ઉતરાખંડમાં 2થી વધારે બાળક, 10થી ઓછુ ભણેલ વ્યક્તિ નહી લડી શકે પંચાયત ચૂંટણી
નવો કાયદો લાગુ થયા બાદ પ્રદેશમાં અભણ લોકો પંચાયતી ચૂંટણીમાં ભાગ લઇ શકશે નહી
દેહરાદુન : ઉતરાખંડમાંથી બેથી વધારે બાળકો હોય તેવા પ્રધાન પંચાયતી ચૂંટણી નહી લડી શકે. રાજ્ય સરકારે તેના માટે પંચાયતીરાજ (સંશોધન) અધિનિયમ 2019ને વિધાનસભામાં પસાર કરી લીધું છે. હવે એક્ટ રાજ્યપાલ પાસે જશે અને પછી કાયદો બનીને પ્રદેશણાં લાગુ પડશે. જે દિવસે એક્ટ લાગુ થશે તેનો રસ્તો સાફ થઇ ચૂંટણી લડી શકે છે. વિધેયકમાં કહેવામાં આવ્યું કે, બે બાળકોથી વધારે વાળા ગ્રામ પ્રધાન, ક્ષેત્ર પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નહી લડી શકે. બીજી તરફ ચૂંટણી લડનારા ઉમેદવારની શૈક્ષણીક લાયકાત પણ નિર્ધારીત થઇ શકે છે. આ પ્રદેશમાં આશરે 50 હજાર પંચાયત પ્રતિનિધિ ચૂંટણીથી ચૂંટાય છે.
રાજ્યસભા: PM મોદીએ 'ગાલિબની ભૂલ'થી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો ભાષણની 10 મહત્વની વાતો
સરકારનાં આ નિર્ણયથી શ્રીનગરમાં સ્થાનિક સહિત ગ્રામીણ લોકોએ ખુલ્લા હ્દયથી સ્વાગત કર્યું છે. તેમનું કહેવું છે કે તેના કારણે એક શિક્ષિત વ્યક્તિનાં હાથમાં પ્રતિનિધત્વની કમાન આવશે, જેના કારણે ગામનો સારો વિકાસ કરી શકશે. જ્યારે અનેક લોકો તેનાં વિરોધમાં છે.
કોંગ્રેસ જીતને પચાવી શકતી નથી, હારને સ્વીકારી શકતી નથી: પીએમ મોદી
'જો મુસલમાન ગટરમાં પડી રહેવા માંગતા હોય તો પડ્યા રહેવા દો', -કયા દિગ્ગજ નેતાએ કહ્યું હતું?
સંસદીય કાર્યમંત્રી પણ ભુમિકા નિભાવતા મદન કૌશીકએ આ પ્રસ્તાવ સદનમાં રજુ કર્યું. અત્યાર સુધી ઉતરાખંડમાં પંયાયત ચૂંટણી લડવા માટે શૈક્ષણિક યોગ્યતા અથા પરિવાર સાથે જોડાયેલ કોઇ શર્ત નહોતી, જો કે સંશોધન બાદ પંચાયતમાં કોઇ પદ પર ચૂંટણી લડવા માટે હવે લઘુત્તમ શૈક્ષણીક યોગ્યતા દસમી પાસ થશે. જો કે મહિલા એસસી-એસટી વર્ગનાં તેમાં છુટ આપવામાં આવી છે.
ડિવોર્સ આપવા માટે પત્નીએ પતિ પાસે કરી એવી માગણી, જજને પણ છૂટી ગયો પરસેવો
સામાન્ય શ્રેણીની મહિલા સાથે અનુસુચિત જાતી-જનજાતીના પુરૂષોની લઘુત્તમ યોગ્યતા આઠમી પાસ રાખવામાં આવી છે. જ્યારે અનુસુચિત જાતી-જનજાતીની મહિલાની લઘુત્તમ યોગ્યતા પાંચ પાસ રાખવામાં આવી છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, નગર નિગમના મુદ્દે સરકારે એક્ટ લાગુ થયાનાં 300 દિવસ બાદ આ શરત લાગુ કરી હતી, પરંતુ પંચાયતી રાજના મુદ્દે આ છુટ આપવામાં નહોતી અપાઇ. આ પ્રકારે આગામી ચંટણીમાં આ શરત લાગુ થશે.