સત્તામાં આવ્યાં તો મુસલમાનને બનાવીશ ડે.સીએમ, ઈસ્લામિક બેંક પણ ખોલીશ: ચંદ્રબાબુ નાયડુ
તેલગંણાની જેમ હવે આંધ્ર પ્રદેશમાં પણ તૃષ્ટિકરણનું રાજકારણ જોવા મળી રહ્યું છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે જાહેરાત કરી કે તેલુગુ દેશમ પાર્ટી જો પાછી સત્તામાં આવશે તો તે એક મુસલમાનને રાજ્યના ઉપ મુખ્યમંત્રી બનાવશે. તેમણે ખાસ કરીને મુસલમાનો માટે એક ઈસ્લામિક બેંક ખોલવાનું પણ વચન આપ્યું અને સમુદાયને વ્યાજ મુક્ત કરજની પણ રજુઆત કરી. ટીડીપીના અધ્યક્ષે કુરનુલ જિલ્લાના અલુરુમાં શુક્રવારે બપોરે એક ચૂંટણી સભામાં આ જાહેરાત કરી.
અમરાવતી: તેલગંણાની જેમ હવે આંધ્ર પ્રદેશમાં પણ તૃષ્ટિકરણનું રાજકારણ જોવા મળી રહ્યું છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે જાહેરાત કરી કે તેલુગુ દેશમ પાર્ટી જો પાછી સત્તામાં આવશે તો તે એક મુસલમાનને રાજ્યના ઉપ મુખ્યમંત્રી બનાવશે. તેમણે ખાસ કરીને મુસલમાનો માટે એક ઈસ્લામિક બેંક ખોલવાનું પણ વચન આપ્યું અને સમુદાયને વ્યાજ મુક્ત કરજની પણ રજુઆત કરી. ટીડીપીના અધ્યક્ષે કુરનુલ જિલ્લાના અલુરુમાં શુક્રવારે બપોરે એક ચૂંટણી સભામાં આ જાહેરાત કરી.
એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આજે એક પવિત્ર દિવસ છે. આજે તમારે બધાએ ટીડીપીને મત આપવાનો સંકલ્પ કરવો જોઈએ અને હું એક મુસ્લિમ નાયબ મુખ્યમંત્રી બનાવીશ.
ECની મોટી કાર્યવાહી, મમતા અને નાયડુના ઓફિસરોની તાબડતોબ બદલી કરી નાખી, ચંદ્રબાબુ ભડક્યા
સરળ નથી આ વખતે નાયડુની રાહ
આંધ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભા ચૂંટણી પણ છે. આ વખતે અહીં મુકાબલો ચતુષ્કોણીય થયો છે. ટીડીપીની સામે સૌથી મોટો પડકાર જગન રેડ્ડી બની ગયા છે. તેમની પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. આ ઉપરાંત એક્ટર પવન કલ્યાણની જનસેનાએ પણ બીએસપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું છે. કોંગ્રેસની સાથે ટીડીપીનું ગઠબંધન આંધ્ર પ્રદેશમાં થઈ શક્યું નથી. આવામાં કોંગ્રેસ અલગથી મેદાનમાં છે. ભાજપ પણ અહીં પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે. ખુદ ચંદ્રબાબુ નાયડુના પુત્રમાં આ વખતે સમસ્યા ઝેલી રહ્યાં છે.
નાયડુના પુત્ર લોકેશ માટે ચૂંટણી જંગ સરળ નથી
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ પહેલીવાર ચૂંટણી લડી રહ્યાં છે. આવામાં જે સીટથી તેઓ મેદાનમાં છે ત્યાંથી તેલુગુ દેશમ પાર્ટીને 1985થી જીત મળી નથી. વણકરોની બહુમતીવાળી ગુંટર જિલ્લાની મંગલગિરિ વિધાનસભા બેઠક પરથી વિપક્ષ વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીએ પણ કોઈ કસર છોડી નથી.
VIDEO: ચિક્કાર પબ્લિકમાં રાહુલ ગાંધીએ કહ્યું- 'I LOVE નરેન્દ્ર મોદી', લાગ્યા મોદી-મોદીના નારા
ફિલ્મ અભિનેતા અને રાજકારણના દિગ્ગજ નેતા એનટી રામા રાવના પૌત્ર 36 વર્ષના લોકેશનું કહેવું છે કે તેમણે ચૂંટણી ઈનિંગ શરૂ કરવા માટે મંગલગિરિ વિધાનસભા બેઠક એટલા માટે પસંદ કરી કારણ કે તેઓ એક રાજનીતિક પ્રચલન શરૂ કરી શકે. આ વિસ્તાર પોાતની મંગલગિરિ સૂતરાઉ સાડીઓ માટે પ્રખ્યાત છે. તેમણે કહ્યું કે ટીડીપી 1985થી ગઠબંધનના કારણે ક્યારેય આ સીટ જીતી શકી નથી. અમે હંમેશા અમારા ભાગીદારોના હાથે આ બેઠક હાર્યા છે. આ જ કારણે હું આ બેઠકથી ચૂંટણી લડી રહ્યો છું.
લોકસભા ચૂંટણી 2019Lok Sabha elections 2019N. Chandrababu NaiduECMamata Banerjee