ઇંદોર: મધ્યપ્રદેશનાં ઉજ્જેનથી ઝડપાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. વિકાસ દુબેનાં મોત બાદ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કમલનાથે કહ્યું કે, ભગવાન મહાકાલ ક્યારે પણ કોઇ પણ પાપીને છોડતા નથી. આ મે કાલે પણ કહ્યું હતું અને આજે પણ ફરી કહી રહ્યો છું. મહાકાલની નજરોથી કોઇ પણ પાપી બચી શકે નહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી 

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનો અંત થયો પરંતુ કેટલાક સવાલોનાં જવાબ મળ્યા નથી. આ દુર્દાંત અપરાધીને પોલીસની 40 ટીમ પણ શોધી શક્યો નહી અને તે યુપી રજિસ્ટર્ડ કારથી ઉજ્જૈન કઇ રીતે પહોંચી ગયો? ઉજ્જૈનમાં કેટલા દિવસ રહ્યો, કોના સંરક્ષણમાં રહ્યો ? તેની સાથે કોણ કોણ હતું, તે ક્યાં છે ?


વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ : વિકાસ દુબેની ગાડી સાથે સાથે કોંગ્રેસે પણ પલટી મારી

કમલનાથે કહ્યું કે, મહાકાલ મંદિરમાં વિકાસ કઇ રીતે બેખોફ ફરતો રહ્યો અને તેની મંદિરની તસ્વીરો કોણે વાયરલ કરી? શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, મહાકાલ મંદિર હાઇ એલર્ટ પર છે. તેવામાં આ ગુનેગાર મહાકાલ મંદિરની સુરક્ષા ભેદીને કઇ રીતે સરળતાથી પ્રવેશી ગયો? આ તો સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે.


ધરપકડ બાદ 24 કલાકમાં વિકાસ દુબેનો ખેલ ખતમ! ઉજ્જૈનથી લઈને કાનપુર સુધીની એક એક વિગત જાણો

પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે, આટલો ખતરનાક અપરાધી પોતે પોતાનો પરિચય આપીને સરળતાથી સરેન્ડર કઇ રીતે કર્યું? આ ગુનાગારોની માહિતી મળ્યા બાદ તેને પકડવા માટે આવેલી પોલીસે સુરક્ષાની દ્રષ્ટીએ હથિયાર પણ પોતાની સાથે લાવી નહી? શ્રાવણનો મહિનો હોવા છતા એક દિવસ પહેલા અચાનક પોલીસ અધિકારીઓની બદલી થઇ.


વિકાસ દુબે એન્કાઉન્ટરનું શિવસેનાએ કર્યું સમર્થન, જાણો કોંગ્રેસ અને બસપાએ શું કહ્યું?

આખરે કમલનાથે કહ્યું કે, તેને કોનું રાજકીય સંરક્ષણ પ્રાપ્ત હતું. જેના કારણે તે ખુબ જ સરળતાથી શક્ય બન્યું? આ સવાલોનું સત્ય સામે આવે તો ઘણા લોકોના નામ સામે આવી શક્યા હોત. સરકારે આ સવાલોનાં જવાબ આપવા જોઇએ.


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube