ડિવોર્સ આપવા માટે પત્નીએ પતિ પાસે કરી એવી માગણી, જજને પણ છૂટી ગયો પરસેવો

ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. જેમાં પત્નીએ એવી માંગણી  કરી કે બધા ચોંકી ગયાં. આ મામલો મહારાષ્ટ્રની નાંદેડ ફેમિલી કોર્ટનો છે.

ડિવોર્સ આપવા માટે પત્નીએ પતિ પાસે કરી એવી માગણી, જજને પણ છૂટી ગયો પરસેવો

મુંબઈ: ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. જેમાં પત્નીએ એવી માંગણી  કરી કે બધા ચોંકી ગયાં. આ મામલો મહારાષ્ટ્રની નાંદેડ ફેમિલી કોર્ટનો છે. અહીં ડિવોર્સની ઈચ્છા રાખનારા પતિ પાસે મહિલાએ ગર્ભધારણની માગણી કરી છે. એટલું જ નહીં પરંતુ આ મામલે જજના ચુકાદાથી દેશભરમાં ડિવોર્સ કેસોમાં ચોંકાવનારો વળાંક પણ આવી શકે છે. 

પત્નીએ કહ્યું-ડિવોર્સ પહેલા હું પતિ દ્વારા ગર્ભવતી થવા માંગુ છું
અહેવાલમાં કોર્ટના આદેશ મુજબ મહિલા અને પુરુષનો પરિચય ગુપ્ત રાખવામાં આવ્યો છે. પરંતુ એટલું તો સાર્વજનિક છે કે આ મામલો એક ડોક્ટર દંપત્તિ વચ્ચેનો છે. જેની સુનાવણી મહારાષ્ટ્રના નાંદેડ ફેમિલી કોર્ટમાં ચાલી રહી છે. આ મામલે ડોક્ટર પત્નીએ કોર્ટમાં માગણી કરી છે કે તેને તેના પતિથી ગર્ભધારણ કરવો છે. તે પોતાની ઢળતી ઉંમરના કારણે જેમ બને તેમ જલદી પતિથી ગર્ભવતી થવા માંગે છે. 

મહિલાને બીજા બાળકોનો કાયદાકીય અધિકાર છે
નોંધનીય છે કે આવી માગણી  કરનારી મહિલાને ડિવોર્સ માગનારા પતિથી એક બાળક છે. લગ્નને 6 વર્ષ થયા છે જેમાં એક પુત્રને તેણે જન્મ આપ્યો છે. પુત્રને ભાઈ કે બહેનનું સુખ આપવા માટે તેણે ડિવોર્સ માંગનારા પતિ પાસે બાળક માંગ્યું છે. તે પોતે બાળકને જન્મ આપવા માંગે છે. 

મહિલાના વકીલ શિવરાજ પાટીલે ઝી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે દંપત્તિને  બે સંતાન મેળવવાનો કાનૂની હક છે. ડોક્ટર મહિલાના ડિવોર્સ મંજૂર થયા નથી આથી આવામાં તે હજુ  પણ પતિ સાથે સાથે લગ્નગ્રંથીથી બંધાયેલી છે. પતિ ભલે ડિવોર્સ માંગી રહ્યો હોય પરંતુ મહિલા ગર્ભધારણની ચાહત રાખી શકે છે. 

જુઓ LIVE TV

IVF ટેક્નોલોજીથી મહિલાની માગણી થશે પૂરી
એક તર્ક મુજબ નાંદેડ ફેમિલી કોર્ટના જજ સ્વાતિ ચૌહાણે મહિલાની માગણી જોતા આઈવીએફ એક્સપર્ટ અને મેરેજ કાઉન્સિલરને પણ બોલાવ્યાં છે. કોર્ટ પોતાના ચુકાદામાં કહે છે કે મહિલાને સંતાન સુખ આપવા માટે આઈવીએફ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચારે. આ માટે સર્વપ્રથમ મહિલા અને પુરુષની મેડિકલ તપાસ થાય. 

મહિલા કોર્ટના ચુકાદાથી ખુશ છે
મહિલા અને પુરુષે એક મહિનાની અંદર આ પ્રક્રિયાનો સામનો કરવાનો રહેશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયાનો ખર્ચ અરજીકર્તા મહિલાએ જ ઉઠાવવો પડશે. અત્રે જણાવવાનું કે આઈવીએફ કૃત્રિમ ગર્ભધારણ કરવાની ટેક્નોલોજી છે. જેમાં શારીરિક સંબંધ વગર ફક્ત પુરુષ શુક્રાણું મહિલાના ગર્ભમાં દાખલ કરાવવામાં આવે છે. 

કોર્ટના ચુકાદા બાદ ખુશ થયેલી મહિલાએ ઝી મીડિયાને કહ્યું કે જજનો ચુકાદો દાર્શનિક છે અને અનેક મહિલાઓ માટે મદદગાર સાબિત થશે. મહિલા દાવો કરે છે કે જો તેનો પતિ તેને ગર્ભવતી કરે તો તે પોતાના બીજા સંતાનના ભરણ પોષણનો ખર્ચો પોતે જાતે ઉઠાવશે. 

(નાંદેડથી સતીષ મોહિતેના ઈનપુટ સાથે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news