નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારી જોતાં કેંદ્ર સરકારે ચાર તબક્કામાં લોકડાઉન લગાવ્યું ત્યારબાદ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ગત બે મહિના દરમિયાન સરકારે અનલોક એક અને અનલોક બેમાં ઘણી છૂટ આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે અનલોક-3ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ સરકારે નાઇટ કર્ફ્યૂંને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે. 

હવે ફક્ત 12મા ધોરણમાં હશે બોર્ડ, MPhil થશે બંધ, કોલેજની ડિગ્રી 4 વર્ષની


સરકારે કહ્યું કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે યોજવામાં આવશે. આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જેમ કે માસ્ક પહેરવું. 


ગૃહ મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ કોલેજ અને કોંચિંગ સંસ્થા 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. વંદે ભારત મિશન હેઠળ સીમિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રાને પરવાનગી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઇને સરકાર પછી નિર્ણય લેશે. 

34 વર્ષ બાદ બદલાઈ ભારતની શિક્ષણ નીતિ, સ્કૂલ-કોલેજની વ્યવસ્થામાં કરાયા મોટા ફેરફાર


કન્ટેનમેંટ ઝોનમા6 31 ઓગસ્ટ સુધી લોકડાઉનનું કડકાઇપૂર્વક લાગૂ કરવાનું યથાવત રહેશે. નિર્માણ ગતિવિધિઓ ચાલશે પરંતુ સામાજિક અંતર અને માસ્કનું પાલન કરવું પડશે. આ ગાઇડલાઇન્સ તમામ જિલ્લા કલેક્ટરો અને રાજ્ય સરકારોની વેબસાઇટો પર જાહેર કરવામાં આવશે. 

મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેંબલી હોય પહેલાંની માફક બંધ રહેશે. સરકારે જે છૂટ આપી છે તે કંન્ટેનમેંટ ઝોનથી બહાર માટે આપી છે. કન્ટેનમેંટ ઝોનમાં પાબંધી યથાવત રહેશે. 


દેશના તમામ કેન્ટેનમેંટ ઝોનની દેખરેખ કેન્દ્ર સરકાર કરશે. રાજ્ય સરકારોને કન્ટેનમેંટ ઝોનની બહારની ગતિવિધિઓ પર નિર્ણય લેવાનો છે. રાજ્ય અને સંધ રાજ્ય ક્ષેત્ર કન્ટેનમેંટ ઝોનની બહારની કેટલીક ગતિવિધિઓને પ્રતિબંધિત કરી શકે છે. 


કોઇ રાજ્યની અંદર અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકો તથા વસ્તુઓની અવર જવર પર કોઇ પ્રતિબંધ રહેશે નહી. તેના માટે પરવાનગી અથવા ઇ-પરમિટ લેવાની જરૂર પડશે નહી. અનલોક 3માં કોવિડ 19 પર કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલ સંપૂર્ણપણે લાગૂ રહેશે. તમામ દુકાનો ખુલી રહેશે. પરંતુ દુકાનદારોને ગ્રાહકો વચ્ચે પુરતુ સામાજિક અંતરનું ધ્યાન રાખવું પડશે. લોકોને આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો પડશે. બિમાર વ્યક્તિઓ, ઘરડા, બાળકો અને ગર્ભવતી મહિલાને બની શકે તો પોતાના ઘરમાં જ રહેવું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube