ધરપકડ બાદ 24 કલાકમાં વિકાસ દુબેનો ખેલ ખતમ! ઉજ્જૈનથી લઈને કાનપુર સુધીની એક એક વિગત જાણો

કાનપુરમાં 2 જુલાઈની મધરાતે 8 પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરનાર ગેંગ્સ ઓફ બિકરુનો સંપૂર્ણ રીતે ધ એન્ડ થઈ ગયો છે. ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહેલા વિકાસ દુબેએ પોતાના અપરાધ પર માફી માંગવાની જગ્યાએ વળી પાછી ભૂલ દોહરાવી જે તેણે કાનપુર શૂટઆઉટ વખતે કરી હતી. પરંતુ આ વખતે સમયે સાથ ન આપ્યો અને તે માર્યો ગયો. 

ધરપકડ બાદ 24 કલાકમાં વિકાસ દુબેનો ખેલ ખતમ! ઉજ્જૈનથી લઈને કાનપુર સુધીની એક એક વિગત જાણો

કાનપુર: કાનપુરમાં 2 જુલાઈની મધરાતે 8 પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરનાર ગેંગ્સ ઓફ બિકરુનો સંપૂર્ણ રીતે ધ એન્ડ થઈ ગયો છે. ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહેલા વિકાસ દુબેએ પોતાના અપરાધ પર માફી માંગવાની જગ્યાએ વળી પાછી ભૂલ દોહરાવી જે તેણે કાનપુર શૂટઆઉટ વખતે કરી હતી. પરંતુ આ વખતે સમયે સાથ ન આપ્યો અને તે માર્યો ગયો. 

વિકાસ દુબેનું એન્કાઉન્ટર અને 24 કલાકમાં ખેલ ખતમ
વિકાસ દુબેની આજે કોર્ટમાં પેશી થવાની હતી. પણ પોલીસની ગાડી કાનપુરમાં પ્રવેશતા જ હાઈવે પર પલટી ગઈ. કહેવાય છે કે વિકાસ દુબેએ હથિયાર છીનવવાની કોશિશ કરી જેમાં ગાડીનું બેલેન્સ બગડ્યું અને ગાડી પલટી ગઈ. આ અકસ્માતમાં વિકાસ દુબે ઘાયલ થયો હતો અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતાં. વિકાસ દુબેએ ઘાયલ પોલીસની લાઈસન્સ પિસ્તોલ છીનવી લીધી અને પોલીસકર્મીઓ ઉપર જ ગોળી ચલાવી. પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કરતા અથડામણ શરૂ થઈ. જો કે પોલીસે આ પહેલા વિકાસ દુબેને સરન્ડર કરવા જણાવ્યું પણ વિકાસ દુબે માન્યો નહતો. ત્યારબાદ એસટીએફ કમાન્ડોએ તેના પર ફાયરિંગ કર્યું અને વિકાસ દુબે ઠાર થયો. 

— ANI UP (@ANINewsUP) July 10, 2020

અપરાધી વિકાસ દુબેના છેલ્લા 24 કલાક
એક અપરાધી કે જેને છેલ્લા 7 દિવસથી યુપી પોલીસની 100 ટીમ શોધી રહી હતી ત્યારબાદ સરન્ડર કરી શકે તેવા શક્ય તમામ સ્થળોએ પોલીસનો ચોકીપહેરો હતો. તે ઉજ્જૈન પહોંચી ગયો અને ત્યાંથી પકડાયા બાદ 24 કલાકની અંદર જ એન્કાઉન્ટરમાં ખતમ થઈ ગયો. 

9 જુલાઈ, 7:30 AM ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં જોવા મળ્યો

વિકાસ દુબે સવારે મધ્ય પ્રદેશના ઉજ્જેનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં જોવા મળ્યો હતો. સવારે સાડા સાત વાગે કાનપુરવાળો કુખ્યાત વિકાસ દુબે ભગવાન શંકરની શરણમાં ગુહાર લગાવવા માટે પહોંચ્યો હતો. ત્યારે ત્યાંના ગાર્ડે તેને ઓળખી લીધો. ત્યારબાદ તેણે પોલીસને સૂચના આપી હતી. પોલીસને જાણ થતા જ તે મંદિર પહોંચી ગઈ હતી. 

9 જુલાઈ,  8:15 AM મંદિરથી ધરપકડ
પરંતુ મહાકાલના દરબારમાં કદાચ તેની સજા નક્કી થઈ ગઈ હતી. 8 પોલીસકર્મીઓની બર્બરતાથી હત્યા કરનારા આ ગુનેહગારને ભગવાને પણ શરણ આપવાની ના પાડી દીધી. વિકાસ દુબે જેવો મંદિરમાંથી બહાર નીકળ્યો કે પોલીસે તેને પકડી લીધો. 

9 જુલાઈ 7:15 PM યુપી એસટીએફને સોંપ્યો
ફિલ્મી અંદાજમાં થયેલી ધરપકડ બાદ એમપી પોલીસે વિકાસ દુબેની પ્રાથમિક પૂછપરછ પછી લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને હેન્ડઓવર કરી દીધો હતો. 

9 જુલાઈ 7:30 PM વિકાસને લઈને STF કાનપુર રવાના
ત્યારબાદ વિકાસ દુબેને લઈને યુપી એસટીએફનો કાફલો ઉજ્જૈનથી કાનપુર માટે રવાના થઈ ગયો હતો. 

10 જુલાઈ 3:13 AM ઝાંસી થઈ જાલૌન પહોંચ્યો કાફલો
ઉજ્જૈનથી રવાના થયેલો યુપી એસટીએફનો કાફલો રાતે 3 વાગ્યેને 13 મિનિટે ઝાંસીના રક્સા ટોલ પ્લાઝા પર પહોંચ્યો હતો. અહીંથી કાફલો ઝડપથી આગળ વધ્યો હતો. યુપી એસટીએફના અહીં પહોંચતા પહેલા જ સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો. 

આ VIDEO પણ જુઓ

ઉજ્જૈનથી ઝાંસી થઈને આ કાફલો જાલૌન પહોંચ્યો. અહીં પણ જરાય અટક્યા વગર કાફલો આગળ વધ્યો. જાલૌનના આટા ટોલ પ્લાઝાથી વિકાસ દુબેને લઈને એસટીએફની ટિમની ગાડીઓ કાલપીના યમુના પુલને પાર કરીને કાનપુર ગ્રામીણની સરહદમાં પ્રવેશી હતી. 

10 જુલાઈ, 6.30 to 7 AMની વચ્ચે કાનપુરના બર્રામાં વિકાસ દુબેની ગાડી પલટી
સવારે સાત વાગ્યાની આસપાસ જ એસટીએફની ગાડીઓ ગેંગસ્ટર વિકાસ દુબેને લઈને કાનપુર પહોંચી ગઈ હતી. કાનપુર પહોંચતા પહેલા જ વિકાસ દુબેને કોર્ટમાં રજુ કરી તેની પૂછપરછની તૈયારી થઈ ગઈ હતી. આ બધા વચ્ચે કાનપુરના બર્રામાં વિકાસ દુબેની ગાડી પલટી. કહેવાય છે કે કાનપુરમાં ગાડી પ્રવેશતા જ વિકાસને ભાગવાની તાલાવેલી હતી અને તેણે ગાડીમાં તે માટે કોશિશ કરતા ગાડીએ કાબૂ ગુમાવ્યો અને પલટી ગઈ. 

10 જુલાઈ ,7.15 AM એન્કાઉન્ટર શરૂ
ગાડી પલટી જતા જ વિકાસે ઘાયલ પોલીસકર્મીની પિસ્તોલ છીનવી લીધી અને ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. પોલીસે સરન્ડર કરવાનું કહ્યું તો ન માન્યું અને સ્વબચાવમાં પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી તો વિકાસને ગોળીઓ વાગી. આમ એન્કાઉન્ટરમાં તે ગંભીર રીતે ઘાયલ થયો તેને 4 ગોળીઓ વાગી હતી. 

— ANI UP (@ANINewsUP) July 10, 2020

10 જુલાઈ, 7.50 AM વિકાસ દુબેનું એન્કાઉન્ટર 
વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયો તો તેને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. 4 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતાં. 

10 જુલાઈ, 8.15 AMહોસ્પિટલના ડોક્ટરોએ વિકાસ દુબેને મૃત જાહેર કર્યો
વિકાસ દુબેને હોસ્પિટલ લઈ જવાયો તો ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 

— ANI UP (@ANINewsUP) July 10, 2020

ગુનાનો પૂજારી વિકાસ દુબે કૂતરાના મોતે મર્યો એવું કહી શકાય. વિકાસની કરતૂતનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે જ્યારે તેની ધરપકડ થઈ તો તે બૂમો પાડીને કહેતો હતો કે હું વિકાસ દુબે છું કાનપુરવાળો....પોલીસનો પણ ગુસ્સો સાતમા આસમાને હતો. પોતાના 8 પોલીસકર્મીઓની શહાદતનો પોલીસે આજે બદલો લીધો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news