નવી દિલ્હી : એક મહત્વના ઘટનાક્રમમાં સંયુક્ત રાષ્ટ્રએ 2008ના મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ દાવાના પ્રમુખ હાફીઝ સઇદની તે અપીલ ફગાવી દીધી છે જેમાં તેને પ્રતિબંધિત આતંકવાદીઓની યાદીમાં પોતાનું નામ હટાવવા માટેની અપીલ કરવામાં આવી હતી. સરકારી સુત્રોએ ગુરૂવારે આ અંગે માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત-આઠ તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી, ચૂંટણી પંચ ટુંકમાં કરશે જાહેરાત

ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની 1267 પ્રતિબંધ સમિતીને જૈશ એ મોહમ્મદ પ્રમુખ મસુદ અઝહર પર પ્રતિબંધ લગાવવાની એક નવી અનુરોધ પ્રાપ્ત થઇ છે. ગત્ત 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા ફિદાયીન હુમલામાં દળનાં 40 જવાનોની શહાદત બાદ સંયુક્ત રાષ્ટ્રની સમિતીને અઝહર પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. 


જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલામાં હિજ્બુલ મુજાહિદ્દીનનો હાથ, આરોપીનો ખુલાસો

સુત્રોએ પીટીઆઇને જણાવ્યું કે, આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાના પણ સહ સંસ્થાપક સઇદની અપીલ સંયુક્ત રાષ્ટ્રએ ત્યારે ફગાવી દીધી જ્યારે ભારતે તેની ગતિવિધિઓ અંગે વિસ્તૃત સાક્ષીઓ આફશે. પુરાવામાં અત્યંત ગુપ્ત માહિતીનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, આ અઠવાડીયાની શરૂઆતમાં સઇદનાં વકીલ હૈદર રસુલ મિર્જાને વૈશ્વિક સંસ્થાના આ નિર્ણયથી અવગત કરાવી દેવામાં આવ્યા. 


13 પોઇન્ટ રોસ્ટર રદ્દ: SC/ST/OBCનાં પક્ષમાં મોદી સરકારનો મહત્વનો નિર્ણય

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત જમાત ઉદ દાવાના વડા સઇદ પર 10 ડિસેમ્બર 2008ના રોજ પ્રતિબંધ લગાવાયો હતો. મુંબઇ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તેને પ્રતિબંધિત કરી હતી. મુંબઇ હુમલામાં 166 લોક મરાયા હતા. સઇદે 2017માં લાહોર ખાતે કાયદાની ફર્મ મિર્ઝા એન્ડ મિર્ઝા દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં એક અપીલ દાખલ કરી હતી અને પ્રતિબંધ ખતમ કરવાની અપીલ કરી હતી. અપીલ દાખલ કરતા સમયે તેઓ પાકિસ્તાનમાં નજર કેદ હતા.