Oxygen Crisis: ઓક્સિજનની સમસ્યા પર PM મોદીએ લીધો મોટો નિર્ણય

દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 3.49 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા. આ દરમિયાન હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાઓ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ ઓક્સિજનની સમસ્યા પર મોટો નિર્ણય લીધો છે. 

Oxygen Crisis: ઓક્સિજનની સમસ્યા પર PM મોદીએ લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 3.49 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા. આ દરમિયાન હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાઓ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ ઓક્સિજનની સમસ્યા પર મોટો નિર્ણય લીધો છે. 

મળતી માહિતી મુજબ દેશમાં 551 નવા  ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. આ માટે પીએમ કેયર્સ ફંડમાંથી ગ્રાન્ટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ ઓક્સિજન પ્લાન્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટ સરકારી હોસ્પિટલોની અંદર લગાવવામાં આવશે. પીએમ મોદી આ પ્લાન્ટને જેમ બને તેમ જલદી કાર્યરત કરવાના આદેશ આપ્યા છે. આ કાર્ય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરાશે. 

— ANI (@ANI) April 25, 2021

એક જ દિવસમાં નવા 3.49 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 3,49,691 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,69,60,172 પર પહોંચ્યો છે. જેમાંથી 1,40,85,110 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 26,82,751 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 2767 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,92,311 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 14,09,16,417 લોકોને રસી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news