નવી દિલ્હી:  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) ના સાતમા તબક્કાનું આજે મતદાન છે. સવારે 7 વાગે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં પ્રદેશની કુલ 34 વિધાનસભા બેઠકો માટે 284 ઉમેદવારો મેદાનમાં છે. એક બાજુ કોરોનાનો કેર છે અને બીજી બાજુ ચૂંટણી ચાલુ છે. બંગાળમાં કોરોનાના નવા 15,889 નવા કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતાના ગૃહ ક્ષેત્ર ભવાનીપુર પર બધાની નજર
બંગાળમાં આજે સાતમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જેમાંથી એક બેઠક ભવાનીપુર છે. મમતા હાલ ભવાનીપુર બેઠકથી વિધાયક છે. પરંતુ તેમણે નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. ભવાનીપુર માટે તૃણમૂલ કોંગ્રેસ તરફથી મમતાએ રાજ્યના વીજમંત્રી સોભનદેબ ચટ્ટોપાધ્યાયને મેદાનમાં ઉતાર્યા છે. જેમની સામે ભાજપના રૂદ્રનિલ ઘોષ છે જે ટીએમસીમાંથી જ ભાજપમાં આવેલા છે. 


કોરોના પ્રોટોકોલ અંગે ગંભીર છીએ-ચૂંટણી પંચ
બંગાળમાં કોરોનાના વધતા કેસ અને ચૂંટણી જોતા ચૂંટણી પંચ પણ સતર્ક છે. વોટિંગ સમયે કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળમાં કોરોનાના 15889 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 57 લોકોના મોત થયા છે. એકલા કોલકાતામાં જ સાડા ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે. 


Oxygen Crisis: ઓક્સિજનની સમસ્યા પર PM મોદીએ લીધો મોટો નિર્ણય


Fight against Corona: 103 વર્ષના દાદાએ ઘરે રહીને જ કોરોનાને ધોબીપછાડ આપી, આ રીતે જીતી વાયરસ સામે જંગ


જો તમારા ઘરમાં આ 5 ડિવાઈસ હશે, તો હોસ્પિટલના ચક્કર નહીં કાપવા પડે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube