરામ મૂકાઈ ગયો. એનસીપી અને કોંગ્રેસ (Congress) ના સહયોગથી શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના 18માં મુખ્યમંત્રી બન્યાં. ખાસ વાત એ રહી કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પણ મુંબઇના શિવાજી પાર્કમાં થયેલા આ શપથવિધિ કાર્યક્રમમાં સાક્ષી બન્યાં.

Nov 28, 2019, 10:14 PM IST

Maharashtra: અમિત શાહે તોડ્યું મૌન, કહ્યું- 'સોનિયા અને શરદ પવારે સત્તા માટે કરી સોદાબાજી'

Maharashtra News: શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ (Congress) ના મહા વિકાસ આઘાડી ગઠબંધનની જે સરકાર બનવા જઈ રહી છે તેના પર ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) સવાલ ઉઠાવ્યાં છે. અમિત શાહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી.

Nov 27, 2019, 06:36 PM IST