mamata banerjee

જીત બાદ મમતાએ ફરીથી PM મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- જનાદેશ સ્વીકાર કરો

વિધાનસભામાં શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરીથી આકરા પ્રહાર કર્યા. 

May 8, 2021, 02:54 PM IST

Violence In Bengal: હિંસા પર મમતા બેનર્જી બોલ્યા- હાર સ્વીકારે ભાજપ, મૃતકો માટે કરી વળતરની જાહેરાત

બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસાને લઈને મમતા બેનર્જીએ ગુરૂવારે મૌન તોડ્યુ છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ જનાદેશને સ્વીકારવા માટે તૈયાર નથી. આ સાથે હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને બે-બે લાખના વળતરની જાહેરાત કરી છે. 

May 6, 2021, 04:58 PM IST

બંગાળમાં TMC ની જીત બાદ 80 હજારથી 1 લાખ લોકો હુમલાના ડરથી ઘર છોડીને ભાગી ગયાઃ જેપી નડ્ડા

જેપી નડ્ડાએ કહ્યુ કે, સંદેશખલી, તોશાબા, ઈસ્ટ કેનિંગમાં ઘણા ગામોને લૂટી લેવામાં આવ્યા છે. લોકોએ જીવ બચાવવા માટે ભાગીને જવુ પડી રહ્યું છે. લોકોએ કૂચબિહાર અને અન્ય જગ્યાના સરહદી રાજ્ય અસમમાં જઈને જીવ બચાવ્યા છે. 

May 5, 2021, 08:52 PM IST

West Bengal હિંસા વિરુદ્ધ ભાજપના દેશવ્યાપી ધરણા, વિધાયકે મમતા બેનર્જીને ગણાવ્યા 'ખૂની'

બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય હિંસા વચ્ચે મમતા બેનર્જીએ ત્રીજીવાર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુખ્યમંત્રી બનતાની સાથે જ મમતા બેનર્જીએ કહ્યું કે અત્યાર સુધી આચાર સંહિતાના કારણે કાયદો વ્યવસ્થા ચૂંટણી પંચ જોઈ રહ્યું હતું પરંતુ હવે હિંસા રોકવી અમારી પ્રાથમિકતા છે. 

May 5, 2021, 12:38 PM IST

TMC Chief Mamata Banerjee એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા, PM મોદીએ પાઠવી શુભેચ્છા

હાલમાં જ યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય સફળતા મેળવ્યા બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ આજે ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને શપથ લેવડાવ્યા. 

May 5, 2021, 10:55 AM IST

Giriraj Singh એ Mamata Banerjee ને ગણાવ્યા 'તાનાશાહ', નોર્થ કોરિયાના કિમ જોંગ સાથે કરી તુલના

ચૂંટણી પરિણામ બાદ બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈને મમતા બેનર્જી ભાજપના નિશાના પર છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેમની તુલના કિમ જોંગ ઉન સાથે કરી છે. 

May 4, 2021, 06:55 PM IST

Bengal: ચૂંટણી પરિણામો બાદ બંગાળમાં 9 લોકોની હત્યા, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ઠેર-ઠેર હિંસા જોવા મળી રહી છે. ભાજપની ઓફિસો સળગાવવામાં આવી રહી છે. અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. 
 

May 3, 2021, 08:57 PM IST

Bengal Result: જીત બાદ પણ ટકરાવ યથાવત? દીદી બોલ્યા- પ્રથમવાર પીએમે ફોન નથી કર્યો

મમતા બેનર્જીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ 2 મે એટલે કે પરિણામોના દિવસે ટ્વીટ કરી તેમને શુભેચ્છા સંદેશ આપી દીધો હતો. પીએમ મોદીએ બંગાળ સરકારને કેન્દ્ર તરફથી મદદનું આશ્વાસન પણ આપ્યું હતું. 
 

May 3, 2021, 04:47 PM IST

West Bengal: TMC ઉમેદવાર કાજલ સિંહાની જીત, પરંતુ પરિણામો પહેલાં જ થઇ ગયું હતું મોત

ટીએમસી કેન્ડિટેડ કાજલ સિન્હા ખરદા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે પોતાના નજીકના પ્રતિદ્વંદીને 28041 વોટોથી માત આપી હતી. પરંતુ ચૂંટણીના પરિણામ જોવા માટે તે પોતે આ દુનિયામાં રહી નથી. 

May 2, 2021, 07:09 PM IST

Bengal Result: TMC ને શાનદાર જીત અપનાવનાર પ્રશાંત કિશોરે કરી સંન્યાસની જાહેરાત

પ્રશાંત કિશોરને તે પૂછવામાં આવ્યુ કે, તેમણે આ નિર્ણય કેમ કર્યો તો તેમણે કહ્યુ કે, ક્યારેય આ કામ કરવા ઈચ્છતો નહતો, પરંતુ હું આવી ગયો અને મેં મારા ભાગનું કામ કરી લીધુ છે. 

May 2, 2021, 04:04 PM IST

કોરોનાથી ચારેબાજુ મોતનું તાંડવ, છતાં ચૂંટણી પરિણામ આવતા જ લોકો નિયમો તોડી ઉજવણીમાં મશગૂલ

કોરોનાના વધતા કેસને જોતા ચૂંટણી પંચે પરિણામો બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કે ઉજવણી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે આમ છતાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં તેના ધજાગરા ઉડી રહ્યા છે. જીત ભાળતા જ પાર્ટી સમર્થકોએ જીતની ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ખુબ ધજાગરા ઉડ્યા. જો કે આ બધુ જોતા ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ ઉજવણી પર તત્કાળ રોક લગાવવા કહ્યું છે. આ ઉપરાંત એમ પણ કહ્યું છે કે જવાબદાર SHOs/officers ને સસ્પેન્ડ કરવા તથા કાર્યવાહી  કરવી. 

May 2, 2021, 02:16 PM IST

Nandigram Assembly Election Result: આખરે 11માં રાઉન્ડમાં મમતાએ પહેલીવાર શુવેન્દુને પછાડ્યા, આટલા મતથી આગળ

4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. જો કે આ બધામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે અને તેમાં પણ એક સીટ એકદમ હોટસીટ બની ગઈ છે અને તે છે નંદીગ્રામની બેઠક. આ બેઠક પરથી ભાજપના શુવેન્દુ અધિકારી અને ટીએમસીના મમતા બેનર્જી ચૂંટણીના મેદાનમાં છે. 

May 2, 2021, 08:52 AM IST

West Bengal Election Result Live: બંગાળમાં TMC જંગી બહુમતીથી આગળ, નંદીગ્રામમાં હવે ભાજપના શુવેન્દુ પાછળ

આજે ચૂંટણી સંગ્રામમાં પરિણામનો દિવસ છે. દેશના 5 રાજ્યોમાં નવી સરકાર બનશે. સમગ્ર દેશમાં બધાની નજર આ પાંચ રાજ્યોમાંથી બંગાળ પર ટકેલી છે.

May 2, 2021, 07:06 AM IST

DNA ANALYSIS: પશ્વિમ બંગાળમાં ફરી સાચા સાબિત થશે Exit Poll ના પરિણામ, જાણો શું રહ્યો છે ટ્રેંડ

વર્ષ 2006માં મમતા બેનર્જી પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના વિરૂદ્ધ મોટાપાયે પ્રદર્શન કરી રહી હતી અને તેમને આશા હતી કે ચૂંટણીના પરિણામ તેમના પક્ષમાં આવશે. પરંતુ એવું થયું નહી. ત્યારે પણ એક્ઝિટ પોલ એકમતથી લેફ્ટ પાર્ટીઓને જીતાડી રહી હતી અને ચૂંટણીના પરિણામ પણ એવા જ રહ્યા. 

Apr 30, 2021, 07:16 AM IST

હું EC ને હાથ જોડીને વિનંતી કરુ છું કે એક-બે દિવસમાં પૂરી કરાવે ચૂંટણીઃ Mamata Banerjee

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના વધતા કેસને લઈને કહ્યું કે, નાઇટ કર્ફ્યૂ ઉપાય નથી. અમે એલર્ટ છીએ, ડરવાની જરૂર નથી. 

Apr 19, 2021, 04:46 PM IST

Modi's Asansol Rally: બે મેએ જનતા 'દીદી'ને આપશે ભૂતપૂર્વ CMનું સર્ટિફિકેટઃ PM મોદી

પીએમ મોદીએ કહ્યુ કે, દીદીના નજીકના અનુસૂચિત જાતિના મારા ભાઈ-બહેરોને ભીખારી કહેતી હતી, છતાં દીદી ચુપ રહે છે. દીદીના લોકો ભાજને મત દેવા પર બંગાળમાંથી બહાર કાઢવાની ધમકી આપતા હતા, ત્યારે પણ દીદી ચુપ હતા.

Apr 17, 2021, 03:09 PM IST

West Bengal Election: પાંચમાં તબક્કા માટે આજે થશે મતદાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત

પશ્ચિમ બંગાળમાં આજે પાંચમા તબક્કાનું મતદાન (West Bengal Voting) યોજાશે. 6 જિલ્લાની કુલ 45 બેઠકો પર મતદાન થશે. આ સમય દરમિયાન, સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન છઠ્ઠા તબક્કાના ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે

Apr 17, 2021, 06:55 AM IST

Kolkata: અકળાયેલા મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા, રાતે 8 વાગ્યા પછી કરશે 2 રેલી 

પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી (Mamata Banerjee) કોલકાતા (Kolkata) માં ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર કરવા પર 24 કલાકના પ્રતિંબધ લગાવ્યા બાદ તેના વિરોધમાં તેઓ શહેરની વચ્ચેવચ ધરણા પર બેસી ગયા. 

Apr 13, 2021, 02:30 PM IST

Bengal Election: ચૂંટણી પંચે મમતા બેનર્જી પર લગાવ્યો પ્રતિબંધ, 24 કલાક નહીં કરી શકે પ્રચાર

મમતા બેનર્જીના જવાબથી અસંતુષ્ટ ચૂંટણી પંચે તેમના પ્રચાર કરવા પર આજે રાત્રે 8 કલાકથી મંગળવારે રાત્રે 8 કલાક સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે. 
 

Apr 12, 2021, 08:00 PM IST

Cooch Behar ની ઘટના પર અમિત શાહનું મોટું નિવેદન, મમતા બેનર્જી પર લગાવ્યો ગંભીર આરોપ

બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કૂચ બિહારની ઘટના પર મોટું નિવેદન આપ્યું છે.

Apr 11, 2021, 02:51 PM IST