ec

Big News: ચૂંટણી પંચે ચૂંટણી પરિણામના દિવસે કે ત્યાર પછીના દિવસોમાં વિજય સરઘસ પર લગાવ્યો પ્રતિબંધ

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે.

Apr 27, 2021, 10:52 AM IST

Bengal Election: ચૂંટણી પંચે મમતા બેનર્જી પર લગાવ્યો પ્રતિબંધ, 24 કલાક નહીં કરી શકે પ્રચાર

મમતા બેનર્જીના જવાબથી અસંતુષ્ટ ચૂંટણી પંચે તેમના પ્રચાર કરવા પર આજે રાત્રે 8 કલાકથી મંગળવારે રાત્રે 8 કલાક સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે. 
 

Apr 12, 2021, 08:00 PM IST

West Bengal: કૂચબિહારમાં હિંસા બાદ મતદાન રદ, મમતાએ કહ્યું- CRPF એ લાઇનમાં ઉભેલા લોકોને માર્યા

પીએમ નરેન્દ્ર મોદીએ પણ કૂચબિહારમાં થયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરતાં દોષીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે. પીએમએ સિલીગુડીની ચૂંટણીની સભામાં કૂચબિહારના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો.

Apr 10, 2021, 02:59 PM IST

Bengal Assembly Election: મુસ્લિમોને મતની અપીલ પર મમતાને નોટિસ, ચૂંટણી પંચે માંગ્યો જવાબ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે નવા વિવાદમાં ફસાયા છે. ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. 

Apr 7, 2021, 08:03 PM IST

ખતરામાં છે ઇમરાન સરકાર, શું જતી રહેશે પાકિસ્તાનના પીએમની ખુરશી?

ઇમરાન ખાન (Imran Khan) વર્ષ 2018માં પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી બન્યા હાઅ. અત્યારે તેમના સત્તામાં આવ્યાને 5 વર્ષ પણ પુરા થયા નથી અને હવે લાગતું પણ નથી કે તે પાંચ વર્ષ પુરા પણ કરી શકશે.

Mar 5, 2021, 11:46 PM IST

Delhi Election: પ્રિયંકાએ કહ્યું- શીલા દીક્ષિતના વિકાસના મોડલ પર મોડલિંગ કરી રહ્યાં છે કેજરીવાલ

ભાજપ પર હુમલો કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તે બંધારણને નષ્ટ કરવા ઈચ્છે છે. હિંસક વાતો કરે છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવે છે, તેમની આ વાતો વધતી જાય છે. 

Feb 5, 2020, 11:26 PM IST

Delhi Election: રાહુલ ગાંધીએ કહ્યું- મોદી-કેજરીવાલ જૂઠ્ઠા, શાહના ભાષણમાં માત્ર કચરો હોય છે

રાહુલ ગાંધીએ મોદી-કેજરીવાલ પર હુમલો કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહને આડે હાથ લીધા હતા. રાહુલે કહ્યું કે, અમિત શાહનું ભાષણ સાંભળવું જ ન જોઈએ.
 

Feb 5, 2020, 07:42 PM IST

Breaking news: ચૂંટણી પંચે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ફરી લગાવ્યો 24 કલાકનો પ્રતિબંધ

ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિન નિવેદન આપવા માટે ચૂંટણી પંચે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ચૂંટણી પ્રચાર કરવા માટે 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. 
 

Feb 5, 2020, 06:56 PM IST

સની દેઓલના MP પદ પર મંડરાઇ રહ્યો છે ખતરો, જાણો શું છે કારણ ?

ફિલ્મ અભિનેતા અને ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલની હાલની લોકસભા ચૂંટણીમાં પોતાના ખર્ચનો અહેવાલ આપવા માટે જણાવવામાં આવ્યું છે કારણ કે ખબર પડી કે તેનો ચૂંટણી ખર્ચ 70 લાખ રૂપિયાની વૈધાનિક સીમા કરતા વધારે હતો. એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. ગુરદાસપુર જિલ્લા ચૂંટણી અધિકારી વિપુલ ઉજ્વલે દેઓલને પોતાનો ચૂંટણી ખર્ચના ખાતાનો અહેવાલ આપવા માટેની નોટિસ ઇશ્યું કરી છે. 

Jun 19, 2019, 10:46 PM IST

જો NDAને બહુમત નહીં મળે તો વિરોધ પક્ષો તાબડતોબ ઉઠાવશે 'આ' પગલું

કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો ગુરુવારે ચૂંટણી પરિણામોની સ્પષ્ટ તસવીર સામે આવતાની સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે.

May 22, 2019, 10:50 PM IST

લોકસભા ચૂંટણી 2019: મતગણતરી વખતે હિંસા ભડકી ઉઠે તેવી આશંકા, તમામ રાજ્યો અલર્ટ મોડ પર 

લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલર્ટ કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલાક પક્ષો દ્વારા હિંસા ભડકાવવાના આહ્વાનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. 

May 22, 2019, 09:25 PM IST

જો NDAને બહુમત ન મળે તો આ 3 'સાથી' મોદીને ફરી PM બનવામાં કરી શકે છે મદદ

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ આવેલા એક્ઝિટ પોલે તમામ પક્ષોના ધબકારા વધારી નાખ્યા છે. જો કે કેટલાક એક્ઝિટ પોલે ભજાપને આગળ ગણાવ્યો તો કેટલાક પોલ એવા પણ છે જેમના દાવા મુજબ ભાજપના નેતૃત્વવાળો એનડીએ બહુમતના આંકડાને પાર કરી શકશે નહીં. આવામાં UPAએ પણ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુપીએ અને એનડીએની આ દોડમાં એ પક્ષો પર સૌથી વધુ નજર રહેશે જેમણે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા જ નથી. આ પક્ષોએ યુપીએ અને એનડીએ બંનેથી અંતર જાળવ્યું છે. 

May 22, 2019, 08:28 PM IST

ચૂંટણી પરિણામ અગાઉ જ EVM પર ભારે હંગામો, અમિત શાહે વિરોધ પક્ષોને પૂછ્યા 6 વેધક સવાલ

ચૂંટણી પરિણામો અગાઉ જ ઈવીએમને લઈને વિરોધ પક્ષોના તેવર કડક છે. વિપક્ષના આ વલણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધતા 6 સવાલ પૂછ્યા છે. જેમાં વિપક્ષના આવા વલણ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. અમિત શાહે કહ્યું, હારથી હતાશ થએલી આ 22  પાર્ટીઓ દેશની લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ઉઠાવીને વિશ્વમાં દેશ અને પોતાના લોકતંત્રની છબી ધૂળમાં મેળવી રહ્યાં છે. 

May 22, 2019, 06:31 PM IST

બક્સરના અપક્ષ ઉમેદવારે પ્રેસ કોન્ફરન્સમાં જ બંદૂક ઉઠાવી લીધી, કહ્યું-'અમે ગોળી ચલાવવા તૈયાર'

બિહારના કૈમૂરમાં પૂર્વ આરજેડી ધારાસબ્ય રામચંદ્ર યાદવ પણ ઉપેન્દ્ર કુશવાહાનું સમર્થન કરતા નજરે ચડ્યાં. પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાની સામે જ હથિયાર ઉઠાવી લીધુ. રામચંદ્રે કહ્યું કે લોકશાહી બચાવવા માટે અમે ગોળી ચલાવવા માટે પણ તૈયાર છીએ. મહાગઠબંધનના નેતા આદેશ આપે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 

May 22, 2019, 05:57 PM IST

લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય માટે 'આ' બે બાબત ખુબ જ જરૂરી, ખાસ જાણો

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને તેની આશાઓ મુજબ સીટો નહીં મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જો કે જાણકારોનું માનવું છે કે પાર્ટી જો 100નો આંકડો પાર કરે તો પાર્ટી માટે અને અધ્યક્ષ રાહુલ ગાંધી માટે થોડી સહજ સ્થિતિ પેદા થઈ શકે છે. 

May 22, 2019, 05:05 PM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મત ગણતરીનું કાઉન્ટ ડાઉન, જાણો ખાસ ખાસ

વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં સાત તબક્કામાં લોકસભાની 542 બેઠકો પર ચૂંટણી સંપન્ન થઇ છે. હવે ભારે ઉત્સુકતા સાથે મત ગણતરીની રાહ જોવાઇ રહી છે. ગુરૂવારે સવારે 8 કલાકથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. 

May 22, 2019, 03:33 PM IST
EC Did Not Accept Any Demand Of Vipaksh PT1M44S

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ચૂંટણી પંચે વિપક્ષી પાર્ટીઓને શું ઝટકો આપ્યો

ચૂંટણી પંચનો વિપક્ષી પાર્ટીઓને ઝટકો કહ્યું હવે મતગણતરી પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં થાય, વિપક્ષે ગઈકાલે વીવીપેટ ગણતરી ઈવીએમ પહેલા કરવાની કરી હતી માગ

May 22, 2019, 03:25 PM IST

પાકિસ્તાનના આ વિસ્તારમાં પણ 'નમો નમો', જ્યાં ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાયા PM મોદી, જાણો કારણ

ભારતમાં હાલમાં જ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી 2019 પૂરી થઈ. આવતી કાલે એટલે કે 23મી મેના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. ચૂંટણીના પરિણામો પર માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયા અને પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર છે.

May 22, 2019, 03:15 PM IST

મતગણતરી શરૂ થવાના ગણતરીના કલાકો અગાઉ ECએ વિરોધ પક્ષોને આપ્યો મોટો આંચકો

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલે વિરોધી પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. વિપક્ષી દળો દ્વારા ઈવીએમ પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યાં જેને લઈને આજે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો. પંચે વિરોધી પક્ષોની એ માંગણીને ફગાવી દીધી જેમાં તેમણે મતગણતરી અગાઉ વીવીપેટ ચીઠ્ઠીઓને મેચ કરવાની માગણી કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે વીવીપેટને મેચ કરવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર થશે નહીં. દરેક વિધાનસભાની 5 વીવીપેટની ચીઠ્ઠીઓને ઈવીએમ સાથે મેચ કરવામાં આવશે. 22 વિપક્ષી દળોએ વીવીપેટને ઈવીએમ સાથે મેચ કરવાની માગણી કરી હતી. 

May 22, 2019, 02:54 PM IST

જો હું રામપુર સીટ 3 લાખ વોટથી ન જીત્યો તો સમજી લો હિન્દુસ્તાનમાં બેઈમાની થઈ: આઝમ ખાન

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલ પર ચર્ચાઓ થઈ રહી છે. જ્યાં ભાજપ સહિત એનડીએના પક્ષો તેને પોતાની જીત ગણાવી રહ્યાં છે ત્યાં આઝમ ખાને એક્ઝિટ પોલને સટ્ટોડિયાઓનો ફાયદો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ એ સટ્ટાબજારીઓના ફાયદા માટે છે જેમણે સટ્ટામાં લાખો રૂપિયા લગાવ્યાં છે. રામપુરની સીટ માટે તેમણે કહ્યું કે જો રામપુરની સીટ પર મારી જીત 3 લાખથી ઓછા મતોથી થાય તો તેનો અર્થ એ થયો કે આખા હિન્દુસ્તાનમાં બેઈમાની થઈ છે. 

May 22, 2019, 12:01 AM IST