Nandigram Assembly Election Result: આખરે 11માં રાઉન્ડમાં મમતાએ પહેલીવાર શુવેન્દુને પછાડ્યા, આટલા મતથી આગળ
4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. જો કે આ બધામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે અને તેમાં પણ એક સીટ એકદમ હોટસીટ બની ગઈ છે અને તે છે નંદીગ્રામની બેઠક. આ બેઠક પરથી ભાજપના શુવેન્દુ અધિકારી અને ટીએમસીના મમતા બેનર્જી ચૂંટણીના મેદાનમાં છે.
નવી દિલ્હી: 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. જો કે આ બધામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે અને તેમાં પણ એક સીટ એકદમ હોટસીટ બની ગઈ છે અને તે છે નંદીગ્રામની બેઠક. આ બેઠક પરથી ભાજપના શુવેન્દુ અધિકારી અને ટીએમસીના મમતા બેનર્જી ચૂંટણીના મેદાનમાં છે. આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
મમતા અને શુવેન્દુમાં કાંટાની ટક્કર
બંગાળમાં 292 માંથી 292 બેઠકોના ટ્રેન્ડ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 206 બેઠકો પર ટીએમસી જ્યારે 83 બેઠકો પર ભાજપને લીડ મળી છે. સૌથી મહત્વની વાત એ છે કે મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભાજપના શુવેન્દુ અધિકારી અને તેમની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. શુવેન્દુ અધિકારી સવારથી ભારે લીડ સાથે આગળ હતા પરંતુ 11 રાઉન્ડની મતગણતરી બાદ હવે તેઓ 3327 મતથી પાછળ છે. ટ્રેન્ડથી સ્પષ્ટ છે કે બંને વચ્ચે કાંટાની ટક્કર છે. અત્રે જણાવવાનું કે શુવેન્દુએ થોડા સમય પહેલા જ ટીએમસી છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. આ અગાઉ મમતા જૂથમાં તેઓ સૌથી ખાસ ગણાતા હતા.
અન્ય એક મહત્વના સમાચાર એ છે કે બંગાળની ટોલીગંજ બેઠકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો પણ લગભગ 25 હજાર મતોથી પાછળ છે. ભાજપના અનેક સાંસદોની હાલત ખરાબ છે અને તેમણે વિધાનસભા ચૂંટણીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નંદીગ્રામમાં એક એપ્રિલના રોજ થયેલા મતદાનમાં લગભગ 88 ટકા લોકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગત ચૂંટણી એટલે કે વર્ષ 2016ની સરખામણીએ નંદીગ્રામમાં આ વખતે એક ટકો વધુ મતદાન થયું હતું. ગત વખતે શુવેન્દુ અધિકારીએ ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડીને ભવ્ય જીત મેળવી હતી.
નંદીગ્રામનો સંગ્રામ
નંદીગ્રામ તામલુક લોકસભા બેઠક હેઠળ આવે છે. અત્રે જણાવવાનું કે સિંગુર અને નંદીગ્રામની લડતના દમ પર જ મમતા બેનર્જીએ પ્રદેશમાં અનેક દાયકાથી જામેલા લેફ્ટના શાસનને ઊખાડી ફેંક્યુ હતું. વર્ષ 2009માં નંદીગ્રામમાં થયેલી પેટાચૂંટણીમાં ટીએમસીએ લેફ્ટ પાસેથી આ સેટ પડાવી હતી અને ત્યારબાદ સતત બે વાર એટલે કે વર્ષ 2011 અને 2016માં ટીએમસીએ પોતાનો કબ્જો જાળવી રાખ્યો હતો.
West Bengal Election Result Live: સમગ્ર દેશની નજર આજે બંગાળ પર, કમળ ખીલશે કે પછી મમતા વાપસી કરશે?
Fact Check: દેશમાં 18 દિવસનું કડક Lockdown લાગવાનું છે? PIB એ વાયરલ થઈ રહેલા મેસેજ અંગે કરી સ્પષ્ટતા
Corona Update: કોરોનાની રેકોર્ડબ્રેક છલાંગ, એક જ દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ
Coronavirus: કોરોનાના ભયંકર પ્રકોપ વચ્ચે સારા સમાચાર, હવે બાળકોને પણ મળશે રસી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube