VIDEO: ચિક્કાર પબ્લિકમાં રાહુલ ગાંધીએ કહ્યું- 'I LOVE નરેન્દ્ર મોદી', લાગ્યા મોદી-મોદીના નારા

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન અગાઉ કોંગ્રેસના તાબડતોબ પ્રચારમાં લાગેલા રાહુલ ગાંધી સાથે પુણેમાં કઈંક એવું બન્યું કે તેમણે આઈ લવ નરેન્દ્ર મોદી બોલવું પડ્યું.

VIDEO: ચિક્કાર પબ્લિકમાં રાહુલ ગાંધીએ કહ્યું- 'I LOVE નરેન્દ્ર મોદી', લાગ્યા મોદી-મોદીના નારા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન અગાઉ કોંગ્રેસના તાબડતોબ પ્રચારમાં લાગેલા રાહુલ ગાંધી સાથે પુણેમાં કઈંક એવું બન્યું કે તેમણે આઈ લવ નરેન્દ્ર મોદી બોલવું પડ્યું. વાત જાણે એમ હતી કે પુણેમાં રાહુલ ગાધી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યાં હતાં ત્યારે ત્યાં હાજર વિદ્યાર્થીઓએ મોદી મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધુ. 

થોડીવાર ચૂપ થઈ ગયા રાહુલ ગાંધી
વિદ્યાર્થીઓની નારેબાજી જોતા રાહુલ ગાંધી થોડી ક્ષણો માટે તો ચૂપ થઈ ગયાં પરંતુ ત્યારબાદ બાજી સંભાળતા તેમણે પણ કહ્યું કે હું નરેન્દ્ર મોદીને માનુ છું અને તેમને પ્રેમ કરું છું. રાહુલ ગાંધીના શબ્દો સાંભળ્યા બાદ ત્યાં હાજર લોકોએ જોર જોરથી નારેબાજી શરૂ કરી દીધી. 

સોશિયલ મીડિયામાં વાઈરલ થયો વીડિયો
રાહુલ ગાંધીની સભામાં મોદી મોદીના નારા લાગ્યા બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. લોકો તેને ઝડપથી શેર કરી રહ્યાં છે. BJP IT સેલના પ્રમુખ અમિત માલવીયએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટથી આ વીડિયો શેર કર્યો છે. જુઓ રાહુલ ગાંધીનો આ વીડિયો.....

— Rosy (@rose_k01) April 5, 2019

રાહુલની રેલીમાં અગાઉ પણ થઈ ચૂકી છે નારેબાજી
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની રેલીમાં મોદી મોદીના નારા લાગ્યા હોય તેવું આ પહેલીવાર બન્યું નથી. આ અગાઉ 12 માર્ચના રોજ બેંગ્લુરુમાં રાહુલ ગાંધીની સભામાં મોદી, મોદીના નારા લાગ્યા હતાં. એટલું જ નહીં તે સમયે લોકોએ રાહુલ ગાંધીને તરત મંચ છોડીને જવાની વાત પણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news